SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ સમય જતાં ભરતનાં રાજરસોડે શ્રાવકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ. આથી રસોયા કંટાળવા લાગ્યાં. તેમણે ભરત ચક્રવર્તીને કહ્યું: “રાજનું ! રાજરસોડે જમવા આવનારાઓમાં કોણ શ્રાવક છે અને કોણ શ્રાવક નથી તેનો ભેદ સ્પષ્ટ થતો નથી. આથી આ સંબંધમાં કંઈક ઘટતું કરવા કૃપા કરશો.” ભરતે તેમને કહ્યું : “તેમને બાર વ્રત પૂછીને ભોજન આપવું.” એ પછી શ્રાવકોને ઓળખી કાઢવા માટે રાજાએ કાકિણી રત્ન વડે શ્રાવકોના શરીર પર ત્રણ ત્રણ વાર લીટા કરાવ્યાં અને ઘોષણા કરાવી કે આવા લીટાવાળા બારવ્રતરૂપ બાર તિલક કરનારા અને ભરતે કહેલા ચાર વેદને જાણનારા જે હોય તે શ્રાવક ગણવામાં આવશે. નવા શ્રાવકો થતાં તેમને પણ આ રીતે વિધિ કરવામાં આવતી. ભરત ચક્રવર્તી પછી તેમના પુત્ર આદિત્યયશાએ શ્રાવકોને ઓળખવા માટે તેમને સોનાની યજ્ઞોપવિત પહેરાવી. આદિત્યયશાના પછી મહાયશા આદિ જે રાજાઓ થયા તેમણે શ્રાવકોની ઓળખ માટે રૂપાની યજ્ઞોપવિત પહેરાવી. ત્યાર પછી કેટલાક વિચિત્ર પટ્ટસૂત્રની યજ્ઞોપવિત કરાવી. ત્યારથી યજ્ઞોપવિતની પ્રથા શરૂ થઈ જે આજ સુધી ચાલે છે. કલિકાલસર્વશે આ વિસ્તારથી સમજાવી કુમારપાળને કહ્યું: “હે રાજન્ ! તમારે બાર વ્રતમાં સાધમિવાત્સલ્ય કરવું યોગ્ય છે.” આ પછી કુમારપાળે પોતાના શાસન સમય દરમિયાન શ્રાવકોનો તમામ કર માફ કર્યો. આ કરની ઉપજ વરસે બોંતેર લાખ દ્રવ્ય હતી. આ કર તો માફ કર્યો પણ એ ઉપરાંત કુમારપાળે સાધર્મીઓના ઉદ્ધાર માટે ચૌદ કોટિ દ્રવ્યનો ખર્ચ કર્યો. કુમારપાળ માટે ઈતિહાસની નોંધ છે કે “રાજા કુમારપાળ ઘી, ભાત, મગ, શાક, વડાં, વડી અને તીખા વઘારીઆ પદાર્થો શ્રાવકોને ભાવપૂર્વક જમાડતાં. દુઃખી શ્રાવકોના કુટુંબને શ્રેષ્ઠ વસ્ત્રો આપતા હતાં અને જૈનધર્મને વિષે રહીને તેમણે અનેક દાનશાળાઓ સ્થાપી હતી. આવી રીતે શ્રાવકના બારમા વ્રતમાં ઊંચે પ્રકારે સાધર્મિક ભક્તિને વિસ્તારતાં. કુમારપાળ રાજાએ સંપ્રતિ અને ભારત આદિ રાજાઓનું સ્મરણ કરાવ્યું હતું.” આજની વીસમી સદીની અસહ્ય મોંઘવારીમાં સાધર્મિક બંધુઓની પરિસ્થિતિ ઘણી વિકટ છે. ઘણાં કુટુંબો એવા છે કે જેમને ત્યાં માત્ર એક ટંક જ ચૂલો સળગે અને તેમાંય એકાદ જ વાનગી રંધાય છે. ઘણાં સાધર્મિક બંધુઓની આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. આ સંજોગોમાં સુખી અને સંપન્ન શ્રાવકોની સીદાતા સાધર્મિક ભાઈ-બહેનોના દુઃખમાં ભક્તિભાવથી સહભાગી થવાની પવિત્ર ફરજ છે. અન્ન, વસ્ત્ર, ઔષધ વગેરેથી તેમને સહાયભૂત થવું જોઈએ. આપણો સાધર્મી દુઃખી અને દરિદ્ર હોય ત્યારે આપણે જે કંઈ ધર્મ કરીએ તે પરિપૂર્ણ ઉગી નીકળે નહિ. માટે આજના સમયમાં સુખી અને સંપન્ન શ્રાવકોએ સીદાતા સાધર્મી ભાઈબહેનોને સહાય કરવામાં સજાગ રહેવું જોઈએ.
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy