SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ ગણાય. બે ભેદવાળા સ્વામીઅદત્તમાં શ્રાવકે સૂક્ષ્મમાં જયણા (ઉપયોગ) રાખી વર્તવું ને પૂલનો સદંતર ત્યાગ કરવો. ચોરી ઘણી જ ખરાબ વસ્તુ છે. તેને વધ કરતાં પણ અધિકી કહી છે. વધથી પ્રાણી શીઘ અને એક જ મરે છે, ત્યારે ચોરીથી માલધણી રીબાયા કરે છે, તેનો આખો પરિવાર ખેદ ને વ્યથા. પામે છે. કોઈકવાર ખાવા-પીવાની કઠિનાઈ કે આબરૂનો પ્રશ્ન ઉપસ્થિત થતાં નિરાશ થઈ આખું કુટુંબ મરવા તૈયાર થાય છે. ચોરી કરતાં ટેવ પડે છે. તે માણસ જ્યાં જ્યાં જાય ત્યાંથી શું ઉપાડવું? એની પેરવીમાં જ પડ્યો હોય. આડોશ-પાડોશવાળા પણ તેને ઘરે ન આવવા દે. આ લોકમાં અપયશ, અવિશ્વાસ રાજદંડ, માર-ફૂટ પામે ને પરલોકમાં દુર્ગતિ. ઉત્તમ કુળમાં અવતરેલા આત્માઓ ચોરી કરતાં નથી. ચોરી છોડીને રોહિણેય દિવ્યવૈભવ પામ્યો હતો. વિવેકવાન પરાયું ધન લેતા નથી. રોહિણેય ચોરની કથા વૈભારપર્વતની ઘોર ગુફામાં લોહખુર નામનો નામીચો ચોર રહેતો. તેના રોહિણેય નામના પુત્રને શિખામણ આપતાં તેણે કહ્યું – “દીકરા ! હું તને એક હિતની વાત કહું છું કે તારે ભૂલેચૂકે પણ મહાવીરનું વચન સાંભળવું નહીં. હાલમાં કેટલાક સમયથી તે આપણાં મગધમાં ફરે છે. તે ઘણી સરળતાથી સામાના ભેજામાં પોતાની વાત ઉતારી શકે છે. આપણા માટે એનાથી બચવું આવશ્યક હોઈ સદા સુદૂર રહેવું. રોહિણેયે તે માટે સાવધાન રહીશ એમ જણાવ્યું. એકવાર તે ચોરીનું લક્ષ્ય કરી નિકળ્યો. રાજગૃહીના સીમાડા સ્ત્રી-પુરુષો-વૃદ્ધ યુવાનોથી ઉભરાતા હતા. દૂર દૂરથી અશોકવૃક્ષયુક્ત સોનારૂપાના પ્રાકાર (સમવસરણ) દેખાતા હતા. ભગવાન મહાવીરદેવના જયઘોષ પ્રતિધ્વનિત થતા હતા. કરુણાનિધિ-પ્રભુ સિંહાસને બિરાજ્યા હતા. આજે તેઓ દેવો, તેમના વિસ્મયકારી સુખ-વૈભવ ને અંતે તેનો પણ કરુણ વિનાશ ! આદિ પ્રવચન ફરમાવતા હતા. સાવચેત થયેલા રોહિણેયે તરત કાનમાં આંગળી નાખીને દોટ મૂકી. ભાગજોગે તેના પગમાં કાંટો વાગ્યો ને કાનમાંથી આંગળીઓ નિકળી ગઈ. તેણે કાંટો ખેંચી કાઢી પાછા કાન બંધ કર્યા. પણ એટલી વારમાં આટલા શબ્દો તેના સાંભળવામાં આવ્યા. अनिमिस-नयणा मणकज्जसाहणा पुष्फदाम अमिलाणा। चरंगुलेण भूमिं न च्छुवंति सुरा जिणा बिंति ॥ १ ॥ અર્થ - નિમેષ (પલકાર) રહિત નેત્રોવાળા, યથેચ્છ કાર્ય સાધનારા, ન કરમાય તેવી પુષ્પમાળાવાળા દેવતા હોય છે. તેઓ સદા ધરતીથી ચાર આગળ ઊંચા રહે છે. એમ તીર્થકરો કહે છે. આ સાંભળી તે ખિન્ન થઈ ગયો. ક્યાંથી આ મહાવીરની વાણી સાંભળી? રાતે તે ચોરી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy