SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ હરખાતો તે પોતાની માતાના ચરણમાં પડ્યો અને પોતાની પરાક્રમી વિજયગાથા કહી. પણ માતાએ તે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. તેના ચહેરા પર આનંદ અને ગૌરવની એક પણ રેખા ન ફરકી. માતાને ઉદાસીન જોઈ સંપ્રતિએ પૂછ્યું : “માતાજી ! હું આવો મહાન વિજય મેળવીને આવ્યો છું છતાંય તમને આનંદ કેમ નથી થતો?” માતાએ કહ્યું: “સંપ્રતિ ! આનંદ કેવી રીતે થાય? રાજ્યના લોભથી તેં સંસાર વધાર્યો છે. એ સંસાર વધાર્યાના પાપનો બોજ ઉપાડી આજ તું મારી પાસે આવ્યો છું. તું પાપ વધારીને આવે તો મને કેવી રીતે આનંદ થાય ? તું જિનચૈત્ય કરાવવા જેવા પુણ્યના કામ કરીને આવે તો મને આનંદ થાય. બાકી આ વિજય એ મારા માટે આનંદનો નહિ, આંસુનો પ્રસંગ છે અને વત્સ ! મેં આચાર્યશ્રી આર્યસુહસ્તસૂરિજી પાસેથી સાંભળ્યું છે કે જિનપ્રાસાદ કરાવવાથી ઘણું પુણ્ય થાય છે. કહ્યું છે કે - શ્રી જિનપ્રાસાદમાં વપરાયેલ લાકડાં વગેરેમાં જેટલા પરમાણુ છે તેટલા લાખ વરસ સુધી તે પ્રાસાદ બંધાવનાર સ્વર્ગનું સુખ પામે છે. લૌકિકમાં કહ્યું છે કે “ઘરના છાપરામાં રહેલા સૂક્ષ્મ છિદ્રોમાંથી આવતા સૂર્યના તડકામાં જે સૂક્ષ્મ રજ જોવામાં આવે છે તેનો ત્રીસમો ભાગ પરમાણુ કહેવાય છે.” આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે “નવો જિનપ્રાસાદ કરાવવાથી વિવેકી પુરુષને જે પુણ્ય બંધાય છે તેનાથી આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવાથી થાય છે.” આગ, જળ, ચોર, યાચક, રાજા, દુર્જન તથા ભાગીદારો વગેરેથી ઉગરેલું ધન જે જિનપ્રાસાદ વગેરેમાં વાપરે છે તે પુરુષને ધન્ય છે.” માતાએ કહ્યું: “હે વત્સ ! આચાર્યશ્રી પાસેથી મેં આ સાંભળ્યું છે અને વત્સ! ચૈત્ય કરાવવામાં મોટું પુણ્ય થાય છે તેનું કારણ એ પણ છે કે ચૈત્યપરિમિતક્ષેત્રને ચૈત્ય કરાવનારે સંસારારંભના વ્યાપારમાંથી દૂર કરીને ધર્મવ્યાપારમાં જોડી દીધું છે અને એવું સાંભળ્યું છે કે “જેટલાં ક્ષેત્રમાં ચૈત્ય હોય તેટલા ક્ષેત્રમાં ચૂલા માંડવા નહિ, તેમજ રાંધવું, પીરસવું, વિષયસેવન કરવું, જુગાર રમવો અને ખેતી કરાવવી વગેરે અધર્મ કાર્ય કરવા નહિ. ચૈત્ય ક્ષેત્રને આવા કર્મોથી દૂર રાખવું. સંપ્રતિ ! બીજી એક બાબત અંગે પણ તારું ધ્યાન દોરું છું. જિનાલય બંધાવનારે તલાદેવીની જેમ અભિમાન કરવું નહિ. કુંતલાદેવીની કથા કુંતલા અવનીપુર નરેશ જિતશત્રુની પટરાણી હતી. જિતશત્રુને કુંતલા ઉપરાંત બીજી પણ
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy