SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૨૫૫ કહ્યું - ‘જુઓ, ભાઈ ! તમારે પૈસાની જરૂર છે ને ? ખુશીથી લો. મને પીડશો નહિ ને અવસરે પાછું આપજો. પણ એક વાત ધ્યાનમાં એ રાખવાની છે કે તમારે સાક્ષી આપવો પડશે તે વિના પૈસા નહિ આપું.' ચોરોએ વિચાર્યું ‘આ બિચારો ગામડીયો વાણિયો સાવ ભોળો લાગે છે.’ પાસેથી જતો એક બિલાડો બતાવતા તેમણે કહ્યું - ‘શેઠ ! આ બિલાડો સાક્ષી, બસ.... હવે જે હોય તે સીધી રીતે આપી દો.’ એમ કહી વાણિયાનું દ્રવ્ય પડાવી તેને ત્યાંથી કાઢી મૂક્યો. શેઠ પણ ચોરોનું ઠામ ઠેકાણું જોઈ નિરુપાયે પાછા વળ્યા ને ધૈર્ય રાખી કામે લાગ્યા. થોડો સમય વીત્યા પછી તે ચોરો પૈકી કેટલાક ચોરીનો માલ વેચવા તે શેઠના ગામ આવ્યા. પોતાની દુકાને માલ વેચવા આવતા શેઠે તેમનો માલ દબાવી પોતાનું ધન પાછું માંગતાં કહ્યું – ‘મારૂં ધન લાવો જે તમે જંગલમાં મને એકલો જોઈ પડાવ્યું હતું.' ચોરોએ ના પાડતા શેઠ ને ચો૨ વચ્ચે બોલચાલ થઈ ને લોકોનું ટોળું ભેગું થઈ ગયું. મામલો રાજમાં ગયો ને ન્યાયાધીશે શેઠને પૂછ્યું - ‘આ લોકો તો તમને ઓળખતા પણ નથી ને પૈસા આપ્યાની વાત કરો છો ! આ - બાબતમાં તમારો કોઈ સાક્ષી છે ?’ શેઠે કહ્યું – ‘હા અન્નદાતા ! હું હમણાં બોલાવી લાવું એમ કહી તે એક કાળો બિલાડો લઈ આવ્યો ને કહ્યું – ‘આ લોકોએ જ આ સાક્ષી રાખેલ.' આ સાંભળતા ચોરો બોલ્યા – ‘ઢાંકી શું રાખ્યું છે ? ઉઘાડો ને કેવોક સાક્ષી છે અમે જોઈએ તો ખરા !' શેઠે બિલાડા પરનું કપડું ખસેડતા ચોરો બોલી ઉઠ્યા – ‘આ નથી. આ તો કાળો છે. પેલો તો કાબરચિતરો હતો.' આ બોલતાં જ તેઓ પોતાની મેળે અપરાધી ઠર્યા ને પકડાયા. ન્યાયાધીશે અંતે બધું દ્રવ્ય શેઠને અપાવ્યું. આમ ડૂબી ગયેલું ધન પરિહાસથી કરેલાં સાક્ષીએ પણ અપાવ્યું. માટે સાક્ષી વિના છાની રીતે કોઈને ધન આદિ આપવા નહિ કે થાપણ મૂકવી નહીં. = સોનું-ઝવેરાત (આભૂષણ) આદિ લીધા વિના અંગ ઉપર ધન કોઈને આપવું નહીં. આ રીતે ચતુર પુરુષો નટ, વેશ્યા, જુગારી કે જાર લોકોને કદી પૈસા ધીરતાં નથી. નીતિના જાણ ઘરેણાની મૂળ કિંમત કરતાં ઓછા પૈસા આપે છે.' તેથી દીધેલા પૈસા સહેલાઈથી પાછા આવે છે. નહિ તો પૈસા માટે ક્લેશ, વિરોધ, ધર્મની હાનિ, લાંઘણ, ઘેરો અને સમ, સોગન) ખાવા વિગેરે અનેક અનર્થ આચરવા પડે છે. સમજુ માણસે કોઈપણ સંયોગમાં સોગન-સમ ન ખાવા. વિશેષ કરીને દેવ-ગુરુ-ધર્મ-જ્ઞાન કે તીર્થના સમ તો કદી પણ ખાવા નહીં. આ બાબતમાં વૃદ્ધપુરુષો કહે છે કે ‘ભગવાન કે દહેરાસરના સાચા કે ખોટા સોગન ખાય છે તે બોધિબીજને ઓકી નાખે છે અને સંસારભ્રમણ વધારે છે. કદી હઠવાદનો આશ્રય લઈ લાંઘણથી કાર્યસિદ્ધિ જણાય તો પોતે ગમે તો કરે પણ બીજા બાળ-વૃદ્ધ પ્રમુખ પાસે ન કરાવે. ઢંઢણમુનિએ પૂર્વભવમાં એક ક્ષણ પંદરસો જીવોને લાંઘણ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy