SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ अन्यायोपार्जित वितं, दशवर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥ અર્થ – અન્યાયથી મેળવેલું દ્રવ્ય દશ વર્ષ સુધી રહે છે, ને અગિયારમું વર્ષ લાગતા તો મૂળ સહિત નાશ પામે છે. આ બાબતની સાક્ષી પૂરતાં સાગરશ્રેષ્ઠી, પાપબુદ્ધિ અને રંક શેઠ આદિ અનેકના દાખલા સિદ્ધાંતમાં ઉપલબ્ધ છે. તેથી માયા-કપટ છોડી સરળતાપૂર્વક વ્યવહાર કરવો જેથી આ લોકમાં પણ પ્રતિષ્ઠા આદિ વધે છે. સાધુપુરુષોના તો આહાર, વિહાર ને વ્યવહાર આ ત્રણે વસ્તુ જોવાય છે ત્યારે ગૃહસ્થનો એક માત્ર શુદ્ધ વ્યવહાર જ જોવામાં આવે છે. વૃદ્ધા પાસેથી એક વાર્તા સાંભળવા મળે છે કે – “પુણિક નામનો શેઠ માત્ર પચ્ચીશ દોકડાનો સ્વામી હતો, તે પ્રતિદિવસ શુદ્ધ વૃત્તિથી સાડાબાર દોકડા કમાઈ ગૃહસ્થાઈ ચલાવતો હતો.' અહીં કોઈને એવો વિચાર આવી શકે કે કેટલાક ધર્મ કે ન્યાય-નીતિથી ચાલનાર દરિદ્રતાઅક્ષત આદિના દુઃખથી પીડાતા હોય છે ત્યારે કેટલાક ફૂડ-કપટ અને અધર્મથી વ્યાપાર કરી શ્રીમંત બન્યા છે. તેઓ સુખી અને સમૃદ્ધ જણાય છે, તો આમાં શુદ્ધ વ્યાપાર અને ન્યાયનિષ્ઠાની વાત ક્યાં રહી?” તેનું સમાધાન આ પ્રમાણે કરવું કે આ બાબતમાં તો પૂર્વભવના કર્મની પ્રધાનતા રહેલી છે. પૂર્વે બાંધેલા તથાવિધ પુણ્યના યોગે સામગ્રીની સુલભતા ને પાપના યોગે સામગ્રીની દુર્લભતા હોય છે. આ ભવના કર્મની અહીં મુખ્યતા નથી. સિદ્ધાંતમાં પુણ્ય-પાપની ચઉભંગી આ પ્રમાણે બતાવવામાં આવી છે. (૧) પુણ્યાનુબંધી પુણ્ય, (૨) પાપાનુબંધી પુણ્ય, (૩) પુણ્યાનુબંધી પાપ, અને (૪) પાપાનુબંધી પાપ. આમ ચારે પ્રકારે શુભાશુભ કર્મનો બંધ છે. શ્રી જિનધર્મ સારી રીતે આરાધના કરનાર ભરત મહારાજા જેવા મહાનુભાવોનું પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. જે પુણ્ય ભોગવતા પુણ્ય જ બંધાવે તે પુણ્યાનુબંધી પુણ્ય. અજ્ઞાન કષ્ટ દ્વારા કોણિકની જેમ જે સમૃદ્ધિ પમાડે તે પાપાનુબંધી પુણ્ય. જે પુણ્ય ભોગવતા પાપ જ બંધાવે તે પાપાનુબંધી પુણ્ય. તે ભવમાં પાપના ઉદયે દરિદ્રદ્રમકને મુનિ થવાના ભાવ જાગ્યા ને તે મુનિ થયા તે પુણ્યાનુબંધી પાપના પ્રતાપે. જે પાપ ઉદયમાં આવી પુણ્યાઈની સગવડ કરી આપે તે પુણ્યાનુબંધી પાપ અને જે કાલસૌકરિક કસાઈને ઉદયમાં હતું તે પાપાનુબંધી પાપ. પાપના ઉદયે તે કસાઈ થયો ને પાછું પાપ નિરંતર કરતો રહ્યો ! જે પાપ ઉદયમાં આવી નવું પાપ જ બંધાવે તે પાપાનુબંધી પાપ કહેવાય. કોઈ જીવને પાપાનુબંધી પુણ્યના પ્રકાશથી આ ભવમાં વિપત્તિ પીડા જોવાતી નથી. પણ તે પુણ્ય પાપ બંધાવ્યા વિના નાશ પામતું ન હોવાથી તે જીવ પરિણામે પરભવે અવશ્ય મહાદુઃખ પામે છે, એમાં શંકાને સ્થાન નથી.
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy