SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ દાનના છ અતિશય બતાવ્યા છે તે આ પ્રમાણે છે - ૧. દાન દેતી વખતે પ્રભુના હાથમાં સૌધર્મેન્દ્ર દ્રવ્ય આપે છે જેથી પ્રભુને દાન દેતા શ્રમ ન પડે. ૨. ઈશાન ઈન્દ્ર હાથમાં સોનાની યષ્ટિકા લઈને પાસે ઊભો રહે છે. તે ચોસઠ ઈન્દ્રો સિવાય બીજા દેવોને દાન લેતા અટકાવે છે અને દાન લેનારનું જેવું ભાગ્ય હોય તેવી જ માંગણી દાન લેનાર પાસે કરાવે છે. ૩. ચમરેન્દ્ર અને બલિઈન્દ્ર પ્રભુની મુઠ્ઠીમાં રહેલા સોનૈયામાં દાન લેનારની ઈચ્છાનુસાર વધઘટ કરે છે. ૪. બીજા ભવનપતિઓ ભરતખંડમાં જન્મેલા મનુષ્યોને પ્રભુના હાથનું દાન લેવા માટે ખેંચી લાવે છે. ૫. વાણવ્યંતર દેવતાઓ દાન લઈને જનારા માણસોને તેમના સ્થાને નિર્વિઘ્ને પાછા પહોંચાડવાનું કાર્ય કરે છે. ૬. જ્યોતિષ્ક દેવતાઓ વિદ્યાધરોને વાર્ષિક દાનનો સમય જણાવે છે. ૨૨૦ આ સમયે તીર્થંકરના પિતા ત્રણ મોટી શાળાઓ કરાવે છે. એક શાળામાં ભરતખંડમાં જન્મેલા મનુષ્યો આવે તેને અન્નાદિ આપે છે, બીજી શાળામાં વસ્ત્ર આપે છે અને ત્રીજી શાળામાં આભૂષણ આપે છે. ચોસઠ ઈન્દ્રો પ્રભુના હાથનું દાન લે છે. તેથી એ દાનના પ્રભાવથી બે વરસ સુધી તેમના જીવનમાં કોઈ કલહ થતો નથી. ચક્રવર્તી જેવા રાજાઓનો ભંડાર બાર વરસ સુધી અક્ષય રહે છે. રોગીઓને બાર વરસ સુધી નવો રોગ થતો નથી. તીર્થંકર પરમાત્મા વાર્ષિક દાન “ધર્મની પ્રભાવના કરવાની બુદ્ધિથી અને લોકો ઉપરની અનુકંપાથી દાન આપે છે. કીર્તિ વગેરેની લાલસાથી તે દાન આપતા નથી.” દીક્ષા કલ્યાણકનું વર્ણન “દાન દીધા પછી માતા-પિતાની અનુજ્ઞા લઈને જેમનો શક્રેન્દ્ર તથા રાજા વગેરેએ ભક્તિથી નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા પ્રભુ દીક્ષા લે છે.” દીક્ષાના દિવસે સ્વજનો આખા ય નગરને ધજાપતાકાઓ, તોરણો વગેરેથી ઠાઠમાઠથી શણગારે છે. તે અવસરે આસનકંપ થવાથી ચોસઠ ઈન્દ્રો ત્યાં આવે છે. આગળ કહ્યા પ્રમાણે ઈન્દ્રો આઠ જાતના કળશ તથા પૂજાના ઉપકરણો આઠ આઠ હજાર કરાવે છે. પ્રભુના કુટુંબીજનો પણ આઠ પ્રકારના કળશ કરાવે છે. ત્યારબાદ ઈન્દ્રો તથા સ્વજનો દેવતાઓએ લાવેલા તીર્થજળથી પ્રભુને અભિષેક કરે છે. પછી ગંધકષાય વસ વડે પ્રભુના અંગને લુંછે છે. ત્યારબાદ લક્ષ્યમૂલ્યના સદેશ વસ્ર અને મૂલ્યવાન અલંકારો પહેરાવે છે. એ બાદ પ્રભુ સેંકડો રત્નમય સ્તંભવાળી દિવ્ય પાલખીમાં મૂકેલા સિંહાસન પર પૂર્વ બાજુ મોં રાખીને બેસે છે. પ્રભુની દક્ષિણ બાજુએ કુટુંબની વડીલ સ્ત્રીઓ બેસે છે, વામ બાજુ હંસના ચિત્રવાળું વસ્ત્ર હાથમાં લઈને ધાવમાતા બેસે છે. પાછળના ભાગે એક તરૂણ સ્ત્રી છત્ર ધરીને બેસે છે. ઈશાન ખૂણામાં એક સુંદરી પૂર્ણ કળશ લઈને બેસે છે. પછી સ્વજનની આજ્ઞાથી સરખેસરખા વેશ અને શરીરવાળા હજારો પુરુષો જાતે પાલખીને ઉપાડે છે, તે સમયે શિબિકાની દક્ષિણ તરફની ઉપલી બાંહ્ય શક્રેન્દ્ર વહન કરે છે, ઉત્તર તરફની
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy