SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ આવા ક્લેશ કરી સુખ મેળવવા મથે છે, એ એમનો નહીં પણ એમના અજ્ઞાનનો વાંક છે. જીવે તો પારકાના ગુણ અને પોતાના દોષો જ જોવાના હોય. આવી રીતે શેઠે સામા પર ક્રોધ ન કરતાં પોતાના હિતનો જ વિચાર કર્યો, પરિણામે અતિ લોહી ધોરી નસોમાંથી વહી જવાને કારણે તે જ રાત્રે મૃત્યુ પામ્યા અને સૌધર્મકલ્પ સમૃદ્ધિશાલી-ઓજસ્વી દેવ થયા. મળસ્કે સ્ત્રીએ આ રીતે પોતાના પતિનું મરણ જાણી તે ચિંતામાં પડી કે, મારાથી કેવું અકાર્ય થયું? હવે મારું શું થાશે? એટલામાં પેલો બળદ સવારનું આવશ્યક સાંભળવા જીર્ણગૃહમાં આવ્યો. તે નારીને તે જોઈ કયુક્તિ સૂઝી આવી ને તેણે બળદના શીંગડે લોહી ખરડી બૂમો પાડવા માંડી, છાતી કુટી કંદન કરતા બોલવા લાગી કે, આ દુષ્ટ બળદે મારા ધણીને મારી નાંખ્યાં. હવે મારૂં કોણ? ને મારું શું થશે? માણસની જેમ આ બળદને રાખ્યો ને આ જનાવરે મને તો ક્યાંયની ન રહેવા દીધી ! આ સાંભળી લોકો ભેગા થયા ને બળદની નિંદા કરવા મંડી પડ્યા. જેમ પાણીમાં માછલાનું પગેરું ન જડે. આકાશમાં પક્ષીના પગલા ન જડે તેમ સ્ત્રીના હૃદયનો મર્મ જણાય નહીં. લોકનિંદા સાંભળી બળદ માથું ધુણાવી ના પાડવા લાગ્યો. એમાં એકાદ સજ્જનને લાગ્યું કે આ બળદ ના પાડે છે. આમાં કાંઈક રહસ્ય હોવું જોઈએ પણ આ કોયડો ઉકેલે કોણ? ને આમ કરતા આ આખો મામલો રાજદરબારે પહોંચ્યો આનો ન્યાય થાય કેમ? જ્યાં કાંઈ રસ્તો ન મળતો ત્યાં ફેંસલો દૈવાધીન કરવામાં આવતો. મંત્રીઓના સૂચવવાથી નક્કી કરવામાં આવ્યું કે તપાવેલો લોઢાનો ગોળો લાલચોળ કરીને લાવવામાં આવે. તેને જીભથી જે ચાટે ને દાઝે નહિ તે નિર્દોષ સમજવો. બળદે માથુ ધુણાવી હા પાડી, તરત અમલ થયો ને લાલચોળ ગોળો આવી ગયો. બળદ પાસે જઈ જીભથી તે ચાટવા લાગ્યો, તેને કશી જ હાનિ ન થઈ. બાઈનું મોટું શ્યામ થઈ ગયું. તેની ફજેતીનો પાર ન રહ્યો, રાજાએ પોતાના દેશની હદ છોડી ચાલ્યા જવાની તેને આજ્ઞા આપી. જિનદાસશેઠે પ્રાણાંત સંકટ અને સગી પત્નીની વિચિત્ર ચેષ્ટા જોઈ છતાં પોતાના ધર્મને મન-વચન-કાયાથી વળગી રહ્યા. બળદને પણ ધર્મશાલી કરી શક્યા અને આવા અક્ષમ્ય અપરાધવાળી પત્નીનું જરા પણ અનિષ્ટ ચિંતવ્યું નહીં. અહિંસા ધર્મની આસ્તિકતાએ તેમને જરા પણ હિંસાની દિશામાં જવા ન દીધા. આ જાણી ઉત્તમ જનોએ તેમના અનુસરણમાં પ્રયત્ન કરવો. ૬૫ કુલકમાગત હિંસા પણ છોડી દેવી. સર્વ અનિષ્ટ, રોગ ને વિપદાનું મુખ્ય કારણ હિંસા છે. સંસારમાં કેટલાક કુળો જ એવાં છે કે સવારના પહોરમાં ઉઠતાંની સાથે જ બેધારા કે જાળની સંભાળ લેવાની હોય, હિંસાથી એ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy