________________
૨૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
ઠાણાંગસૂત્રમાં કેટલીક દિકુમારીકાઓનું વર્ણન કરતા તેમની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. સમાન જાતિને લીધે આ દેવીઓનું આયુષ્ય પણ તેટલું જ સંભવે છે. આ દેવીઓ અપરિગૃહીતા છે આથી તેમને દિકુમારીઓ કહે છે.
શ્રી જંબુદ્રીપ પન્નતિમાં આ જન્મોત્સવનું વિસ્તૃત વિવરણ છે. અહીં તો તેમાંથી માત્ર જરૂર પૂરતો સંક્ષેપ જ આપવામાં આવ્યો છે.
©e
૧૯૯
ઈન્દ્રકૃત જન્મોત્સવનું વર્ણન
सिंहासनं सुरेंद्रस्य, कंपते युधि भीरुवत् । अवधिनार्हतां जन्म, ज्ञात्वा तदुत्सवं तनोत् ॥
--
ભાવાર્થ :- રણભૂમિમાં ડરપોક જેમ થરથર કંપે તેમ ઈન્દ્રનું આસન ભગવાનના જન્મ સમયે કંપાયમાન થાય છે. આથી ઈન્દ્ર અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ જાણીને તેમનાં જન્મનો ઉત્સવ કરે છે.
વિશેષાર્થ :- ઈન્દ્રકૃત જન્મોત્સવનું વર્ણન શાસ્ત્રોમાં આ પ્રમાણે બતાવ્યું છે ઃ- ભગવાનના જન્મ થયાનું અવધિજ્ઞાનથી જાણવામાં આવતાં ઈન્દ્ર પોતાના સિંહાસન પરથી ઊભો થઈ જાય છે અને પ્રભુની દિશા તરફ ચાલી વિનયથી શક્રસ્તવ વડે સ્તુતિ કરે છે. સ્તુતિ પૂરી થયા બાદ ઈન્દ્ર ફરી પોતાના સિંહાસન પર બેસીને “અહીં ત્રિકાળ ઉત્પન્ન થતાં ઈન્દ્રોનો એવો આચાર છે કે તેમણે અરિહંત પ્રભુનો જન્માભિષેક કરવો. એમ વિચારીને પાયદળના નાયક હરિણૈગમેષીદેવને બોલાવે છે. એ દેવ આવતાં ઈન્દ્ર આજ્ઞા કરે છે. “તું સુઘોષા ઘંટા વગાડ અને આપણાં સ્વર્ગના સૌ દેવતાઓને આપણા પ્રસ્થાનની જાણ કર.”
ઈન્દ્રની આજ્ઞા શિરોમાન્ય કરી હરિણૈગમેષી દેવ યોજન પ્રમાણવાળી સુઘોષા ઘંટાને ત્રણવાર વગાડે. તે વાગતાં જ બત્રીસ લાખ વિમાનની બત્રીસ લાખ ઘંટાઓ દિવ્ય પ્રભાવથી એક સાથે જ ગૂંજી ઊઠે, તેનો ધ્વનિ શાંત થતાં તે દેવ બોલે : “હે દેવતાઓ ! તમે ઈન્દ્ર સાથે જિનેન્દ્ર ભગવાનના જન્મકલ્યાણક ઉત્સવ ઉજવવા માટે તૈયાર થાઓ.” આ ઉદ્ઘોષણા સાંભળી બધા દેવતાઓ પોતપોતાના વાહનને સજાવે. એ પછી ઈન્દ્ર પાલક નામના યાન-વિમાનના સ્વામી દેવને વિમાન સજ્જ કરવાની આજ્ઞા કરે. આ દેવ જંબુદ્રીપ જેવડું લાખ જોજનનું પાંચસો યોજન ઉંચું પાલક નામનું વિમાન સજાવીને લાવે.
શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે : “ચાર વસ્તુ લોકમાં સમાન છે. સાતમી નરકનો અપ્રતિષ્ઠાન