SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ વાપર્યું પણ ઘણું, તેનો યશ દિશાઓમાં વિસ્તાર પામ્યો. શેઠનું ધન શુકનવંતુ, શુદ્ધ અને માંગલિક માની લોકો વ્યાપારાદિમાં લેવા લાગ્યા, વહાણવટીઆ પણ સમુદ્રી ઉપદ્રવ ન થાય તે માટે પણ તેમનું દ્રવ્ય લઈ દરિયાવાટે જતા. પરિણામે શેઠના દ્રવ્યની, કીર્તિની વૃદ્ધિ તો થઈ પણ તેમનું નામ પણ માંગલિક ગણાવા લાગ્યું. આજે પણ ખેવટીયા વહાણ ચલાવતાની સાથે હલાકશેઠને હલાસા..... ઓ હેલાસા..... એમ કહી યાદ કરે છે. આમ તેમનું નામ પવિત્ર ગણાય છે, ને આજે પણ લેવાય છે. શુદ્ધ વ્યવસાય આ લોકમાં પ્રતિષ્ઠા, માન-મોભો આદિ અને પરલોકમાં સદ્ગતિ અને સુખ-સંપત્તિનું કારણ બને છે. ધનપ્રાપ્તિનો અમોઘ ઉપાય પણ નીતિમત્તા જ છે. આ પ્રમાણે નૈતિક અનૈતિક વ્યવસાયના ફળને જણાવનાર આ હલાકશેઠનું ઉદાહરણ સુંદર અને મનનીય છે. ચોરીના ફળ નઠારાં પરાયા ધનને ગ્રહણ કરતો ચોર, દૂધ પીતો બીલાડો જેમ માથા ઉપર ઉગામાયેલ લાકડીને જોઈ શકતો નથી તેમ વધ-બંધન કે વિડંબના જોઈ શકતો નથી. લોકમાં પારધી, ભીલ, માછીમાર કે હિંસકપશુઓ માટે દંડનું વિધાન નથી પણ ચોરને અપરાધી માનવામાં આવે છે ને તેને દંડ-શિક્ષા રાજા પણ કરે છે. માટે જણાય છે કે હિંસકો કરતા ચોર મોટો અપરાધી છે. તે વાત લોહખુરના દષ્ટાંતથી જણાય છે. લોહખુરનું દષ્ટાંત શ્રેણિકરાયના પિતા પ્રસેનજિત મગધનું શાસન ચલાવતા હતા. લોહખુર નામનો ચોર રાજગૃહીમાં ઘણી વાર ચોરી કરી જતો પણ પકડાતો નહીં. એકવાર તે જુગાર રમવા બેઠો ને થોડી જ વારમાં કેટલુંક ધન જીતીને ઊભો થયો. ઉત્સાહમાં આવી તેણે જીતેલું ધન માંગણને ગરીબોને આપી દીધું. મધ્યાહ્ન થવા આવ્યું. તેને કકડીને ભૂખ લાગી. ઘરે જતો હતો પણ રાજમહેલ પાસેથી નિકળતા સરસ રસવતીની સોડમ આવી. તેણે નક્કી કર્યું કે આજે રાજાના રસોડામાં જમવું. તેની પાસે એવું અંજન હતું કે તે લગાડતાં લોહખુર અદશ્ય થઈ શકતો. અંજન આંજી અદશ્ય થઈ તે રાજમહેલમાં રાજા જમતા હતા તેમની પાસે બેસી તેમની થાળીમાંથી જ જમવા લાગ્યો. કદી નહિ ચાખેલું એ ભોજન તેને ઘણું ભાવ્યું. સારી રીતે જમીને તે ઘરે આવ્યો. પણ હવે તેને ઘરનું ભોજન ભાવતું નહીં. રસલોલુપતાથી તે પ્રતિદિવસ અદશ્ય થઈ રાજાની સાથે જમવા લાગ્યો. સ્વાદની લોલુપતા વિચિત્ર વસ્તુ છે, જે વય વધવાની સાથે વધતી જાય છે. સિદ્ધાંત કહે છે કે - “ઇંદ્રિયોમાં જીભ જીતવી કઠિન છે. કર્મોમાં મોહનીય કર્મનું પ્રાબલ્ય છે. વ્રતમાં બ્રહ્મચર્યવ્રત દુષ્કર છે અને
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy