SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ- ૨૮૭ ૭ બાળકો પણ સારા છે-અથવા તેની સહેલીઓ કે દાસદાસી ઘણા સારા છે.' ઇત્યાદિ સ્ત્રીકથાનો સદંતર ત્યાગ કરવો. દેશકથા-જેમકે “માળવા દેશ રમણીય છે. ત્યાંની માટી સારી ને ધાન્ય પણ સારૂં નિપજે, દુષ્કાળ તો કદી પડે જ નહીં. ત્યાંના રાજાઓમાં સરસ્વતી અને લક્ષ્મીનો સંગમ દેખાય. લોકો કંદોરા પણ સોનાના પહેરે. ગુજરાતની ભૂમિના લોકો તો શાંતિમાં સમજે, યુદ્ધના સમયે ક્યાંય દેખાય નહીં. લાટદેશ તો ભિલોથી ભર્યો છે. કાશ્મીરમાં નરી મૂર્ખતા જ દેખાય છે, અને કુંતલદેશમાં તો સ્વર્ગના સુખ જામ્યા છે. સમુદ્રપારના દેશો અતિ સમૃદ્ધ ને વિલાસપ્રિય છે. તેમનું જીવન ઘણું ઊંચું હોય છે, ઇત્યાદિ દશકથા દુર્જનની સોબતની જેમ સારી બુદ્ધિવાળાએ છોડી દેવી. ભક્તકથા (ભોજનકથા) ખાનપાન આદિના સ્વાદની કથા. જેમકે અમુક લગ્નમાં રસોઈ ઘણી સારી હતી. અમુક મિષ્ટાન્ન-ફરસાણ કે ખાદ્ય-પેય પદાર્થ અમુક હાથે સરસ થાય છે, તે વખતે ત્યાં ખાધેલ શાક આદિ ઘણાં જ સ્વાદિષ્ટ હોઈ તેનો સ્વાદ તો દાઢમાં જ રહી ગયો છે. અથવા તે ખાદ્યાદિ પદાર્થોની નિંદાદિ કરવા જેમકે “અમુક જગ્યાએ સારું ખાવાનું હોતું જ નથી.” “તેણે મોટા ઉપાડે નોતર્યા તો ખરા પણ ખાવાનું કેવું હતું? આના કરતાં તો કોઈ સામાન્ય માણસની રસોઈ સારી હોય છે.” વગેરે. કહેવું એથી પણ આગળ વધી મહાપાપના કારણભૂત અભક્ષ્ય ભોજનની પ્રશંસાદિ કરવી. વગેરે વિકથાનો દૂરથી જ ત્યાગ કરવો એ ડહાપણની વાત છે. સંબોધસિત્તરી પ્રકરણની વૃત્તિમાં સાત પ્રકારની વિકથા જણાવેલ છે. તેમાં ઉપરની ચાર વિકથા ઉપરાંત આ ત્રણનો ઉમેરો કરવામાં આવ્યો છે, મૂકીકથા એટલે શ્રોતાના હૃદયને પલાળી નરમ બનાવી દે છે. તેમાં પુત્ર-પુત્રી આદિ મુખ્યપાત્ર હોઈ કરુણા ઉપજાવે છે, જેમકે “હા પુત્ર, તું અમને મૂકી કેમ ચાલ્યો ગયો ? અરે અમે તો લંટાઈ ગયા. અમે હવે તારા વિના જીવીને શું કરશું? અરે રે. તું તો મરી ગયો પણ અમે તો ક્યાંયના ન રહ્યા. ઈત્યાદિ. બીજી દર્શનભેદીની કથા. જેમાં કુતીર્થિકોના જ્ઞાન વગેરે ભક્તિ આદિના સાતિશયપણાની પ્રશંસા કરવામાં આવે છે. જેમકે બૌદ્ધોમાં ધર્માચરણની ઘણી સરળતા છે, એકલી નિરસતા ત્યાં નથી. પ્રેમને તો પ્રાધાન્ય આપ્યું છે. તેમની કથાઓ તો સાંભળવા યોગ્ય છે.” ઈત્યાદિ ત્રીજી ચારિત્રભેદીની કથા. તેમાં વ્રતધારી કે વ્રત લેવા તત્પર થયેલા પુરષના ચારિત્ર-આચારાદિની ભાવનામાં ભંગાણ પાડવું. ભાવના ટૂટી જાય તેવી કથા કહેવી, જેમકે અમુક માણસે નિયમ લીધેલા પણ પાળી શકાયા નહીં. પાળી શકાય જ નહીં. આજનો સમય એવો છે. અહીં વળી કેવળી આદિનો તો અભાવ છે. વાતાવરણ કેવું વિષમ છે. અહીં ધર્મ થઈ શકે જ નહીં. કેવળી વિના ધર્મની શુદ્ધતા-અશુદ્ધતાનો ભાવ કોણ જાણે? માટે ચારિત્ર આદિ વ્યર્થ છે.” અથવા ચારિત્ર તો ઘણું જ કઠણ છે, તેમાં શરીરને એકલી પીડા જ આપવાની છે. પર્વત પરથી પડવું સારું પણ આ પીડા તો ભાઈ ! જીવનભરની દુવિધા છે.' ઇત્યાદિ. વળી કોઈ એમ કહે છે કે – काले पमायबहुले, दंसणनाणेहिं वट्टए तित्थं । वुच्छिन्नं चारित्तं, तो गिहिधम्मो वरं काउं ॥ १ ॥
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy