SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ૨૯૩ માટે” આ સાંભળી સસરાને ક્રોધ ચડ્યો ને તે બોલ્યો - “રોજ રોજ ચંદરવા લાવવા ક્યાંથી? જો તારે ચંદરવા બાંધવા હોય તો જા તારા બાપના ઘરે.' તેણે કહ્યું – “જેવી આપની આજ્ઞા. તમે આખા પરિવાર સાથે આવી મને મૂકી જાવ તો હું જાઉં.' જીદમાં ને જીદમાં બધા ભેગા થઈ મૃગસુંદરીને મૂકવા તેના ગામ ઉપડ્યા. માર્ગમાં એક ગામે તેમનો પડાવ થયો. તે ગામે તે લોકોના સગાએ સહુને આમંત્ર્યા અને જમાડવા માટે રાત્રે જાતજાતની રસોઈ બનાવી, જમવા સમયે મૃગસુંદરીને ઘણું સમજાવી પણ તેણે રાત્રે જમવાની સાફ ના પાડી. તેની પછવાડે મોઢાં ચડાવી તેના પતિદિયર-સસરો-સાસુ બધાય જમ્યા વિના રહ્યા. અંતે ઘરના માણસો જમવા બેઠા, જમ્યા પછી એ બધા સૂતા તે સૂતા, ઉઠ્યા જ નહીં. મૃત્યુ પામ્યા. સવારના હાહાકાર થઈ ગયો. મૃત્યુનું કારણ તપાસતા રાંધવાના પાત્રમાંથી વિષધર સાપ મરી ગયેલો મળ્યો. અંતે ઉકેલ મળ્યો કે ઉપરના ભાગમાં ક્યાંક સર્પ બેઠો હશે, તે ધૂમાડાથી અકળાઈ આ તપેલામાં પડી બફાઈ ગયો ને તેનું વિષ ખાદ્યાન્નમાં ભળી જવાથી ખાનાર બધા મૃત્યુ પામ્યા. મૃગસુંદરીના સસરા પક્ષના બધા માણસોને હવે સમજાયું કે ધર્મ શું છે ને મૃગા શું છે, બધાએ ભેગા થઈ મૃગસુંદરીની ક્ષમા માંગી. મૃગસુંદરીએ કહ્યું – “ચૂલા ઉપર ઉલ્લોચ બાંધવામાં મારો આજ આશય હતો, હું રાત્રે જમતી નથી. ધર્મ આપણને જીવનની દૃષ્ટિ ને જીવવાની કળા આપે છે, તેનું કારણ તમે પ્રત્યક્ષ જોયું. મારી સાથે જીદ અને રોષમાં પણ તમે રહ્યા તો ધર્મના જ પક્ષમાં રહ્યા ને પરિણામે બચી ગયા. ધર્મ સદા આપણું રક્ષણ કરે છે.' નાનકડી વહુની સમજણ ભરી વાતો સાંભળી બધા બોધ પામ્યા ને ઘરે પાછા આવ્યા. ત્યારથી બધા મૃગસુંદરીને સહુના પ્રાણ બચાવનારી માનવા લાગ્યા ને કુળદેવીની જેમ આદર આપવા લાગ્યા. અંતે મૃગસુંદરી અને ધનેશ્વર ધર્મ આરાધી સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી તમે રાજા રાણી થયા. હે રાજા ! તમે પૂર્વભવમાં સાત ચંદરવા બાળી નાંખ્યા તેથી આ ભવમાં સાત વર્ષ સુધી કોઢનો રોગ રહ્યો. આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી તે બંનેને જાતિસ્મરણજ્ઞાન થયું. અંતે પોતાના પુત્રને રાજય સોંપી બંનેએ પોટીલાચાર્ય પાસે દીક્ષા લીધી ને અંતે સ્વર્ગે ગયા. આ કથા સાંભળી જે ધર્મનિષ્ઠ શ્રાવકો શયનસ્થાને, પાણીયારા અને રસોડા આદિ જગ્યામાં ભાવથી ચંદરવા બાંધે છે તેઓ ઉત્તમ દેવલોક અને ઉત્તમ સંયોગ પામે છે. ૧૨૫ બીજા પ્રમાદાચરણ अवतप्रत्ययि बन्धं, प्रत्याख्यानेन वारयेत् । सर्वं प्रयत्नतः कार्य, तथा द्यूतादिसेवनम् ॥ १ ॥ कुतूहलान्नृत्यप्रेक्षा, कामग्रन्थस्य शिक्षणम् । .. सुधिः प्रमादाचरण,-मेवमादि परित्यजेत् ॥ २ ॥
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy