SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ ૧૫ દયાની પ્રેરણા આપી મારા કલ્યાણ માર્ગને પ્રશસ્ત બનાવ્યો છે. તે જીવદયાનું કામ મારી પાસે આવી સૌહાર્દતાથી કરાવે ને હું ન કરું તો મારી બુદ્ધિ જડ કહેવાય અને આર્યત્વ લાજે. મને ઘણો આનંદ થયો. મહામંત્રી! તમે ઉતારે વિશ્રામ કરો. હું તમારી સામે જ આ મંગલકાર્યનો શુભારંભ કરાવું છું.' અને થોડી જ વારમાં કાશીદેશના ચૌરે ચૌટે નગારા ગડગડી ઉઠ્યાં ને અહિંસાની ઘોષણા ગુંજવા લાગી. ત્યાંની મોટી નદીઓમાં માછીમારો મોટો મત્સ્યઉદ્યોગ કરતા હતા. રાજઆજ્ઞાથી માછલાં મારવા-પકડવા બંધ થયા. આ પાપવ્યાપારને છોડી સહુ માછલા પકડવાની જાળો રાજસભામાં મૂકી ગયા. ગુજરાતના મહામાત્યની સામે જ ગણવામાં આવેલી તે જાળની સંખ્યા એક હજાર લાખ ને એંસી હજારની થઈ ! તે બધી જાળો અને બીજા નાના મોટા હિંસાના સાધનો સહુની સમક્ષ કાશીરાજે બનાવી નાખ્યાં. આખા દેશમાં અમારિ ઘોષણા કરાવી. ગુર્જરપતિપર સંદેશ લખી આપી ઉપકાર માન્યો. મંત્રીને મોંઘો શિરપાવ આપ્યો અને મંત્રી લાવ્યા હતા તેથી બમણી ભેટ સામેથી આપી માનપૂર્વક વિદાય આપી. મંત્રીએ પાટણ આવી ચૌલુક્ય વંશના ચમકતા ચાંદ જેવા રાજાને મૂળથી માંડીને સમાચાર નિવેદિત કર્યા. રાજા ઘણો જ આનંદ પામ્યા. કુમારપાળ રાજાએ પોતાના અઢાર લાખ ઘોડાની પલાણદીઠ પૂંજણી ને પાણી ગળવાની ગરણીઓ કરાવી. આમ ઇતિહાસમાં સ્ટેજ ન મળે તેવું અહિંસા પાલનનું આદર્શ દષ્ટાંત ઉભું કર્યું. (આજે પણ પાટણમાં જીવાંતખાનું છે, જે પ્રાય: ક્યાંય જોવાતું નથી,) શ્રી કુમારપાળ ચરિત્રમાં આવા ઘણાં વૃત્તાંતો છે. ૬૪ હિંસાના ત્યાગે વિરતિ આત્મહિતના કામી જીવોએ ચાર પ્રકારની (દ્રવ્યથી કરે પણ ભાવથી નહિ, ભાવથી કરે પણ દ્રવ્યથી નહિ, દ્રવ્યથી કરે ને ભાવથી પણ કરે, દ્રવ્યથી પણ ન કરે ને ભાવથી પણ ન કરે) દ્રવ્ય-ભાવની ચૌભંગી જાણી હિંસાનો ત્યાગ કરવો. તેથી અચિંત્ય સુખ આપનાર દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. આ જ બાબતનું વિવરણ કરતા સમજાય છે કે દ્રવ્ય અને ભાવથી ચાર પ્રકારે હિંસા થાય છે. જેમકે ઈર્યાસમિતિના ઉપયોગી મુનિને દ્રવ્યથી હિંસા પણ ભાવથી નહીં, તે પહેલો પ્રકાર, અંગારક (રુદ્ર) આચાર્યે મહાવીરના મકોડા ચગદાય છે એવી બુદ્ધિથી કોલસાની કણીઓ ચાંપી તે તથા સર્પની બુદ્ધિથી દોરડાને મારવું એ પણ ભાવહિંસા, દ્રવ્યથી નહિ, એ બીજો પ્રકાર. મારવાની બુદ્ધિથી મૃગલા આદિને શિકારી વગેરે મારે તે દ્રવ્ય-ભાવવાળી હિંસાનો ત્રીજો પ્રકાર અને ત્રિકરણશુદ્ધ ઉપયોગવંત મુનિને દ્રવ્યથી પણ હિંસા લાગતી નથી ને ભાવથી પણ લાગતી નથી તે ચોથો પ્રકાર, હિંસાની વ્યાખ્યા કરતાં શ્રી ઉમાસ્વાતિજી વાચકવર્ય શ્રી તત્ત્વાર્થસૂત્રમાં ફરમાવે છે કે
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy