SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૩૭ માંદગીનો ભોગ બન્યો રહેતો ને માતા-પુત્રે મજૂરી કરવી પડતી. ચંદ્રા લોકોનું ઘરકામ કરતી ને સર્ગ જંગલમાં જઈ લાકડા કાપી લાવતો. એકવાર સર્ગને મોડું થતાં તેનું ખાણું શીંકામાં મૂકી ચંદ્રા પાણીએ ગઈ. પરિશ્રમ અને ભૂખથી ખિન્ન થયેલો યુવાન સર્ગ ઘરે આવ્યો. ભૂખથી અકળાઈ ગયેલો પણ મા ઘરે નહોતી કે ખાવાનું ખોળવા છતાં હાથ ન આવ્યું. ક્રોધે ભરાઈ તે માની વાટ જોવા લાગ્યો. થોડીવારમાં ચંદ્રા આવી, ગુસ્સાથી લાલપીળો થતો સર્ચ બોલ્યો - “આટલી બધી વાર ક્યાં લાગી? શું તને શૂળીએ ચડાવી હતી?” સાંભળીને ક્રોધથી ધમધમતી ચંદ્રાએ કહ્યું – “મને આવતાં કાંઈ વાર લાગી નથી. પણ તારા શું હાથ કપાઈ ગયા હતા? આ શીંકામાંથી લઈને ખાતા શું જોર આવતું તું?' આમ આ બંને જણે અજાણપણામાં દુર્વચનથી ઘોર દુષ્કર્મ બાંધ્યું. એમ ને એમ જીવનના દિવસો પૂરા થયા. પ્રાંતે મૃત્યુ પામી કેટલુંક ભવભ્રમણ કરી સર્ગનો જીવ તામ્રલિપ્તનગરમાં અરૂણદેવ નામે શ્રેષ્ઠીપુત્ર થયો અને ચંદ્રાનો જીવ પણ કેટલીક રઝળપાટ કરી પાટલીપુત્રમાં જસાદિત્યને ત્યાં પુત્રી તરીકે અવતર્યો. તેનું નામ દેવણી રાખ્યું. યોગ્યવયે તેનું વેવિશાળ અરૂણદેવ સાથે થયું. એકવાર અરૂણદેવ કેટલાક મિત્રો સાથે વહાણ માર્ગે વેપારે નિકળ્યો. ખરાબામાં ફસાઈ વહાણ ભાંગી ગયું. ભાગ્યજોગે એક મોટું પાટીયું તેના હાથમાં આવતાં એક મિત્ર સહિત તે મહાકરે કાંઠે આવ્યો. રખડતા રખડતા તેઓ એક નગરમાં આવ્યા. તે પાટલીપુત્રનગર હતું. અરૂણને મિત્રે કહ્યું – “તારા સસરાનું ગામ છે. ચાલ આપણે એમને ત્યાં જઈએ.” અરૂણ બોલ્યો“આવી દરિદ્ર સ્થિતિમાં ત્યાં જવું ઉચિત નથી.” મિત્રે કહ્યું – “તો પછી તું અહીં બેસ. હું નગરમાં જઈ ભોજનની સામગ્રી લઈ આવું.” “સારું કહી તેણે ગામ બહારના દેવાલયમાં લંબાવ્યું ને પરિશ્રમને લીધે ક્ષણવારમાં જ ઘસઘસાટ ઉંઘી ગયો. યોગાનુયોગ તે વખતે તેની વાગ્દત્તા પત્ની દેવણી હાથમાં મોંઘા આભૂષણ પહેરી ઉપવનમાં આવી હતી. ત્યાં કોઈ બળવાન ચોરે તેને પકડી હાથમાંથી કંકણ કાઢવા માંડ્યાં પણ સરળતાથી ન નિકળતાં તેણે તલવારથી તેના કાંડા જ કાપી નાખ્યાં. ત્યાં હાહાકાર મચી ગયો ને સમીપમાં રહેલા આરક્ષકો ચોરની પછવાડે દોડ્યા. ચોરને સંતાવાની કે ભાગી જવાની કોઈ સગવડ ન હોવાથી પકડાવાની પૂરી ધાસ્તી હતી તે ભાગતો દેવમંદિરમાં આવ્યો. તેણે ત્યાં સૂતેલા અરૂણદેવને જોઈ તેની પાસે તલવાર અને કંકણ મૂકી દીધા ને પોતે પાસેના વનખંડમાં ચાલવા માંડ્યો. તરત જ જાગેલા અરૂણદેવે દૈવી ચમત્કાર માની તલવાર ને કંકણ ઉપાડ્યાં ને આનંદથી જોયાં. ત્યાં તો રાજસેવકોએ આવી “બોલ દુષ્ટ, હવે ક્યાં જઈશ?” એમ કહી તેને પકડ્યો, માર્યો, બાંધીને રાજા સામે ઊભો કર્યો. રાજાજ્ઞાથી તેને તરત ઘેલીએ ચડાવી દીધો. અહીં અરૂણદેવનો મિત્ર ભોજન આદિ લઈને ત્યાં આવ્યો, ન મળતાં તપાસ કરી તો આવી દુઃખદ સ્થિતિ સાંભળી તે બેબાકળો થઈ જોરથી રડી ઉઠ્યો. “ઓ મિત્ર ! આ તારું ઓચિંતું શું થઈ ગયું?' ઈત્યાદિ વિલાપ સાંભળી લોકો ભેગા થઈ ગયા. ને તમે કોણ ક્યાંના રહેવાસી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy