________________
૨૯૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૩૯૧ નાન છે. નદીનું મધ્યમ સ્નાન છે અને વાવડી તેમજ તળાવનું સ્નાન તો સર્વથા વર્જિત છે. જળમાં રહેલા જંતુઓ આપણા સ્નાનથી પીડા પામે કે નાશ પણ પામે તો તે તીર્થ આદિ પુણ્ય સમજી કરેલું સ્નાન પણ પાપનાં સરખું થાય છે. બ્રહ્માંડ પુરાણમાં પણ કહ્યું છે કે –
ज्ञानं तीर्थ धृतिस्तीर्थ, दानं तीर्थमुदाहृतम् । तीर्थाणामपि यत्तीर्थं, विशुद्धिर्मनसः परा ॥ १ ॥
અર્થ – જ્ઞાન તીર્થ છે, વૈર્ય પણ તીર્થ છે અને દાન પણ તીર્થ છે, કિંતુ આ બધાં તીર્થોનું તીર્થ કોઈ હોય તો તે મનની ઉત્કૃષ્ટ શુદ્ધિ છે.
વિષ્ણુપુરાણમાં પણ કહ્યું છે કે - “જળ સ્વભાવથી પવિત્ર છે, તેમાં પણ તેને અગ્નિથી ઉકાળ્યું હોય તો તેની પવિત્રતા અતિ ઉત્કૃષ્ટ થઈ જાય છે. માટે પ્રાજ્ઞપુરુષો ઉષ્ણ જળથી શુદ્ધિ કરવાની ભલામણ અને પ્રશંસા કરે છે.' મનુસ્મૃતિમાં કહ્યું છે કે - “અંતર્ગત દુષ્ટ ચિત્ત તીર્થ સ્નાનથી શુદ્ધ થતું નથી, શું સોવાર ધોવાથી મદિરાનો રીઢો ઘડો ચોખ્ખો થાય? ન જ થાય. પહેલું શૌચ સત્ય, બીજું શૌચ તપ, ત્રીજું શૌચ ઇન્દ્રિયોનો નિગ્રહ અને ચોથું શૌચ તે સર્વ પ્રાણી પર દયા કરવી એ છે. ત્યાર પછી પાંચમું જળશૌચ કહેવાય છે. વળી નાગરખંડમાં કહેવાયું છે કે – “દષ્ટિથી પવિત્ર (દખેલા) સ્થાને પગ મૂકવો, વસથી પવિત્ર (ગાળેલું) જળ પીવું, સત્યથી પવિત્ર (સાચું) વચન બોલવું અને મનથી પવિત્ર આચરણ કરવું.”
ગૃહસ્થ જ્ઞાન દિવસે જ અને યતના (સાવધાની)પૂર્વક કરવું. રાત્રે સ્નાન ન કરાય. સ્નાન આદિનું પાણી નાંખવું હોય, વસ્ત્ર, વાસણ, પક્ષાલન આદિનું પાણી, પેશાબ આદિ પણ નિર્જીવ ભૂમિમાં જ નાખવું જોઈએ. ઇત્યાદિ પોતાની મેળે સમજી જીવાકુલભૂમિના દોષથી બચવું.
રસપદાર્થ એટલે ઘી, તેલ, દૂધ, દહીં, છાશ અને પાણી આદિના પાત્રોના તેમજ દીપક અને આદિ શબ્દથી ખાદ્ય પદાર્થના ને ભોજનનો પાત્રો આળસથી ન ઢાંકવા, સોડા સાબુના પાણી આદિને ઉઘાડા મૂકી દેવા આ રીતે જીવરક્ષામાં ઉપેક્ષા કરવી તે પ્રમાદાચરણ છે.
તેમજ મહાનસ એટલે રસોડું વગેરે સ્થાનોની ઉપરથી છતના ભાગમાં ઉલ્લોચ એટલે ચંદરવો ન બાંધવો તે પણ પ્રમાદાચરણ કહેવાય. ગૃહસ્થે સૂવાની જગ્યા ઉપર, ભોજન કરવા ને રાંધવાની જગ્યા પર તેમજ પાણીયારા જયાં પાણી આદિ મૂક્યાં-કાર્યા હોય ત્યાં તથા દેવ-ગુરુ અને ધર્મના સ્થાન ઉપર અવશ્ય ઉલ્લોચ બાંધવો જોઈએ, કારણ કે રસોડા આદિ જગ્યા ઉપર ચંદરવો ન બાંધવાથી જીવવધ સંબંધી ઘણાં દોષોનો સંભવ છે.
ઉલ્લોચ બાંધવા ઉપર મૃગસુંદરીની કથા શ્રીપુર નામના નગરમાં શ્રીષેણ નામના રાજા હતા, તેને દેવના રાજા જેવો સુંદર દેવરાજ નામે પુત્ર હતો, તે રાજકુમારને યૌવનવયે જ દુષ્કર્મના યોગે રોગ શરીરમાં વ્યાપી ગયો. સાત