SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ મૂળદેવે રાજ્યનું ધર્મમય પાલન કર્યું. દાનધર્મ કરી તેણે પોતાનો માનવભવ સફળ કર્યો. માત્ર અડદના થોડા દાણાના દાનના પ્રભાવથી મૂળદેવ રાજસુખ પામ્યો. દાનના સિંચનથી તેનું પુણ્ય વધ્યું. અહીં શિષ્ય જિજ્ઞાસાથી દાનનાં ભેદ પૂછે છે, ગુરુ ઉત્તર આપતાં કહે છે કે - “સુપાત્ર દાન, અભયદાન, ઉચિતદાન, કીર્તિદાન અને અનુકંપાદાન એમ પાંચ પ્રકારનાં દાન છે. સુપાત્રમાં પુણ્ય બુદ્ધિથી આપવું તે સુપાત્રદાન. કોઈ પ્રાણીનો જીવ બચાવવો તે અભયદાન. માતા, પિતા, પુત્ર, સ્વજનો અને આપ્તજનોને આપવું તે ઉચિતદાન. કીર્તિને માટે યાચકો વગેરેને આપવું તે કીર્તિદાન અને દીન-દુઃખીઓને આપવું તે અનુકંપાદાન. શિષ્ય પૂછે છે કે - “આ પાંચ પ્રકારનાં દાનમાં સુપાત્રદાન એક જ સર્વોત્તમ છે એમ વારંવાર કહેવાનું કારણ શું છે?” ગુરુએ કહ્યું : “વત્સ ! આ પાંચ દાનમાં પ્રથમ બે સુપાત્રદાન અને અભયદાન મોક્ષને આપનારા છે. આમાં અભયદાન સર્વ વ્રતોમાં પ્રથમ કહ્યું છે અને સુપાત્રદાન સર્વ વ્રતોમાં છેલ્લું કહ્યું છે. બાકીના જે ત્રણ દાન છે તે સાંસારિક, ભૌતિક સુખ આપનારા છે. તેથી તેમજ પહેલાં તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવ અને છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર પરમાત્મા સુપાત્રદાન દેવાથી સુખી થયા હતાં. આથી સુપાત્રદાનને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે.” “અલ્પદાનના મહત્ત્વથી મૂળદેવ, નયસાર, ચંદનબાળા, શ્રેયાંસકુમાર અને શ્રી ઋષભદેવ ભગવંતનો જીવ ધનાસાર્થવાહ મોટા ફળને પામ્યાં છે. આથી શ્રાવકોએ છેલ્લું અતિથિસંવિભાગ વ્રત અંગીકાર કરવું જોઈએ. ૧૦. નિશ્વય-વ્યવહારથી ૧૨ વ્રતો આ વ્યાખ્યાનમાં બાવ્રતનું નિશ્ચય અને વ્યવહારથી વિવેચન કરવામાં આવે છે. एकैकं व्रतमप्येषु द्विद्विभेदेन साधितम् । તાિ સુધી શ્રાદ્ધ, વિદાય વતાવો ભાવાર્થ:- બારવ્રતો નિશ્ચય અને વ્યવહારથી બબ્બે ભેદવાળા બતાવવામાં આવ્યાં છે. સદ્ગદ્ધિવાળા શ્રાવકોએ તે બરાબર જાણીને તેને આદરવાની રુચિ રાખવી. વિશેષાર્થ:- શ્રાવકના માટે બારવ્રત કહેવામાં આવ્યાં છે. આ દરેક વ્રત નિશ્ચય અને વ્યવહારથી આદરવાના હોય છે, આ બંને પ્રકારના ભેદની સમજ આ પ્રમાણે આપવામાં આવે છે. અન્ય જીવમાં પણ મારા જેવો જ આત્મા છે તેને પણ મારા જેવી જ દુઃખની વેદના થાય.
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy