SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ કોઈપણ સાત સ્વપ્ન જુવે છે, માંડલિક રાજાની માતા તેમાંથી એક સ્વપ્ન જુવે છે, બલદેવની માતા તેમાંથી ચાર સ્વપ્ન જુવે છે, પ્રતિવાસુદેવની માતા તેમાંથી ત્રણ સ્વપ્ન જુવે છે અને કોઈ મહાત્મા મુનિની માતા તેમાંથી એક સ્વપ્ન જુવે છે. પ્રસ્તુત વિષયના સંબંધમાં કહે છે કે “ત્રણ જ્ઞાનવાળા શ્રી જિનેશ્વર ભગવંત પણ ગર્ભરૂપે આવીને રહે છે. અહો ! જિનેશ્વર ભગવંતે પણ જગતનો ક્રમ ઉલ્લંધ્યો નથી.” સ્વર્ગથી ચ્યવીને જોકે ગર્ભમાં ગુપ્તપણે રહે છે તો પણ આખા વિશ્વમાં તે પ્રકટ થાય છે અને ઈન્દ્રાદિ સૌ તેમની સ્તુતિ કરે છે. ૧૯૮ જન્મકલ્યાણક વર્ણન स्वर्गाद्या नरकाद्या ये, यस्मादायांति तीर्थपाः । ज्ञानत्रयं ते तत्रैत्य, विश्रते गर्भगा अपि ॥ તીર્થકર સ્વર્ગથી કે નરકથી ગમે ત્યાંથી આવે પણ તે ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા હોય છે.” તીર્થકરના જીવને ગર્ભમાંથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. આ ત્રણેય જ્ઞાન બીજા દેવતાઓ કરતાં તીર્થંકર થનારા દેવતાઓને અનંતગુણ શ્રેષ્ઠતર હોય છે અને આ ત્રણ જ્ઞાન સાથે જ તે ગર્ભમાં અવતરે છે. જિનેશ્વરનો જીવ ગર્ભમાં આવતા જ તીર્થકરત્વના પ્રભાવથી જિનમાતાનું શરીર સ્વચ્છ અને સુગંધી થાય છે. અન્ય માતાઓની જેમ તેમનું ગર્ભસ્થળ ગંદું અને દુર્ગધમય હોતું નથી. તીર્થકરનો જીવ સુગંધમય અને સ્વચ્છ ગર્ભાશયમાં હીરાની જેમ ઉછરે છે. ગર્ભાશયમાં ત્યારે અશુભ પુદગલની સ્થિતિ કે સંચય થતો નથી. માતા આહાર લે છે તે પણ શુભરૂપે પરિણમે છે. પ્રભુના પુણ્ય પ્રભાવથી તમામ પુદ્ગલ નિર્મળ થાય છે. આ ઉપરાંત બીજો પણ એ પ્રભાવ પડે છે કે તીર્થંકરનો જીવ ગર્ભમાં આવી ગયા બાદ તે માતાના ગર્ભમાં પુનઃ બીજો જીવ ઉત્પન્ન થતો નથી. આ સંબંધમાં શ્રી ભક્તામર સ્તોત્રમાં કહ્યું स्त्रीणां शतानि शतशो जनयंति पुत्रान् । नान्या सुतं त्वदुपमं जननि प्रसूता ॥ सर्वा दिशो दधति भानि सहस्ररश्मि । प्राच्येव दिग जनयति स्फुरदंशुजालम् ॥
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy