SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ ઉત્સર્પિણીમાં ચોવીસમા તીર્થંકરનું જ સ્વરૂપ હોય છે તે અવસર્પિણીના પ્રથમ તીર્થંકરનું હોય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર સમજવું. ચક્રવર્તીમાં પણ એમ જ સમજવાનું છે. આમ બાર આરા મળીને એક કાળચક્ર પૂર્ણ થાય છે. આ કાળની વ્યવસ્થા પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં સરખી જ જાણવી. વિદેહ ક્ષેત્રમાં તેવું નથી હોતું. ત્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણે કાળની વ્યવસ્થા નથી. ત્યાં તો મનુષ્યનું શરીર સદાય પાંચસો ધનુષ્યનું અને આયુષ્ય સદાય પૂર્વ કોટિનું હોય છે. ત્રીશ અકર્મભૂમિમાં સનાતન એક સરખો સમય હોય છે. DOC ૨૦૮ વર્તમાન પાંચમો દુષમા આરો वर्तमानारके भावि-स्वरूपं ज्ञानिनोदितम् । स्वप्नादिभिः प्रबंधैश्च, विज्ञेयं श्रुतचक्षुषा ॥ જ્ઞાની મહારાજે વર્તમાન આરાનું ભાવિ સ્વરૂપ કહ્યું છે. તે સ્વપ્નાદિક પ્રબંધ વડે આગમર્દષ્ટિથી જાણવું.” સોળ સ્વપ્નનો પ્રબંધ વ્યવહાર ચૂલિકામાં આ પ્રમાણે બતાવ્યો છે. તે કાળે તે સમયે પાટલીપુત્ર નામનું નગર હતું. આ નગરના રાજાનું નામ ચંદ્રગુપ્ત હતું. શ્રાવકધર્મેનું તે નિષ્ઠાથી આરાધન કરતો. પાખીના દિવસે ચંદ્રગુપ્ત અહોરાત્રનો પૌષધ કર્યો. રાતના ધર્મજાગરણ કરતો હતો ત્યાં તેને થોડા સમય માટે ઝોકું આવી ગયું. આ અલ્પનિદ્રામાં પણ તેણે સોળ સ્વપ્ન જોયાં. ઊંધ વધુ ગાઢ બને તે પહેલાં જ આ સ્વપ્ન જોતાં તે જાગી ગયો. સ્વપ્નથી તેને ચિંતા થઈ. આ શું થયું. આ ધર્મજાગરણ કેમ ચૂકી ગયો? આવાં સ્વપ્ન કેમ આવ્યાં? વિચારમાં ને વિચારમાં બાકીની રાત વીતી ગઈ. સમય થયે તેણે પૌષધ પાર્યો. એ સમયે યુગપ્રધાન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પાંચસો શિષ્યના પરિવાર સાથે પાટલીપુત્રના એક ઉદ્યાનમાં સમવસર્યા. આ સમાચાર મળતાં જ ચંદ્રગુપ્ત તેમને વંદન કરવા ગયો. પાંચ અભિગમપૂર્વક ભક્તિસભર હૈયે તેણે ગુરુવંદના કરી. પછી વિનયથી પોતે જોયેલ સોળ સ્વપ્નની વાત કરી અને તેનો ફલિતાર્થ કહેવા માટે આચાર્ય ભગવંતને વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું: “હે રાજનું! પ્રથમ સ્વપ્ન તેં કલ્પવૃક્ષની શાખા ભાંગેલી જોઈ. આ સૂચવે છે કે આજ પછી હવે કોઈપણ રાજા ચારિત્ર નહિ લે, બીજે સ્વપ્ન તેં સૂર્યને અસ્ત થતો જોયો. એ બતાવે છે કે હવે કેવળજ્ઞાનનો ઉચ્છેદ થશે. કોઈને પણ કેવળજ્ઞાન નહિ થાય, ત્રીજા
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy