________________
૨૦૬.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ જિનદાસ જેવો નદીમાં કૂદવા ગયો ત્યાં જ વ્યંતરદેવ તેની સમક્ષ આવ્યો. તેને પગે પડ્યો અને કહ્યું: “હે સત્પરુષ ! આજે તમે મારા જીવનનો ઉદ્ધાર કર્યો છે. માર્ગ ભૂલેલા મને રાહ બતાવ્યો છે. તમે તો મારા આરાધ્ય ગુરુદેવ છો. માંગો, જે માંગશો તે આપીશ.”
જિનદાસ : “દેવ ! તમે પ્રસન્ન થયા હો તો જીવહિંસા બંધ કરો.”
બંતર: “હે ગુરુ! એ તો તમે મારું હિત થાય તે માંગો છો. છતાંય તમારું વચન માનીને હવે હું હિંસા કરીશ નહિ તેમજ બીજા પાસે કરાવીશ પણ નહિ અને હવે તમારે કે બીજા કોઈને ફળ લેવા માટે અહીં દૂર સુધી આવવું નહિ પડે. હું દરરોજ તમને સવારે તમારા ઘરે પગે લાગવા આવીશ ત્યારે જે ફળ પાક્યું હશે તે લેતો આવીશ.”
અને વ્યંતરદેવે વિદ્યાના બળથી જિનદાસને તેના ઘરે ઉંચકીને મૂકી દીધો. રાજા જિનદાસને જીવતો પાછો આવેલો જોઈ આશ્ચર્યમાં પડી ગયાં. જિનદાસે નવકારમંત્રના જાપની સઘળી ઘટના કહી સંભળાવી. એ જાણી રાજાએ કહ્યું: “મને પણ તમારો ચમત્કારિક નવકારમંત્ર શીખવાડો.” થોડા સમય બાદ નગરમાં કોઈ જ્ઞાનીભગવંત પધાર્યા. જિનદાસ રાજાને લઈને તેમને વંદન કરવા ગયો. જિનદાસે ગુરુને વિનયથી કહ્યું : “હે પૂજય ! અમારા રાજાને નવકારમંત્ર શીખવાડો અને તેનું ફળ સંભળાવો.”
ગુરુએ કહ્યું : “નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ ટાળે છે. નવકારનું એક પદ પચાસ સાગરોપમનું પાપ ટાળે છે અને આખો નવકાર પાંચસો સાગરોપમનું પાપ ટાળે છે. - જે જીવ એક લાખ નવકાર ગણે અને નવકારમંત્રની વિધિથી પૂજા કરે તે તીર્થકર નામ ગોત્રકર્મ બાંધે છે. જે કોઈ આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર અને આઠસો આઠ નવકાર ગણે તે ત્રીજા ભવે સિદ્ધિપદને પામે છે.”
આલોક સંબંધી તેનું ફળ આ પ્રમાણે છે. પશ્ચાનુપૂર્વી વડે એક લાખ નવકાર ગણવાથી સાંસારિક લેશો તત્કાળ નાશ પામે છે. જાપ કરવામાં અશક્ત હોય તેણે નવકારવાળી હૃદયની સમશ્રેણીએ રાખીને વિધિપૂર્વક જાપ કરવો.
પૃથ્વી પ્રમાજી કટાસણે બેસી અને મુખે વસ્ત્ર રાખી જાપ કર્યો હોય તો તે જાપ સ્વાધ્યાય કહેવાય છે.” જાપ સંબંધમાં કહ્યું છે કે “અંગુલીના અગ્રભાગ વડે, મેરૂનું ઉલ્લંઘન કરીને અને વ્યગ્રચિત્તે જાપ કર્યો હોય તો તેનું ફળ પ્રાયઃ અલ્પ મળે છે.”
જાપ કરતાં થાકી જવાય તો ધ્યાન કરવું. ધ્યાન ધરતાં થાકી જવાય તો જાપ કરવો અને બંનેથી થાકી જવાય તો સ્તોત્રપાઠ કરવો એમ ગુરુએ કહ્યું છે. અનાનુપૂર્વી વડે નવકાર ગણવાથી ક્ષણમાં છમાસી તપ વગેરેનું પુણ્ય પ્રાપ્ત થાય છે. નવકારમંત્રનું આવું વિશાળ ફળ જાણી રાજા શ્રાવક થયો અને શ્રાવકધર્મની રૂડી આરાધના કરી સ્વર્ગે ગયો.
નવકારમંત્ર શ્રદ્ધાથી અને શુદ્ધતાથી ભણવામાં આવે તો આજે આ વીસમી સદીમાં પણ