________________
૧૬૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ “ઋતુવાળી સ્ત્રીને માટે સાત દિવસ સુધી જિનભવનમાં ગમન, ગૃહપ્રતિમાની પૂજા અને સ્વાધ્યાયનો નિષેધ કરેલો છે.”
કેટલાક મૂઢ લોકો ઋતુવાળી સ્ત્રીને પઠન-પાઠનનો નિષેધ કરતા નથી. તેઓ પોતાની ઘેલી કલ્પનાથી કહે છે કે – “શ્રી વીરપ્રભુના પરિવારની સાધ્વીઓ ઋતુપ્રાપ્ત થાય તો પણ પોતાની વાચના છોડતા નથી. કારણ કે ઋતુસ્ત્રાવ થવો એ દેહનો સ્વાભાવિક ધર્મ છે.”
પરંતુ આમ કહેવું યોગ્ય નથી. ગીતાર્થ ગુરુ ભગવંતો કહે છે કે – “એ સાધ્વીઓ છદ્દે અને સાતમે ગુણઠાણે વર્તે છે આથી તેમને એ દોષ સંભવતો નથી એમ સાંભળ્યું છે.”
સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રથી શરીર લૂંછવું અને સ્નાનવસ્ત્ર ઉતારીને બીજું પવિત્ર વસ્ત્ર પહેરવું. ભીનો પગ જમીન પર મૂકવો નહિ તેમજ લાકડાની કે રબ્બરની પાદુકાઓ પણ પહેરવી નહિ. પગ લૂંછી પવિત્ર સ્થાને ઉત્તર દિશા તરફ મોં રાખીને સાંધા વિનાના બે શ્વેત વસ્ત્ર પહેરવાં.
કહ્યું છે કે –
“હે રાજન ! સાંધેલું, બળેલું, ફાટેલું અને બીજાનું વસ્ત્ર દેવપૂજા માટે પહેરવું નહિ.” પુરાણમાં પણ કહ્યું છે કે –
“જે વસ કટિને અડક્યું હોય અર્થાતુ પહેરેલું હોય, જે વસ્ત્ર પહેરી મળ, મૂત્ર કે મૈથુન કર્યું હોય તે વસ્ત્ર દેવકર્મમાં વજર્ય છે.
વળી એમ પણ કહ્યું છે કે -
એક વસ્ત્ર પહેરીને જમવું નહિ અને દેવપૂજા કરવી નહિ અને સ્ત્રીઓએ કંચૂક વિના દેવપૂજા કરવી નહિ. આથી સ્પષ્ટ થાય છે કે પુરુષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર પહેર્યા વિના દેવપૂજા કરવી યોગ્ય નથી.
, સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે – “સાહી સુરજ ને એક વસનું ઉત્તરાસંગ કરવું” ઉત્તરાસંગ અખંડ વસ્ત્રનું જ કરવું, ફાટેલું કે સાંધેલું પહેરીને પૂજા કરવી નહીં.
ઘણા એમ કહે છે કે રેશમી વસ્ત્ર પહેરીને ભોજન વગેરે કર્યું હોય તો પણ તે વસ્ત્ર પવિત્ર રહે છે. આ લોક માન્યતા અપ્રમાણ છે. રેશમી વસ્ત્ર પણ સુતરાઉ વસ્ત્રની જેમ ભોજન, મળ, મૂત્ર વગેરે અશુચિ સ્પર્શથી વર્જિત હોય તો જ તે દેવપૂજામાં પહેરવા યોગ્ય છે. પહેરેલું ધોતિયું પણ થોડા સમય માટે જ વાપરવું.