SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૧ 111 ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ અભયકુમારે કહ્યું – “તમે ચિંતા ન કરશો. તેના અસલ માલિકને હું શોધી કાઢીશ.” અભયકુમારે તુરત જ કંદોઈને બોલાવ્યો અને કહ્યું – “સાચેસાચું કહેજે આ રત્ન શું તારું છે? જો જુઠું બોલ્યો છે તો મીઠાના કોરડાથી તારી ચામડી ઉતારી લેવાશે.” અને કંદોઈએ ભયથી થરથરતાં થરથરતાં બધી જ વાત કહી દીધી. શ્રેણિકે તુરત જ કૃતપુણ્યને બોલાવ્યો અને પોતાની પુત્રી મનોરમા સાથે તેના લગ્ન કરાવ્યાં. એક દિવસે કૃતપુણ્ય અભયકુમારને અગાઉની બધી વાત કરી કહ્યું – “આ નગરમાં મારી ચાર પત્નીઓ અને ચાર પુત્રો રહે છે. તેમને દીઠે હું ઓળખું છું પરંતુ તે ક્યાં રહે છે તે મને ખબર નથી. તમે મને એની ભાળ કરાવી આપો.” અભયકુમાર બુદ્ધિનો ભંડાર હતો. કોઈપણ કોયડો ઉકેલવો તે તેના માટે રમત હતી. તેણે વિચાર કરીને એક મહેલ બનાવ્યો. તેમાં આવવા-જવાના બે માર્ગ બનાવ્યાં. મહેલનાં વચલા ભાગમાં કૃતપુણ્યની આબેહૂબ પ્રતિમા પધરાવી પછી પટલ વગડાવ્યો - “પુત્રવાળી નગરની તમામ સ્ત્રીઓએ પુત્ર સહિત આ પ્રતિમાની પૂજા કરવી.” પટહ સાંભળી પુત્ર સાથે અનેક સ્ત્રીઓએ મહેલમાં આવી. એક દિવસ રૂપવતીની પેલી ચાર પુત્રવધૂઓ પણ પુત્ર સાથે આવી. કૃતપુયે તેમની સામે આંગળી ચીંધી અભયકુમારને કહ્યું - “આજ મારી પત્નીઓ છે.” અભયકુમારે તેને ચૂપ રહેવા કહ્યું. પ્રતિમા જોઈ પુત્રો બોલી ઉઠ્યાં – “આ તો અમારા પિતા છે.” એમ કહી કોઈ તેમના ચરણને પગે લાગવા લાગ્યો તો કોઈએ તેમના માથાનો સ્પર્શ કર્યો. પુત્રોની માતાઓએ પણ પૂર્વ પતિને પતિભાવે ચરણસ્પર્શ કર્યો. આ જોઈ અભયકુમારે કહ્યું – “કૃતપુણ્ય ! લે તારા આ પુત્રો અને આ તારી પત્નીઓ.” અનંગસેના પણ ત્યાં આવી અને તે પણ તેની પત્ની બની. આમ કૃતપુણ્યને સાત સાત પત્નીઓ થઈ. સાત પત્નીઓ સાથે સમય વહેતો ગયો. ત્યાં જગદુદ્ધારક ભગવાન મહાવીર રાજગૃહીમાં સમોસર્યા. તેમની ભવતારક દેશના સાંભળી કૃતપુણે પૂછ્યું - ભગવન્! મારા કયા કર્મના ઉદયથી મને આમ છૂટક છૂટક સંપત્તિ અને વિપત્તિ મળી ?” ભગવાને કહ્યું – “કૃતપુણ્ય ! તારો પૂર્વભવ સાંભળ. શ્રીપુરનગરમાં એક નિર્ધન ગોવાળ પુત્ર હતો. એક દિવસ ઘેર ઘેર ખીરના ભોજન થતાં જોઈ પુત્રે માતા પાસે ખીર માંગી. માતાના સંજોગો ખીર બનાવી શકે તેવા ન હતાં. પુત્રની જીદથી તે રડવા લાગી. એ જોઈ દયાળુ પાડોશણીએ તેને ખીરની સામગ્રી આપી. માતાએ પછી ખીર બનાવી અને તે કોઈ કામે બહાર ગઈ. ત્યાં ગોવાળને આંગણે માસક્ષમણના તપસ્વી ગોચરી માટે પધાર્યા. ગોવાળપુત્રે ઉલ્લાસથી તેમને થોડીક ખીર વ્હોરાવી. એ ખીર થોડી છે એમ જાણી બીજી વખત વ્હોરાવી. આમ તેણે ત્રણ
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy