SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-. આ રીતે એક માછીમાર હોવા છતાં અહિંસાના પ્રતાપે ક્ષણવારમાં કેવળજ્ઞાની બન્યા. માટે જ સર્વ વ્રતમાં પ્રથમ અહિંસાવ્રત છે. તેનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે. ઇત્યાદિ ધર્મદેશના સાંભળી ચંદ્રકુમારે અપરાધી જીવની પણ હિંસા ન કરવાનો નિયમ લીધો. માત્ર તેમાં રાજાશા, યુદ્ધનો અપવાદ રાખ્યો. ઘરે આવી ધર્મમાં ઉદ્યમશીલ થયો. અવસરે રાજસેવામાં તે જોડાયો. એકવાર રાજપુરુષોએ કોઈ ચોરને પકડી રાજા સમક્ષ ઉપસ્થિત કર્યો. ચોર કઠિનાઈથી પકડાયો હતો ને તેના પર ઘણાં આરોપ હતા. રાજાએ ચંદ્રકુમારને કહ્યું – “તું આ ચોરને હમણાં જ મારી નાંખ. આવા અપરાધ કરનારને આથી ઓછો દંડ સંભવતો નથી.” ચંદ્રકુમારે બંને હાથ જોડી વિનયપૂર્વક કહ્યું – “મહારાજ ! યુદ્ધ સિવાય કોઈની પણ સામે હથિયાર ઉગામવાનો પણ મારે નિયમ છે. આ સાંભળી હર્ષિત થયેલા રાજાએ તેને પોતાનો અંગરક્ષક બનાવ્યો અને આગળ જતાં તે રાજકુમાર એજ દેશનો સ્વામી થયો. આ બાજુ ચંદ્રકુમારનો મોટોભાઈ યુવરાજ સૂરસેન રાજય મેળવવા પ્રયત્નો કરવા લાગ્યો અને છેવટે તે સૂતેલા રાજની હત્યા કરવા પ્રહાર કરી ભાગ્યો. જાગેલા રાણીએ બૂમો પાડતાં ભાગતો કુમાર પકડાયો. રાજાના તેમજ પિતાના ઘાતક તરીકે તેને ન્યાયાલયમાં ઊભો રાખવામાં આવ્યો. ઘાયલ રાજાને પુત્રની દુષ્ટતા જોઈ ઘોર નિરાશા થઈ તેઓ વિચારવા લાગ્યા. કેટલાક નંદનો (દીકરાઓ) ચંદનની જેમ સુગંધી માટે હોય છે, ત્યારે કેટલાક બાળખ વાલક (વાળા)ની જેમ કુળના છેદ માટે હોય છે. | સૂરસેન ઉપર કામ ચલાવવામાં આવ્યું ને તેને દેશની સીમા પાર કરી જતા રહેવાનું વિધાન થયું. તે ત્યાંથી ચાલી નિકળ્યો ચંદ્રકુમારને તેડાવી જયપુરની રાજગાદી પર બેસાડ્યો. ઘણાં ઉપચાર છતાં સૂરસેને કરેલ ઘા જીવલેણ નિવડ્યો. રાજા, સૂર ઉપરનાં દુષ્ટ ધ્યાનમાં મૃત્યુ પામ્યો ને વનમાં ચિત્તો થયો. જંગલમાં સૂરનો આ ચિત્તાથી ભેટો થઈ ગયો ને તેણે ફાડી ખાધો. તે મરીને ભીલ્લ થયો. ભીલ મોટો થઈ શિકાર કરવા જતાં તેને પાછો ચિત્તાએ મારી નાંખ્યો, તેથી ઉશ્કેરાયેલા તેના સ્વજને ચિત્તાને પૂરો કર્યો. બંને જંગલી ડુક્કર તરીકે અવતર્યા. તે બંને જ્યારે ભેગાં થતાં ત્યારે અવશ્ય લડતાં અને ધમાલ કરતાં. આથી એક પારધીને શિકારમાં કઠિનાઈ થતાં તેણે ખીજાઈને બંને ડુક્કરોને મારી નાંખ્યા. બંને મરીને હાથી થયા. નાની વયના એક સરખા મદનીયા પકડી રાજાને અર્પણ કરવામાં આવ્યા. રાજવાડાના ચોગાનમાં પણ તેઓ પરસ્પર લડવા લાગ્યા, દૂર બાંધતા એક બીજાને જોઈ ગર્જના કરતાં ને વૈર વમતા. એકવાર સુદર્શન નામના કેવળી ભગવંતને રાજા ચંદ્રકુમારે હાથીના વૈરનું કારણ પૂછતાં તેને જાણવા મળ્યું કે “આ તો પોતાના જ પિતા ને ભાઈ છે. પિતાપુત્રના આ વૈરાનુબંધ અને કર્મશાળાનું આ વિચિત્ર નાટક જોઈ રાજા ચિંતનમાં પડ્યો. રાજપાટનો ધણી ક્ષણમાં ડુક્કર થઈ જાય. અઢાર સાગરોપમના ઉ.ભા.-૨-૫
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy