SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ ૨૭૩ વેચવા આવ્યો છું.” એ મૂળ મુદ્દાની વાત સારી રીતે સમજાવી. તે શેઠે કહ્યું – “ભાઈ ! તમારી બધી વાત સાચી. પણ જે મુનિને તમે આજે દાન કર્યું એજ સાચું દાન તમારાથી બની શક્યું છે. એવું હું મારા પૂર્વજોના બોધથી જાણી શકું છું. માટે તમે જો મુનિદર્શન અને આપેલા દાનનું ફળ મને આપો તો તમે કહો તે તમને આપું.” ધનદત્તને આ વાત જરાય ન ગમી, એટલે એ તો જેવો આવ્યો હતો તેવો જ પાછો તેના ઘર ભણી ઉપડ્યો, તેણે વિચાર્યું - એ સાધુ તો કેવા સુપાત્ર હતા. તેમના દર્શન માત્રથી કેવી શાંતિ થઈ હતી. જરાય રાગ નહિ ને રોષ પણ નહીં. સંતોષી તો કેવા! એમને આપતાં જે આનંદ ઉપજયો છે તે તો કદી અનુભવ્યો પણ નથી. એ દાન કેમ વેચાય ને એનું ફળ કેમ જતું કરાય!! માર્ગમાં જતાં જ્યાં પોતે ખાવાના સાથવાના લાડવા મુનિને વહોરાવ્યા હતા તે જગ્યા આવી. તેનું સ્મરણ થતાં તેને ઘણો આનંદ થયો. તે જગ્યાએ ઉંબરાના સુંદર દેખાતા ફળ પડ્યા હતાં, “ઘરે કાંઈક તો લઈ જવું જોઈએ એમ ધારી તેણે તે ફળની પોટલી બાંધી લીધી ને ઘેર ચાલ્યો. તે વનની વનદેવતા તેની ભક્તિશ્રદ્ધાથી પ્રસન્ન થઈ અને તેણે તે ઉંમરાના ફળને સોનાના કરી નાંખ્યાં. ઘરે જઈને તેણે પોટલી ખોલતા તેના આશ્ચર્યની સીમા ન રહી પછી તો તે ત્યાગી મુનિરાજોના સંપર્કમાં આવતાં પરમ શ્રાવક થયો. આવક પ્રમાણે ખર્ચની વ્યવસ્થા કરવાથી તે સુખી થયો. માટે શ્રાવકે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. દરેક કાર્યમાં ધર્મને પ્રથમ સ્થાન આપવું અને ધર્મમાં કોઈ જાતના અવરોધ ન આવે તે માટે અર્થ-કામને નિયંત્રિત રાખવા. કોઈ એવા પણ જીવ હોય છે જેમને અર્થ અને કામમાં સર્વસ્વ દેખાય છે. સાગરશ્રેષ્ઠી અને ધવળશ્રેષ્ઠીની જેમ તેમનું જીવન અર્થ અને કામની પાછળ ખર્ચાઈ જાય છે, બિચારા ધર્મ વિના દુર્ગતિના દુઃખ ભોગવે ને ઉના ઉના નિઃસાસા નાંખે છે. ત્યાં અર્થ-કામ કશા જ કામમાં આવતા નથી. અધર્મી અંતે બધા જ સારા સંયોગો ગુમાવી પોતાનું જ સર્વ રીતે અનર્થ કરે છે. ધર્મ વિના કલ્યાણ ક્યાંથી થાય? કોઈ વળી એવા પણ જીવ હોય છે જે ધર્મ-અર્થ કે કામ એ ત્રણેમાંથી એકે સેવતા નથી. મહાપુરુષાર્થી અણસણાદિ દ્વારા એકલા મોક્ષની જ સાધના કરે છે. મહામુનિરાજો આ ભાંગામાં આવે છે. કોઈ ધર્મઅર્થ અને કામને પરસ્પર બાધા ન આવે એ રીતે આચરણ કરે છે, આ ભાંગામાં અભયકુમાર, તુલસા શ્રાવિકા આદિને જાણવા. માટે અન્યોઅન્ય પ્રતિબંધ ન આવે એ રીતે ત્રિવર્ગ (ધર્મ-અર્થ-કામ)નું સાધન કરવું. કહ્યું છે કે “જે ગૃહસ્થના ધર્મ-અર્થ-કામ વિનાના દિવસો એ વિફળ દિવસો છે, ધર્માદિ વિનાનું જીવતર લુહારની ધમણ જેવા શ્વાસવાળું અવાસ્તવિક જીવન છે. દૈવયોગથી ધર્મ-અર્થ-કામમાં પરસ્પર બાધા ઊભી થવા જેવું લાગે તો પાછલી વસ્તુ ગૌણ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy