SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 3om ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ એકવાર સાંજે જમીને ઉક્યા પછી દાસીપુત્રે વરદત્તને અતિ ઉગ્ર વિશ્વની ગોળીવાળું પાન ખાવા આપ્યું. પાન લઈ શેઠ પોતાના ઓરડામાં આવ્યા. ખાવામાં વિલંબ થયો ને સૂર્ય પણ અસ્ત થયો. ચઉવિહારનું પચ્ચખ્ખાણ કર્યું ને પાનનું બીડું શવ્યાના ઓશિકા નીચે મૂકી દીધું. સવારે ઉઠી નવકાર ગણી શેઠ દહેરાસરે ગયા. દાસીપુત્ર શૂન્યમનસ્ક થઈ પરિણામ જોવા ત્યાં આવ્યો. વરદત્તની સ્ત્રીના હાથમાં પાનબીડું આવતા તેણે સામે ઉભેલા દાસીપુત્રને બોલાવી કહ્યું, “લો દેવર ! પાન ખાવ ! શેઠની પત્નીના રૂપ-વાણી હાવભાવમાં મુગ્ધ બનેલા દાસીપુત્રે આનંદ પામી પાન ખાઈ લીધું. ક્ષણવારમાં તે ચક્કર ખાઈ ભૂમિ પર પટકાયો ને મૃત્યુ પામ્યો. દહેરેથી પાછા ફરેલા વરદત્તે આ પરિસ્થિતિથી વૈરાગ્ય પામી સાતક્ષેત્રમાં સદ્વ્યય કરી દીક્ષા લીધી. ઉત્તમ આરાધનાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે હું વરદત્ત મુનિ અને સામે સમળી દેખાય તે દાસીપુત્ર ! આ સાંભળી સહુ આશ્ચર્ય પામ્યા અને સમળી જાતિસ્મરણ જ્ઞાન પામી ગુરુચરણમાં પડી. તેને સર્વ અપરાધ ખમાવ્યા. મુનિના ઉપદેશથી અણસણ લઈ સ્વર્ગ મેળવ્યું. રાજા આદિએ અહિંસા ધર્મ આદર્યો. મુનિ ધર્મ આદરી મુક્ત થયા. હિંસાના સંકલ્પથી પણ થતાં અનર્થકારી પરિણામો-કવિપાકો અતિ દુઃખદ છે, એમ દાસીપુત્રના પ્રબંધથી જાણી ક્રોધ-લોભાદિથી થતી હિંસાને છોડી દેવી જોઈએ. કેમ કે તેમ કરવાથી વરદત્ત મુનિ અજરામર સ્થાન-મોક્ષને પામ્યા. ૬૮ હિંસાનું જ્ઞાન થતાં જ છોડે તે વિજ્ઞ વાસ્તવિક સમજણના અભાવે, તથા પ્રકારના કુળમાં જન્મેલા લોકો હિંસાને કુલાચાર માને છે, “અમારે ત્યાં પરાપૂર્વથી હિંસા ચાલી આવી છે. અથવા અમારા પૂર્વજો તેમ કરતા આવ્યા છે. તેથી અમારા માટે તે પાપનું કારણ નથી. ભગવાને અમને એવો જ જન્મ આપ્યો છે, પૂર્વજોએ આચરેલું આદરવું જ જોઈએ, તે ન કરીએ તો દોષનું કારણ છે.” એમ મિથ્યાજ્ઞાન અને ઉંધી સમજણવાળાને માટે આ બોધ ઘણો આવશ્યક છે. કુમારપાળ મહારાજાએ કુળમાં ચાલી આવતી હિંસા છોડી ઉત્તમ પ્રકારે દયાવ્રત પાળ્યું હતું. તેથી તેઓ પરમાર્હત્ કહેવાયા. તેમનું કથાનક આ પ્રમાણે છે. પરમાર્હત્ કુમારપાળ રાજાની કથા. સંવત અગિયારસો છાસઠની સાલમાં ગુજરાતની રાજધાની પાટણમાં સિદ્ધરાજ જયસિંહ પુત્ર વિના મૃત્યુ પામતાં કુમારપાળ રાજા થયા. કહ્યું છે કે
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy