SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ૩૯ રોગ-આતંક-કષ્ટ-વેદના પ્રાપ્ત થયા પછી એવો વિચાર આવે કે આ ક્યારે મટશે? સતત તેના નાશની ચિંતા તે ત્રીજો પ્રકાર અને પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કર્યા કરવું એ ચોથો પ્રકાર, અથવા આવશ્યકનિયુક્તિગત ધ્યાનશતકની વૃત્તિમાં જણાવ્યું છે કે “ઇંદ્ર, ચક્રવર્તી, વાસુદેવ આદિનાં રૂપ, સામર્થ્ય, સમૃદ્ધિ આદિ જોઈને કે સાંભળીને તેને ભવાંતરમાં મેળવવા પ્રાર્થનારૂપ અધમ નિયાણું કરવું કે આ મારા તપ, ત્યાગ કે દાન આદિના પ્રભાવથી હું દેવ-દેવેન્દ્ર-નરેન્દ્રાદિ થાઉં.” આ આર્તધ્યાનનો ચોથો ભેદ છે, અહીં કોઈને એમ લાગે કે દેવેન્દ્ર આદિ થવાનું નિયાણું અધમ કેમ કહેવાય? તેનું સમાધાન એ છે કે આ ધ્યાન અત્યંત અજ્ઞાનમય પરિસ્થિતિમાં પડેલા જીવને ઉપજી શકે છે. કેમકે અજ્ઞાની જીવ જ પરિણામની ચિંતા કર્યા વગર સારું લાગતું લેવા દોડે છે, જેમ વિષમિશ્રિત પકવાન્ન ખરેખર પક્વાન્ન નથી, પણ ઘાતક હોઈ વિષ જ છે, તેને પકવાન્નની બુદ્ધિથી અજ્ઞાની જ ખાઈ શકે. જ્ઞાની તો તેના મારક ઘાતક તત્ત્વને નિહાળે છે. નિયાણાથી મેળવેલ સંપદા અવશ્ય દુર્ગતિ આદિ દુઃખનું મહાન કારણ છે જ. ધ્યાન આમ તો આત્મવૃત્તિ (આંતરિક વ્યવસાય) રૂપ હોઈ અલક્ષ્ય છે. પણ તે છતાં તે લક્ષણોથી કળી શકાય છે. આર્તધ્યાનને જાણવાના સામાન્ય રીતે આ ચાર લક્ષણો જણાવ્યા છે. પ્રથમઆઝંદ-એટલે કાળો કકળાટ કરવો, મોટેથી રડવું, આદિ. બીજું શોચન એટલે શોક કરવો, આંસુ પડવાં, વિલખા અને સૂનમૂન રહેવું વગેરે. ત્રીજુ પરિદેવન, એટલે દીનતા કરવી, નિસાસા નાખવા વારે વારે તેવી કર્કશ વાણી કહેવી તે અને ચોથું લક્ષણ તાડન, પોતાના શરીરે જ ઘાત કરવો, છાતી આદિ કૂટવા માથા પછાડવા વગેરે. આ ચારેય લિંગ (લક્ષણ) ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગથી થતી નિરાશા અને વ્યથામાંથી ઉપજે છે. આ ધ્યાનથી જીવ પરલોકમાં તિર્યંચગતિમાં જાય છે. શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે, “આર્તધ્યાનથી તિર્યંચગતિ, રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુક્લધ્યાનથી મોક્ષગતિ પ્રાપ્ત થાય છે.” આર્તધ્યાનથી સંયતિ નામના સાધ્વી ગરોળી તરીકે બીજા ભવે જન્મ્યા. આ ધ્યાન દેશવિરતિનાયક પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. આ જ ધ્યાનથી નંદમણિયાર શેઠ તળાવમાં દેડકા થઈ અવતર્યા હતા. તથા સુંદરશેઠ ચંદન ઘો થયા હતા. ઇત્યાદિ આર્તધ્યાનના ફળ જાણવા. બીજું રૌદ્રધ્યાન નામનું અપધ્યાન છે. તે આર્તધ્યાન કરતાં વધારે ક્રૂર અધ્યવસાયવાળું છે. તે પણ ચાર પ્રકારે છે. જેમકે એકેન્દ્રિયાદિ પ્રાણીને મારવા, વિંધવા, બાંધવા, પૂરવા, આંકવા થાવત્ તેમનો ઘાત કરવો તેથી આગળ વધી ખગ, ભાલા, મુફ્ટર આદિથી તેમજ વીર, ભૂત, ભૈરવ, પિશાચના દ્વારા કે મૂઢ આદિ મેલી વિદ્યાના પ્રયોગથી તથા વિષપ્રયોગ કે મંત્ર-તંત્રયંત્રાદિકથી મનુષ્યાદિને મારી નાખવાનું ક્રોધવશ ચિંતવવું તે હિંસાનુબંધી નામનો રૌદ્રધ્યાનનો પ્રથમ ભેદ સમજવો. ચાડી ખાવી, અઘટતું વચન કે ખરાબ ગાળ આદિ દેવી, પોતાની બડાઈ હાંકવી અને પારકાના દોષો ઉઘાડા પાડવા. પોતાના રાજા કે પક્ષ આદિનો જય વિજય સાંભળી સામા માટે
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy