________________
૧૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ હતો. તેઓશ્રીએ ઉપદેશ દેતાં કહ્યું – “યૌવનમાં અને વૃદ્ધાવસ્થામાં અજ્ઞાનપણે જે પાપ કર્યું હોય તે સર્વ પાપ શ્રી સિદ્ધગિરિના સ્પર્શથી વિલય પામે છે.
એક વખત ભોજન કરનારો, ભૂમિ પર સૂનારો, બ્રહ્મચર્ય પાળનારો, ઈન્દ્રિયોને વશમાં રાખનારો, સમ્યગ્દર્શનથી યુક્ત અને છ આવશ્યક (પ્રતિક્રમણ) કરનારો સિદ્ધાચલની યાત્રા કરે તો તે સર્વ તીર્થની યાત્રાનું ફળ પામે છે.
હે કુમારપાળ ! ત્રણેય જગતમાં આ સિદ્ધાચલ જેવું એક પણ મહાન તીર્થ નથી. પહેલા ગણધરના નામ ઉપરથી તેનું નામ પુંડરિક પડેલું છે. આ અંગે કહ્યું છે કે –
ચૈત્ર સુદી પૂનમના દિવસે પાંચ કરોડ મુનિઓ સાથે શ્રી પુંડરિક ગણધર જે તીર્થે નિર્મળ સિદ્ધિ સુખને પામ્યા તે પુંડરિક તીર્થ જયવંતુ હો ! આથી ચૈત્રી પૂનમના દિવસે દસ, વસ, ત્રીસ, ચાલીસ અને પચાસ પુષ્પમાળા જે ચડાવે છે તે અનુક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે.”
હે રાજનું ! શાસ્ત્રોક્ત વિધિથી ચૈત્રી પૂનમે દેવવંદન અને પુંડરિક ઉદ્યાપન વગેરે ક્રિયા કરવી. યાત્રામાં પણ સંઘવીપદ ભાગ્યથી જ પ્રાપ્ત થાય છે. હે કુમારપાળ ! ઈન્દ્રાદિકની પદવી સુલભ છે, પરંતુ સંઘપતિની પદવી દુર્લભ છે. કહ્યું છે કે – આ સંઘ પ્રભુને પણ માન્ય અને પૂજ્ય છે. તેવા સંઘનો જે અધિપતિ થાય તેને લોકોત્તર સ્થિતિવાળો જ સમજવો.
આચાર્યશ્રી પાસેથી સિદ્ધાચલ તીર્થનો મહિમા સાંભળી કુમારપાળે સંઘ કાઢવાનો નિર્ણય કર્યો. આચાર્યશ્રીએ આઠ સ્તુતિથી દેવવંદન વગેરે વિધિ કરાવીને કુમારપાળને સંઘપતિની પદવી આપી. શુભ ચોઘડિયે અને દિવસે હાથી ઉપર સુવર્ણનું જિનાલય મૂકાવીને કુમારપાળે શ્રીસંઘ સાથે શ્રી સિદ્ધાચલની યાત્રા માટે પ્રયાણ કર્યું. આ સંઘમાં પહેલાં બોંતેર સામંતના દેવાલયો, તે પછી ચોવીશ મંત્રીના દેવાલયો અને તે પછી અઢારસો વેપારીઓનાં જિનચૈત્યો એમ અનુક્રમે ચાલ્યાં.
કુમારપાળ સંઘમાં જોડાયેલા સાધર્મિકોની ભાવથી ભક્તિ કરતો હતો. જેઓ ભાતુ ન લાવ્યા હોય તેમને પ્રેમ અને આદરથી ભાતુ આપતો હતો અને સગા ભાઈઓ એક સાથે યાત્રાએ જતા હોય તે પ્રમાણે દરેકની સારસંભાળ રાખતો હતો.
રસ્તામાં કુમારપાળે આચાર્ય ભગંતને યાત્રાનો વિધિ પૂક્યો. આચાર્ય ભગવંતે તેની આ પ્રમાણે સમજ આપી :
सम्यक्त्वधारी पथि पादचारी, सचित्तवारी वरसीलभारी । भूस्वापकारी सुकृतिस्सदैकाहारी विशुद्धां विदधाति यात्राम् ॥
“સમતિ ધારણ કરીને, પગપાળા, સચિત્તનો ત્યાગ કરીને, બ્રહ્મચર્યનું પાલન કરતાં, પૃથ્વી પર સૂઈને અને એક વખત ભોજન લઈને સુકૃતિ પુરુષ વિશુદ્ધ યાત્રા કરે છે.”