SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ અર્પણ કર. ભયથી કાંપતા ભટ્ટે હાથ જોડી કહ્યું - ‘માવડી ! તને જેમ કરવું હોય તે કર પણ મને સારો-સરવો રહેવા દે. બધા તલ ખાજે પણ અહીંથી જા.' હુંકાર કરતી તે પાછી ફરી. અને જ્યાં સ્વાંગ સજ્યો હતો ત્યાં આવી પોતે મૂળ સ્વરૂપ કરી જવા લાગી. ત્યાં તેણે બારમી ભિક્ષુ પ્રતિમા વહન કરતા મુનિપતિ સાધુ મહારાજને જોયા. તેઓ વનમાં કાઉસ્સગ્ગ રહ્યા ને શિયાળાની ઠંડી રાતો તો હાડને થીજાવી દે તેવી પડતી, તેથી સાંજે ગોવાળોએ કાઉસ્સગ્ગમાં ઉભેલા મુનિને પોતાની પછેડી ઓઢાડી ગામનો રસ્તો લીધો. તેમને જોઈ ભટ્ટ પત્નીએ વિચાર્યું ‘આ સાધુએ મારૂં ચરિત્ર જાણી લીધું છે તે અવશ્ય લોકો સામે પ્રકટ કરશે માટે લાવ આ આગથી બાળી મૂકું.’ તરત મુનિના કપડા સળગાવી તે ઘરે ભાગી આવી. મુનિપતિજીએ તો આ પ્રાણાંત ઉપસર્ગમાં પણ ધીરતા રાખીને શુભ ધ્યાનને વેગવંતુ કર્યું તેઓ ચિંતવવા લાગ્યા કે – ‘અહો ! આ અગ્નિ મારું કશું જ બાળતો નથી. તે શરીરના પુદ્ગલને બાળે છે, તેથી મારા જ્ઞાનમય આત્માને જરાય હાનિ થતી નથી. મૂઢ આત્માઓ જ પારકાં ખંડેરને બળતું જોઈ ખેદ કરે છે. રે ચેતન ! તારૂં ઘર તો જ્ઞાનાદિ ગુણરૂપ છે. તેને બળતા બચાવવું હોય તો પ્રયત્નપૂર્વક તેને સમતા સ્વરૂપ શીતળ જળ છાંટ, ખરો અગ્નિ તો ક્રોધનો છે. આ અગ્નિ તો શાંત તરત થઈ જાય’ અને આ શુભધ્યાનમાં અગ્નિ પણ હોલાઈ ગયો. આયુષ્ય અને પુણ્યના બળે મુનિ બચી ગયા. સૂર્યોદય થતાં થોડીવારે ગોવાળ ત્યાં આવ્યા. મુનિની આવી સ્થિતિ જોઈ તેમનાથી અરેરાટી થઈ ગઈ. તરત તેમણે નગરમાં જઈ કુંચિક નામના શેઠને બધી વાત કરી. શેઠે અચંકારી શ્રાવિકાને ત્યાંથી લક્ષપાક તૈલ લાવી મુનિને સ્વસ્થ કર્યા. પેલા તિલભટ્ટ વહેલી પરોઢે ઘેર આવી સૂતા ને તેમને ભયથી અતિ ઉગ્ર જ્વર (તાવ) આવ્યો. તેમને ચિંતા થઈ કે મારા બધા તલ ડાકણ ખાઈ જશે. હવે હું શું કરીશ ?' આમ અતિ ચિંતામાં તેનું હૃદય ફાટી ગયું ને તે મરીને તલ થયો. ઘણાં ભવ સુધી તે તલમાં જ ઉત્પન્ન થયા કરે છે ને તેણે પૂર્વભવે પીલેલા તલના જીવો તેને તેલયંત્ર (ઘાણીમાં) પીલ્યા કરે છે માટે વિવેકના જાણ શ્રાવકે તલ આદિ પીલવાનો વ્યાપાર ન કરવો. કર્માદાનનો આ અગિયારમો અતિચાર. ૧૨. નિર્ણાંછન કર્મ :- એટલે ગાય આદિ પશુના કાન, ગલકંબલ, શિંગડા તથા પૂંછડા પ્રમુખ છેદવા, તેમને નાથવા, આંકવા, ખસી કરવી (નપુંસક કરવા) ડામ આદિ દેવા તથા ઊંટ આદિની પીઠ ગાળવી તે નિર્વાંછન કર્મ કહેવાય. આમ કરવાથી તે તે પશુઓને અકથ્ય વેદના થાય છે માટે તેનો ત્યાગ કરવો, કર્માદાનનો આ બારમો અતિચાર. ૧૩. દવદાન કર્મ :- એટલે જંગલના એક ભાગમાં દાહ દેવો વગેરે. ‘નવું ઘાસ જ્યાં ઉગ્યું હોય ત્યાં જ સળગાવી દે. અથવા વર્ષા પૂર્વે ખેતરમાં આગ ચાંપી હોય કચરો-પાંદડાં ભેગા
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy