SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ભવાંતરમાં શસ્ત્રાદિરૂપ થઈ શકતા કે થયેલા દેહનું અધિકરણપણું છે એમ જાણી તેનો ત્યાગ કરવો, એ પૂર્વના અધિકરણમય શરીર (પુદ્ગલ)ને વોસરાવવા એ ભાવાર્થ છે. તથા સર્વક્રિયાને યત્નપૂર્વક છોડી દેવી, અર્થાતુ પોતાનું કાર્ય પત્યે અગ્નિ હોલવી નાંખવો ઈત્યાદિ. અહીં પ્રશ્ન થાય કે આગ બૂઝવવામાં પણ પાપ થાય. તે કેમ કરાય?” ઉત્તર આપતાં કહે છે કે “વાત સાચી છે, પણ અગ્નિ દશ મોઢાવાળું શસ્ત્ર છે. તેનાથી બીજા ત્રસજીવોનો વિનાશ થતો અટકે માટે તેમ કહ્યું, અગ્નિ સળગાવવા કરતા તેના બૂઝવવામાં ઓછો દોષ કહ્યો છે. વળી શોધન કર્યા વગરના લાકડા, કોલસા, છાણા, ધાન્ય કે પાણી વગેરે વાપરવાં, માર્ગમાં ઊગેલા લીલા ઘાસ આદિ વનસ્પતિ ઉપર ચાલવું, કામ વિના પાંદડાં, ફૂલ, ડાળી તોડવા, બારણાદિના આગળા ઉઘાડ-વાસ કરતા ઉપયોગ-યતના ન રાખવી. કાચું મીઠું વાપરવું, જ્યાં ત્યાં વેરાય તો ઉપયોગશૂન્ય થઈ વર્તવું, વૃક્ષની ડાળી, માટી વગેરે કાજ વિણા મસળવી, છૂં કે જંતુ જેવા જોયા વિના કપડા ધોબીને આપવા કે ઉના પાણીમાં પલાળવા. તથા ગ્લેખ, ઘૂંક, બળખા (કફ) આદિ જ્યાં ત્યાં નાંખવા, તેના ઉપર ધૂળ રાખ ન નાંખવા ઈત્યાદિ તમામ ક્રિયાઓ યતનાઉપયોગ વગરની હોઈ તે પ્રમાદાચરણ છે. માટે ઉપયોગી થઈ વર્તવું. લીંટ આદિમાં એક મુહૂર્ત પછી ઘણાં જીવોની ઉત્પત્તિ થાય છે. શ્રી લોકપ્રકાશમાં જણાવ્યું છે કે – पुरिषे च प्रस्रवणे, श्लेष्मसिंघाणयोरपि । वान्ते च शोणिते पिते, शुक्रे मृतकलेवरे ॥ १ ॥ पूये स्त्रीपुंससंयोगे, शुक्रपुद्गलविच्युतौ । પુરનિર્ણયને સર્વેશ્વપવિત્ર સ્થ૬ ૨ | ૨ | અર્થ - વિઝામાં, પેશાબમાં, શ્લેષ્મ-ગળફામાં, લીંટમાં, વમનમાં, પિત્તમાં, રુધિરમાં, વિર્યમાં, કલેવર (મૃતક)માં, પરુમાં, સ્ત્રી-પુરુષના સંયોગમાં, ખલિત થયેલા વિર્યમાં, નગરની ખાળમાં તેમજ એવા બીજા અપવિત્ર સ્થાનમાં ગર્ભજ મનુષ્ય સંબંધી ઉપર જણાવેલ ૧૪ વસ્તુઓમાં અંગુલના અસંખ્યાતમા ભાગના શરીર પ્રમાણવાળા સાત અથવા આઠ પ્રાણના ધારક અસંખ્યાત મનુષ્યો ઉત્પન્ન થાય છે ને વિનાશ પામે છે. સંગ્રહણીની ટીકામાં “નવ પ્રાણવાળા જીવો ઉત્પન્ન થાય છે.” એમ જણાવ્યું છે. શ્રી પન્નવણાસૂત્રની ટીકામાં શ્રી શ્યામાચાર્ય મહારાજે પણ તેમજ કહ્યું છે, માટે શ્લેષ્માદિ યતનાપૂર્વક રાખ આદિથી ઢાંકવા. વળી જુગાર આદિ રમવું, સોગઠા, ચોપાટ, શતરંજ, ગંજીપત્તા વગેરે રમવું. અને સાત વ્યસનો માંહેલા વ્યસનો સેવવાં તે પણ પ્રમાદાચરણ છે, માટે તેનો ત્યાગ કરવો. જુગાર, માંસભક્ષણ, સુરાપાન, વેશ્યાસંગ, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન આ સાત દુર્વ્યસન
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy