SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૨૬૦ કે ગંગા-જમુના નામની તારે બે ગાયો છે, તે ગાયોની કોંઢ વચ્ચે ખોદવાનું છે. ત્યાં સારૂં એવું ધન બાપાએ ગોપવ્યું હશે. ૯. ‘પ્રત્યેક ક્ષેત્રમાં ધન વાવવું.' એટલે સાત ધર્મક્ષેત્રમાં ધન વાપરવું. તેથી મહાનફળ મળે છે. આલોક અને પરલોક બંને સુધરે છે. લોકમાં પણ કહેવાય છે કે - એકગણું દાન ને હજારગણું પુણ્ય.’ આનો અર્થ તેં તો એવો કર્યો કે - ‘ખાતરના જ્યાં ઢગલા ઠલવાય ત્યાં ધન વાવવું. તે ધન કાંઈ ઉગે ?' માણસ પાસે આપણું ધન રહી જાય તો પણ તે ધર્મમાં જ ખરચવાનો. ૧૦. તું તો વાડ ક૨વા હાથીદાંત લઈ આવ્યો ને છેવટે લોકો તે તાણી ગયા. લોકોને ઉછીનું ધન આપી લેવા ન ગયો ને તેઓ દેવા ન આવ્યા. માથે બોજો ન ઉપાડ્યો ને મોં માંગ્યા તેં મજુરોને દામ આપ્યા. પત્નીને બાંધી-મારી અને તે તેના બાપને ત્યાં ગઈ. ગળ્યું ખાધું ને તેં તારું પાચનતંત્ર બગાડ્યું. એ...ય આરામથી સૂઈ રહ્યો ને કામ રખડાવ્યું, ગામડામાં ઘર બાંધવા બેઠો ને બધાં અધૂરા રહ્યા. ગંગા-જમનાની જમીન ખોદી. પરિશ્રમ કર્યો ને હાનિ વેઠી. ખેતરોમાં જઈ રૂપિયા વાવી આવ્યો તે તેના કોઈ ઝાડ જોયા છે કદી ? તારા પિતાએ કહેલ હિતશિક્ષાનો તને મર્મ સમજાવ્યો. તે પ્રમાણે કરજે તેથી સુખી થઈશ.' આમ તે ભોળો પિતાના ગૂઢાર્થ-મર્મને જાણ્યા વિના દુઃખી થયો. ને મર્મ જાણી શુદ્ધ વ્યાપારાદિ કરવાથી સુખી થયો, તેમ સહુએ આ દૃષ્ટાંત સમજી ચતુર થવું ને વ્યવહારદક્ષ થઈ કાર્ય કરવું. ૧૨૦ કંજૂસાઈ આદિ અવગુણ ત્યાગવા कार्पण्याच्चातिराटित्त्वं न कुर्यादर्थस्यार्जकः । मायाबुद्धि च सर्वत्र, संत्यजेद् व्यवसायवान् ॥ १ ॥ અર્થ ઃ– ધન ઉપાર્જન કરનારા વ્યવસાયીએ કંજુસાઈ ન કરવી. કંજૂસાઈના કારણે રડારોળ-રાડારાડી કરવી નહીં. જીવનના કોઈપણ ક્ષેત્રમાં માયાબુદ્ધિ રાખવી નહીં. વિશેષાર્થ :– ધન કમાવાની ઇચ્છાવાળાએ કૃપણતા કંજુસાઈથી બચવું. કૃપણતા દોષના વશે પડવાથી ભુવનભાનુ કેવળીના જીવે સોમદત્તના ભવમાં પોતાના જ મામાના દીકરાને ધીરેલા રત્નો પાછા લેવા જતાં પોતે લાંઘણ કરી હતી ને એ રીતે એક કોડી રત્ન પાછા મેળવ્યા ને શેષ પાંચ રત્નો મેળવવા પોતે સાત દિવસ લાંઘણ કરી. તેની સામે મામાના દીકરાએ પણ લાંઘણ કરીને સાતમે દિવસે તે મરી ગયો. આ વાર્તા જાણી લોકોમાં હાહાકાર થઈ ગયો ને સહુએ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy