________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ
કી ઘણનો તેના પર
જેમ કોઈ અતિબલિઇ યુવાન પુરુષ હીરાને એરણ પર મૂકી ઘણનો તેના પર સાવધાનીપૂર્વક ઘા કરે છતાં હીરો ભાંગતો નથી, કોઈવાર એરણમાં ખેંચી જાય છે, આવા હીરાને ચક્રવર્તિની સ્ત્રી (રત્ન) પોતાની હથેળીમાં મસળી તેનું ચૂર્ણ કરી સ્વસ્તિક પૂરે છે ને ચક્રીને તિલક કરે છે, (આવા બળવાળી) તે ચક્રીની પત્ની સજીવ પૃથ્વીકાયના કોઈ પિંડને નિસાતરા (ચટણી વાટવાના પત્થર) પર મૂકી લસોટે ત્યારે તે પૃથ્વીકાયના પિંડના કોઈ જીવને પીડા થાય, કોઈને જરાય ન થાય, કોઈનું મૃત્યુ નિપજે ને કોઈને થોડી જ પીડા થાય. અર્થાત્ પૃથ્વીકાયિક જીવના શરીરની એટલી સૂક્ષ્મતા છે.
જેમ કોઈ મોટા શહેરમાં કોઈના ઘરે કોઈ ચોરે મોટી ચોરી કરી, તે વાત વાયુવેગે બધે ફેલાઈ ગઈ છતાં તે જ નગરના કેટલાક લોકોને આ ચોરીની જાણ જ થઈ નથી. આ ઉપમાથી લવણ-આદિ પૃથ્વીકાયના શરીરોના ઘાત-આઘાતની બાબતમાં જાણી લેવું.
તેવી જ રીતે સ્થાવર (હલન-ચલન રહિત) વનસ્પતિકાયનું સજીવપણું સિદ્ધાંતાનુસાર જાણવું. તેઓ અંકુરિત થઈ વધે છે. તેમને પાંદડા, પુષ્પો અને ફળ આવે છે. પોતાના પુષ્મિતફલિત થયાના કાળને જાણે છે. ઇંદ્રિયના વિષયને ગ્રહણ કરે છે. બકુલ આદિ વૃક્ષોમાં આ પ્રક્રિયા સ્પષ્ટ જણાય છે. તેના જન્મ-વૃદ્ધિ-વૃદ્ધત્વ અને કાળે નાશ જણાય છે. જે જીવન વિના સંભવિત નથી. તે સંબંધમાં કહેવામાં આવ્યું છે કે વનસ્પતિ સજીવ છે. તેમાં મનુષ્યની જેમ જન્મ-જરાવૃદ્ધિ આદિ દેખાય છે માટે, જળ પણ સચેતન છે. દેડકાની જેમ ધરતીમાંથી સ્વાભાવિક જ પ્રગટે છે માટે. અગ્નિ પણ જીવતો છે, કેમકે આહાર (કાષ્ઠાદિ)થી તેની વૃદ્ધિ જણાય છે, પવન પણ ગાય આદિની જેમ અડચણ કે પ્રેરણા પામી આડો કે નિયતક્રમે ગમન કરે છે તેથી, વૃક્ષાદિ પણ સજીવ છે, કારણ કે તેની આખી ચામડી ઉખાડી નાંખવામાં આવે તો ગર્ભની જેમ તે પણ નાશ પામે છે.
આમ આગમવાક્યથી તથા વ્યવહારથી પણ સ્થાવરનું સચેતનત્વ જાણીને તેમજ દયામય ધર્મને સમજીને શ્રાવકે સ્થાવર જીવની નિરર્થક હિંસાથી બચવું, વિરાધનાથી અટકવું. જો આપણે સામાના પ્રાણ જ લઈ લઈએ તો આપણે તેનું શું ન લીધું? અથવા એની પાસે બચ્યું જ શું? માટે જ કહ્યું છે કે સર્વવ્રતમાં અહિંસાવ્રતને સર્વજ્ઞ પ્રભુએ પ્રથમ અને શ્રેષ્ઠવ્રત કહ્યું છે. સર્વપાપને નષ્ટ કરનાર આ વ્રતનું ખૂબ જ યત્નપૂર્વક મનુષ્યોએ પાલન કરવું જોઈએ. આ વિષય પર ઉપયોગી શ્રી જિનદાસ શેઠનો પ્રબંધ પ્રાકૃત મુનિ પતિચરિત્રમાંથી ઉદ્ધરી અહીં લેવામાં આવેલ છે.
શ્રી જિનદાસ શેઠની કથા ચંપા નામની નગરીમાં જિનદાસ નામના શેઠ વસતા હતા. ગુરુ મહારાજ પાસે ધર્મ સાંભળી તેમનો વર્ષોલ્લાસ વૃદ્ધિ પામ્યો, પરિણામે સમ્યકત્વયુક્ત બાર વ્રતધારી શ્રાવક થયા,