SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ આમ પૂર્વના પાપને સંભારી તેના પ્રાયશ્ચિત્તરૂપે તે જગ્યાએ મૂષકવિહાર નામનો જિનપ્રાસાદ કરાવ્યો. તે આજે પણ વિદ્યમાન છે. એકવાર શાકંભરી નગરીનો આનાક નામનો રાજા, જે કુમારપાળનો બનેવી હતો. તે પોતાની પત્ની સાથે સોગઠાબાજી રમતો હતો. સાર (સોગઠી) મારતા તે મશ્કરીમાં બોલ્યા - “આ મુંડાને માર્યો. રાણી બોલી – બોલવામાં વિવેક રાખો. તમને મારા ભાઈના ગુરુની અદેખાઈ આવે છે. આજે એમનો પ્રતાપ છે કે માણસ જ નહિ જનાવરો પણ ગળેલાં પાણી પીવે છે, તેમણે હિંસાને નિવારી છે.” રાણીએ કહ્યા છતાં તે વારે વારે બોલવા લાગ્યો ને રાણી વારવા લાગી. છેવટ એ ન માન્યો ત્યારે ખીજાયેલી રાણી બોલી – “અરે જાંગડા ! જીભને સાચવો. મને પત્ની સમજી કંઈ ન ગણતા હોય પણ મારા ભાઈ કુમારપાળનો પણ તમને ભય નથી.” આ સાંભળી બીજે ભરાયેલા આનાકે પત્નીને પાટું મારી પત્નીએ કહ્યું – “તમારી જીભ મારા ભાઈ પાસે ન ખેંચાવું તો હું રાજપુત્રી નહીં. તમારી દુષ્ટતાનું ફળ અહીં જ તમને મળશે.” એમ કહી તે પાટણ આવી અને ભાઈને પોતાની પ્રતિજ્ઞા જણાવી. તરત કુમારપાળ મોટું સૈન્ય લઈ શાકંભરી ઉપર ચડાઈ કરી. આનાક રાજા પણ ત્રણ લાખ ઘોડા, પાંચસો હાથી ને દસ લાખ પાયદળ સાથે સમરની ભૂમિમાં આવી ઊભો. કુમારપાળની અતિપ્રબળ સેના જોઈ આનાકે પાણીની જેમ પૈસા વેરી કુમારપાળના માણસો ફોડી નાખ્યા. રણભેરી ગર્જી ઉઠી. આનાકના સૈનિકો સામેથી આવવા લાગ્યા, પણ કુમારપાળના આગળી હરોળના યોદ્ધાઓને ઉદાસવૃત્તિવાળા જોઈ રાજાએ પોતાના મહાવતને પૂછ્યું - “યુદ્ધમાં સામંતો આગળ કેમ આવતા નથી ?' મહાવતે ઉત્તર આપતા કહ્યું – “મહારાજ ! લાગે છે કે દ્રવ્યની લાલચે ફૂટી ગયા લાગે છે, રાજાએ તરત તેને પૂછ્યું - “તારી શી સ્થિતિ છે?” તેણે કહ્યું - “હું અને આ કલહ પંચાનન હાથી આપની સાથે જ છીએ.” આ જાણી ચિંતિત થયેલા રાજાએ હાથીને આગળ ચલાવવા કહ્યું. તે વખતે ચારણે લલકાર્યું -- કુમારપાળ ! ના ચિંત કર, ચિંત્યું કિમપિ ન હોય, જિણે તુહ રજ્જ સમMિયું, ચિંતા કરફ્યુ સોય. ૧ અમ થોડા ને રિઉ ઘણા, ઇય કાયર ચિંતંત, મુદ્ધ નિહાળો ગયણો, કે ઉજ્જોય કરત. ૨ અર્થ:- રાજા ચિંતા ન કર, ચિંતાથી કશું થતું નથી, જેણે રાજ્ય આપ્યું છે તે રક્ષણની પણ ચિંતા કરશે, હે ભલા રાજા ! અમે થોડા ને શત્રુ ઘણા એવું કાયર ચિંતવે છે, ઉપર ગગનમાં જો, ઉદ્યોત કરનાર કેટલા છે. અર્થાત્ એક સૂર્યે જ બધું અજવાળ્યું છે. આવા વચનોથી ઉત્સાહિત થઈ કુમારપાળ સંગ્રામમાં આગળ વધ્યા. તેમના યોદ્ધા પણ રાજાની વીરતા, તેજસ્વિતા આદિ જોઈ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy