SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૬૩ દ્રૌપદીની કથા (લૌકિક શાસ્ત્ર મુજબ) હસ્તિનાપુરના ઉદ્યાનમાં માઘ મહિને અઠ્યાસી હજાર સંન્યાસી ઋષિઓ આવ્યા. ત્યાંના રાજા યુધિષ્ઠિરે તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું - ‘રાજા, તમારા જેવા મહારાજા ધર્મરાજને ત્યાં અમે જમવા આવીએ પણ તમે આંબાના રસથી ભોજન કરાવો તો.' રાજા વિમાસણમાં પડ્યા. ઋતુ વિના અકાળે આમ્રરસ લાવવો ક્યાંથી ? ત્યાં અચાનક દેવર્ષિ નારદ આવી ઊભા. રાજાની ચિંતા દૂર કરવા તેમણે ઉપાય બતાવ્યો કે તમારા પટ્ટરાણી દ્રૌપદી સભામાં આવી પાંચ સત્ય કહે તો ઋતુ વિના પણ આંબા ફળે. રાજાએ સભામાં આવી દ્રૌપદીને બોલાવ્યા, એટલે નારદે પૂછ્યું - ‘હે સતી ! પાંચપતિથી સંતોષ રાખનારા તમે સતીત્વ, સંબંધ, શુદ્ધતા, પતિમાં પ્રીતિ ને મનમાં સંતોષ આ પાંચ પ્રશ્નોમાં જે સાચું હોય તે કહો.' આ સાંભળી દ્રૌપદી લજવાયાં પણ અસત્યના ભયથી અતિગુપ્ત રહસ્ય કહી દીધું - ‘હે દેવર્ષિ ! સુંદર, સ્વસ્થ, શૂરા ને ગુણવાન એવા મારે પાંચ પાંચ પતિઓ હોવા છતાં ક્યારેક મારૂં મન છઠ્ઠા પુરુષમાં ચાલ્યું જાય છે. હે નારદજી ! જ્યાં સુધી એકાંત, ઉચિત સમય અને માંગણી કરનાર પુરુષ મળતો નથી ત્યાં સુધી જ સ્ત્રીઓમાં સતીત્વ રહેલું છે. સ્વરૂપવાન પિતા, ભાઈ, પુત્રને પણ જોઈને પાણી ભર્યાં કાચા વાસણની જેમ તેની યોનિ ભીની થઈ જાય છે. હે મુનિશ્રેષ્ઠ ! જેમ વર્ષાનો સમય દુઃખદાયી છે છતાં જીવિકાનું કારણ હોવાથી સહુને ગમે છે તેમ પતિ પણ ભરણ-પોષણ આદિ બધી સગવડ આપે છે માટે વહાલો લાગે છે. જેમ કાષ્ઠાદિથી અગ્નિ, નદીઓથી સાગર, અને સર્વ પ્રાણીઓને અનેકવાર મારવા છતાં યમરાજ ધરાતો નથી તેમ પુરુષથી સ્ત્રી કદી ધરાતી નથી. સ્ત્રી બળબળતા અગ્નિકુંડ સમાન છે. માટે ઉત્તમ જીવોએ સ્ત્રીનો સંસર્ગ કરવો નહીં. આ પ્રમાણે દ્રૌપદીએ પાંચ સત્ય કહ્યા. તેથી પ્રથમ સત્યે આંબાને અંકુર, બીજા સત્યે પલ્લવ, ત્રીજા સત્યે ફણગા, ચોથા સત્યે મોર અને પાંચમા સત્યે તો આમ્રવનના આંબાવાડીયામાં પાકા મજાના મધુરાં ફળો આવી ગયાં. આ જોઈ સહુએ દ્રૌપદીની ને સત્યધર્મની પ્રશંસા કરી. તે આમ્રરસથી યુધિષ્ઠિરે સર્વે ઋષિઓને જમાડ્યા. તેઓ સંતુષ્ટ થયા ને આશિષ દીધા. આમ લોકમાં અને આગમ ગ્રંથોમાં સત્યનો અપાર મહિમા વર્ણવ્યો છે. તેથી હે શ્રીકાંત શેઠ ! બીજું કાંઈ નહિ તો સત્યવ્રત તો અવશ્ય પાળવાનો નિયમ કરો. ઇત્યાદિ સાંભળતા શ્રીકાંતને ભાવ થતા તેણે સત્યવ્રત લીધું. જિનદાસે તેની પ્રશંસા કરતાં ભલામણ કરી કે ‘શેઠ ! મહાપુણ્યના યોગે વ્રત મળે છે. તો જીવનની જેમ આ વ્રત જીવનપર્યંત પાળજો. શ્રીકાંતે કહ્યું - ‘મારું ગમે તે થાય, જીવન-ધનની ચિંતા છોડીને પણ હું વ્રત પાળીશ, એમાં સંશય રાખશો નહીં.’ પછી જિનદાસ તેને ત્યાં જમ્યા ને સ્વદેશ ગયા. શ્રીકાંતે વ્રત લીધું પણ ચોરીનું લક્ષણ તો કાંઈ ગયું નહીં. એકવાર રાત્રે તે ચોરી કરવા નિકળ્યો. નગરચર્યા જોવા આવેલા શ્રેણિકરાય અને અભયકુમાર સામે મળ્યા. અભયે તેને પૂછ્યું
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy