SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ તરત છાલીયું ભરી મોતી કોઠીમાંથી મંગાવ્યા ને વાટી લાવવા કહ્યું. વાટવાની શરૂઆત થતાં તો નવવધૂ ઉભી થઈ કહેવા લાગી – “હવે રહેવા દો મને સારું છે.” શેઠે પૂછ્યું - “તે ઓચિંતું સારું કેમ થઈ જાય? હજી સુધી તો તમને અસહ્ય પીડા થતી હતી. ને મોતી વટાયા પહેલા જ સારું થઈ ગયું !” આખરે પુત્રવધૂએ પોતાને થયેલ શંકાની વાત કહી ઉમેર્યું - “ખરેખર ! મારા પુણ્યયોગે મને કંજુસનું ઘર નથી મળ્યું. મારે પરીક્ષા કરવી હતી. હું ખરેખર પુણ્યવતી છું.” શેઠે કહ્યું – “બેટા ! ખોટા માર્ગે પડી ગયેલી એક કોડીને પણ હજાર સોનામહોર સમજીને જે શોધે છે અને અવસરે જે કરોડ મહોરો વાપરવામાં પણ હાથ પાછો ખેંચતો નથી, તેનો સાથ લક્ષ્મી કદી પણ છોડતી નથી.” આ સાંભળી પુત્રવધૂએ પોતાના સસરાની સમજદારી ઉપર ગૌરવ વ્યક્ત કર્યું. ને આનંદથી રહેવા લાગી. આનો સાર એ છે કે કરકસર ગુણ છે ને કૃપણતા દોષ છે. લક્ષ્મીના ચાહકે અત્યંત ક્લેશ કે ક્રોધ પણ કરવો નહીં કારણ કે ક્ષમાગુણથી લક્ષ્મી રાજી રહે છે. લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે – होममंत्रं बलं विप्रे, नीतिशास्त्रं बलं नृपे । राजा बलं अनाथेषु, वणिकपुत्रे क्षमा बलम् ॥ અર્થ:- હોમ-મંત્ર આદિ બ્રાહ્મણનું બળ કહેવાય છે, નીતિશાસ્ત્ર એ રાજાનું બળ કહેવાય છે, અનાથોનું બળ રાજા છે અને વણિકનું બળ ક્ષમા છે. અર્થાત્ વાણિયો ક્ષમાથી સારી રીતે ફાવે. વળી કહ્યું છે કે ધનનું મૂળ પ્રિયવચન અને ક્ષમા છે. કામનું મૂળ પૈસો, સ્વસ્થ શરીર અને વય છે. ધર્મનું મૂળ દયા, દાન અને દમન (ઇંદ્રિયાર્થનું દમન) છે અને મોક્ષનું મૂળ સર્વ અર્થપ્રયોજનથી નિવૃત્તિ છે. એક વાર્તા છે કે – એકવાર લક્ષ્મી અને દારિદ્રને એક જ જગ્યામાં રહેવા માટે મોટો વિવાદ થયો. તે એટલો બધો વધ્યો કે તેમણે ન્યાય માટે ઈન્દ્ર પાસે આવવું પડ્યું. દારિદ્ર કહ્યું – “મહારાજ ! આ ચપલા ચંચલ છે, આની વાતમાં આવશો નહીં. બાપડી મારાથી સદા ડરતી રહે છે. કોણ જાણે કેમ આજે વળી એ દુઃસાહસ કરવા આવી છે. ક્યાંય સ્થિર થઈને રહી શકતી નથી, બધે ભમ્યા જ કરે છે, હું કેટલો નિર્ભય છું? મને કોઈ સરળતાથી કાઢી શકતું નથી.” ઈન્દ્ર કહ્યું – “ભાઈ ! વાત તો તારી સાચી લાગે છે. પણ તમે આજે ભેગા ક્યાંથી થઈ ગયા? તમારા રહેઠાણ હશે ને? લક્ષ્મી દેવી! તમે ક્યાં રહો છો?” લક્ષ્મીએ કહ્યું – गुरवो यत्र पूज्यन्ते, वित्तं यत्र नयार्जितम् । મન્તનો યત્ર, તત્ર શa ! વણાખ્યમ્ ૨ | અર્થ - જ્યાં ગુરુઓની પૂજા થાય છે, વડીલોના ગૌરવ સચવાય છે. જ્યાં ન્યાયનું દ્રવ્ય મેળવાય છે અને જ્યાં અન્યોઅન્ય ક્લેશ કલહ થતો નથી. તે શક્રદેવેન્દ્ર ! હું ત્યાં વસું છું.” પછી ઇન્દ્ર દારિત્ર્યને પૂછ્યું કે - “તું ક્યાં રહે છે?” તેણે કહ્યું –
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy