________________
૬o
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ પ્રમુખ એવા સગરરાજાએ જાણી. તેણે ખિન્ન થઈ પોતાના ચતુર પુરોહિતને આનો ઉપાય પૂછ્યો કે – “કન્યાને પરણવા કાંઈ રસ્તો કાઢી આપો.” પુરોહિતે પ્રપંચવાળી બનાવટી રાજલક્ષણ સંહિતા કાવ્યમય બનાવી અને કર્ણપ્રિય વિવેચન એવી રીતે આલેખ્યું જેથી તેમાં વર્ણવેલા દેશ, કળા, વય, રુચિ, વર્ણ આદિથી મધુપિંગ સર્વમાં હલકો અને સગર સહુમાં શ્રેષ્ઠ જણાય. પછી સ્વયંવર મંડપમાં જ સગરરાજાએ રાજલક્ષણો સાંભળવા સહુ રાજાને એકઠા કર્યા. જેમ જેમ કાવ્ય વંચાતું ગયું તેમ તેમ મધુપિંગનો સહુ ઉપહાસ કરતા ગયા ને મધુપિંગ ઝંખવાણો પડતો ગયો. છેવટે એ પરિહાસમાંથી ઠેકડી જેવું વાતાવરણ થતાં શરમાઈને મધુપિંગ ચાલતો થયો. પરિણામે રાજકન્યાએ મધુપિંગને પડતો મૂકી સગરરાજાને વરમાળા પહેરાવી. તેથી નિરાશ અને કુદ્ધ થઈ મધુપિંગે કષ્ટમય ઘોર તપ કર્યું અને મરીને મહાકાલ નામનો અસુર થયો. તેને પર્વતનો ને તે બંનેને વળી પિપ્પલાદનો એમ સરખે સરખા મળતરીયાનો સંગમ થયો.
પિપ્પલાદની કહાની સુલસા અને સુભદ્રા નામની તાપસપુત્રીઓ વિદુષી તરીકે પ્રસિદ્ધ હતી, તુલસા સાધિકપંડિતા હતી, એવામાં એક યાજ્ઞવક્ય નામક ગર્વિષ્ઠ તાપસે શાસ્ત્રાર્થ માટે ઘોષણા કરાવીને “મને જીતે તેનો હું શિષ્ય થાઉં એમ પણ જણાવ્યું. એમ કરતા સુલસા સાથે તેનો શાસ્ત્રાર્થ યોજાયો ને તેમાં સુલતાની જીત થતાં તે તેનો શિષ્ય પણ બન્યો. બંનેનો સ્વાભાવિક રીતે જ પરિચય વધ્યો ને તેણે પ્રણયનું રૂપ લીધું. પરિણામે તુલસા સગર્ભા થઈ. આ વાત સુભદ્રાએ જાણીને બંનેને ઘણો ઠપકો આપ્યો. સુલતાએ ગુપ્ત રીતે પુત્રને જન્મ આપ્યો. અને તેને પીપળના ઝાડ નીચે ત્યજી દીધો અને બંને ત્યાંથી પલાયન થઈ ગયા.
જેને ચસ્કો નથી લાગ્યો તે ધન્ય છે. બાકી એકવાર લાગેલો ચસ્કો વધતા વાર નથી. ઘટવો સહેલો નથી.
સુભદ્રાએ નવજાત બાળકને પીપળ નીચે જોયો. પોતાની મેળે જ મોઢામાં આવી પડેલા પીપળના ફળને તે ભૂખ્યું બાળક ચૂસતું હતું. તેથી (પિપ્પલ અત્તિ ઇતિ) પિપ્પલાદ એવું નામ આપી ઉપાડી લીધો. પાળ્યો-પોષ્યો-ભણાવ્યો ને મોટો કર્યો. સુભદ્રા પાસેથી પિપ્પલાદે પોતાના માતા-પિતાનો પરિચય મેળવ્યો. તેને તેમના પર ધિક્કારની લાગણી થઈ. તાપસ, આશ્રમો ને તેમના વિધિ-વિધાનો પર પણ તેણે અણગમો થયો. ઉદ્ધારના નામે તેણે નવા જ અનાર્ય વેદની રચના કરી ને નવા અનુષ્ઠાનો આદિની ગોઠવણ કરી. તેણે એવું વિધાન કર્યું કે - “ઉપદ્રવની શાંતિ અને રાષ્ટ્રદેશની તૃષ્ટિ તેમજ સ્વર્ગની ઉપલબ્ધિ માટે ઘોડા-હાથી આદિના હોમવાળા યજ્ઞો કરવા. કોઈ મહાન અશાંતિ આદિનું કારણ હોય તો નરમેઘયજ્ઞ કરવો ને તેમાં સુલક્ષણા પુરુષનો બલિ આપવો. તેને હોમવો. એમાં તેને મહાકાલનો સંગાથ મળ્યો. મહાકાલ ખૂબ ઉમળકાપૂર્વક ધન્યવાદ આપતા કહ્યું – “તમારી સંકલના સર્વાગે સુંદર, અગત્યની અને સમયાનુસારી છે.' પછી પર્વત