SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ રોજ કરે તો કેટલાં જીવોની હિંસા થાય? આ પાપ હવે ક્યાં જઈને અટકશે ? છેવટે તેમણે બાહ્ય સ્વસ્થતા મેળવતાં તે ધીવર (માછીમાર)ને કહ્યું – “જો આ બીજો પ્રયોગ તને બતાવું છું. આ ઘરમાં જ બંધ બારણે એકલાએ એકાંતમાં જ કરવાનો છે. તેથી સુવર્ણવર્ણવાળા માછલા થશે,' એમ કહી તેમણે અમુક દ્રવ્યનો વિધિ બતાવ્યો. તેણે ઘરે જઈ સર્વ સામગ્રી મેળવી તેમ કરતાં અચાનક વાઘ ઉત્પન્ન થયો ને તેણે માછીમારને ફાડી ખાધો. માછીમાર મરી નરકે ગયો, આચાર્યશ્રી પાપની આલોચના-પ્રાયશ્ચિત્તાદિ કરી સ્વર્ગે ગયા. માટે શેષરાત્રિમાં ઊંચા સાદે બોલવું નહીં. બીજું દૃષ્ટાંત આ પ્રમાણે છે. કોઈ ગૃહસ્થ પાછલી રાત્રિએ પ્રતિક્રમણ કરવા લાગ્યો, જોરથી ઉચ્ચાર કરતાં પાડોશણ જાગી ઉઠી. ઘણી રાત્રિ વીતિ ગઈ એમ સમજી તે દાણા દળવા બેઠી. ઘંટીના ગાળામાં ભરાયેલો સાપ ચગદાઈ દાણામાં દળાઈ લોટ ભેગો ભળી ગયો. વિષમિશ્રિતલોટની રસોઈ બની, ને પરિણામે આખું કુટુંબ મરણ પામ્યું. કોઈ જ્ઞાની પાસેથી આ વાત જાણી તેને પાપની આલોયણા-પ્રતિક્રમણાદિ કરીને પ્રાંતે સ્વર્ગે ગયો. આમ અનેક રીતે હિંસા સંભવિત છે. તે શ્રી સર્વશદેવના આગમો, ઉપદેશો અને સ્વયંની મતિથી જાણવી અને તેનો ઉપયોગપૂર્વક ત્યાગ કરવો. જેથી મોક્ષલક્ષ્મીની ઉપલબ્ધિ થાય. ૦૪ હિંસા-અહિંસાનું ફળ હિંસા કરનારને સદા અશાંતિ અને દુઃખ મળ્યાં કરે છે, ત્યારે અહિંસાથી પરમશાંતિ અને સુખ મળે છે. આ બાબત સૂર અને ચંદ્રનું દૃષ્ટાંત શાસ્ત્રોમાં આવે છે. સૂર અને ચંદ્રકુમારની કથા જયપુરનગરમાં શત્રુંજય નામના રાજા રાજ્ય કરે, તેને સૂર અને ચંદ્ર નામના સુંદર પુત્રો. મોટો સૂરસેન યુવરાજપદ પામતાં ચંદ્રકુમારને માઠું લાગ્યું. તે અપમાન સમજી દેશ છોડી વિદેશ ચાલ્યો. એકવાર કોઈ ગુરુમહારાજ પાસે તેણે સાંભળ્યું કે પવિત્ર શરીરવાળા ગૃહસ્થોએ અપરાધી ત્રસજીવોને પણ મરાય નહીં. નિરપરાધીની તો વાત ક્યાં? કોઈ માછલાને મારતાં પોતાની આંગળી કપાતાં એક શાણા ધીવર (માછીએ) શસ્ત્રથી હિંસા કરવી જ બંધ કરી. તેની કથા આ પ્રમાણે છે. ધીવરની કથા પૃથ્વીપુર નગરમાં એક ધીવર (માછીમાર) રહેતો હતો, તે માછીના કુળમાં ઉપન્યો હતો, પણ દયાની લાગણી હૃદયમાં જીવતી હતી. તેથી તે કદી માછલા મારવા તૈયાર થતો નહીં. પરંતુ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy