SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ૪૩ અશ્વાવબોધનો જીર્ણોદ્ધાર કરાવી તેમાં સમળીના ભવના ચિત્રો પણ યોગ્ય સ્થાને મૂકાવ્યા. ત્યારથી અશ્વાવબોધ શકુનિકાવિહાર (સમળી વિહાર) નામે વિશ્વમાં પ્રસિદ્ધ થયું. તેના અનેક ઉદ્ધારો થયા. છેલ્લે કુમારપાળભૂપાલના મંત્રી ઉદયના પુત્ર અંબડમંત્રીએ પિતાના શ્રેયાર્થે ઉદ્ધાર કરાવ્યો. મંગલદીવાના લુંછણા વખતે તેણે બત્રીસ લાખ સોનામહોરો યાચકોને આપી હતી. તથા શત્રુંજય તીર્થનો ઉદ્ધાર, ગિરનારના માર્ગની સુગમતા અને એવા અનેક ઉત્તમ કાર્ય કરનાર કવિ શ્રી વાલ્મટ તેમના મોટા ભાઈ હતા. આ પ્રમાણે શ્રી શાંતિનાથસ્વામી અને શ્રી મુનિસુવ્રતસ્વામી પારેવા અને ઘોડાની રક્ષા કરી મહાન સૌભાગ્ય ને કીર્તિ પામ્યા. તે બંને પ્રભુ આપણા કલ્યાણ કરનારા થાઓ. ૯૧ અનુબંધ હિંસા હિંસાનું કારણ પ્રમાદ છે. સામો મરે કે ન મરે, પણ પ્રમાદીને હિંસા લાગે. અપ્રમાદીજીવરક્ષામાં સાવધાનના હાથે કદાચ પ્રાણનાશ થાય તો પણ તે હિંસાના ફળથી બચી શકે છે. જો કોઈ સાધુ આદિ પ્રમાદી (ઉપયોગશૂન્ય) થઈને ચાલતા હોય, અને માર્ગમાં કોઈ જીવનો વધ ન થાય, પણ તે જીવરક્ષામાં નિરપેક્ષ હોવાને કારણે તેમને હિંસા લાગે. તથા જે સાધુ આદિ પ્રમાદ રહિત એટલે ઉપયોગપૂર્વક ચાલે અને તેમ કરતાં સાવધાની છતાં જીવ હિંસા થઈ જાય તો પણ તેમને ભાવથી હિંસા લાગતી નથી. જેમ નદી આદિ ઉતરતા સાધુ મહારાજને ઉપયોગ હોવાને કારણે અષ્કાયના જીવની વિરાધનાથી તીવ્રબંધ થતો નથી. કોઈ ઘાંચી ક્રોડ પૂર્વના આયુષ્યવાળો હોય, તે રોજ ઘાણીમાં વીસ તલ પીલે અને એની આખી જીંદગીમાં જેટલા તલ એ પીલી ન શકે તેટલા જીવ નદી ઉતરતાં પાણીના એક બિંદુમાં હણાય છે. તેમાં પણ જો પાણીમાં સેવાળ આદિની ઉત્પત્તિ થઈ હોય તો અનંતજીવોના ઘાતનો પ્રસંગ પણ થાય. નદી ઉતરનાર મુનિ પ્રમાદી હોય તો તે હિંસા તેમને લાગે છે, અન્યથા નથી લાગતી. શ્રી ભગવતી સૂત્રમાં કહેવાયું છે કે - કેવળજ્ઞાનીના ગમનાગમનથી, નેત્રાદિના હલનચલનથી પણ ઘણાં જીવોનો ઘાત થાય છે. પણ તેમને માત્ર યોગદ્વારા જ બંધ હોવાથી તેઓ પ્રથમ સમયે બાંધે, બીજે સમયે ઉદયમાં આવે (વે) અને ત્રીજે સમયે તો નિર્ભર છે. કારણ કે તેઓ અપ્રમત્ત હોવાને લીધે તેઓને કર્મબંધ લાંબાકાળની સ્થિતિવાળો હોતો નથી. પ્રથમ અંગ-આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે કે કોઈ મુનિએ આકસ્મિક કાચું (લૂણ) મીઠું વહોર્યું હોય, ને જાણ્યા પછી વહોરાવનાર તે પાછું ન લે તો મુનિએ તે લવણ પાણીમાં ઘોળીને
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy