SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૧૩ જ્યારે અસ્ત પામ્યો હોય ત્યારે જમવામાં તેમને કાંઈ બાધ નથી, આ કેવા સૂર્યભક્તો ? રાજા કોઈ વસ્તુને માનવા ન માનવાની વાસ્તવિક આધારશિલા જોઈએ. વિવેક મૂકીને કશું જ ન થાય. આ સાંભળી રાજા ઘણો રાજી થયો પછી તેણે વિષ્ણુની બાબતમાં એકવાર પૂછ્યું-ભગવન્ । સચરાચર વિશ્વના પાલક વિષ્ણુભગવાનને પણ જૈનો નથી માનતા. આવી વાતો પણ પંડિતો બોલતા હતા. તેઓ એમ પણ કહેતા હતા કે વિષ્ણુને નહિ માનતા હોઈ તેમની મુક્તિ પણ થતી નથી. હેમચંદ્રસૂરિજી મહારાજે કહ્યું - ‘રાજા, ખરેખરા વૈષ્ણવ તો જૈન સાધુઓ જ છે.' ગીતામાં કહ્યું છે पृथिव्यामप्यहं पार्थ । वायावग्नौ जलेऽप्यहम् । वनस्पतीगतश्चाहं सर्वभूतगतोऽप्यहम् ॥१॥ यो मां सर्वगतं ज्ञात्वा, न च हिंसेत्कदाचन । तस्याहं न प्रणस्यामि, यस्य मां न प्रणस्याति ॥२॥ અર્થ :- હે અર્જુન ! પૃથ્વીમાં, વાયુમાં, અગ્નિમાં, જળમાં તેમજ વનસ્પતિમાં અને સર્વપ્રાણીઓમાં હું રહેલો છું. જેઓ મને સર્વગત-વ્યાપક માનીંને કોઈની હિંસા કરતા નથી તેમની હું રક્ષા કરું છું. જેઓ મારો નાશ નથી કરતાં તેમનો હું પણ નાશ કરતો નથી. તથા વિષ્ણુપુરાણમાં પારાશરઋષિએ કહ્યું છે. ‘હે ભૂપ ! જે માણસ પરસ્ત્રી, પરદ્રવ્ય અને જીવહિંસામાં પોતાની મતિ કરતો નથી તેથી કેશવ તુષ્ટ થાય છે. જેઓનું ચિત્ત રાગાદિ દોષથી દુષ્ટ થયું નથી, હે રાજા, તે વિશુદ્ધ મનવાળા ઉપર વિષ્ણુ સર્વદા સંતુષ્ટ થાય છે. તેમજ વ્રજપુરાણમાં યમ અને વિષ્ણુના દૂતોના સંવાદ પ્રસંગે કહેવાયું છે કે ‘જે પોતાના વર્ણાશ્રમધર્મથી ડગતો નથી, શત્રુ-મિત્રમાં સમષ્ટિ રાખે છે. જે કોઈને હણતો કે કોઈનું હરતો નથી. તે સ્વસ્થ મનવાળા પુરુષને વિષ્ણુભક્ત જાણવો. જે નિર્મળબુદ્ધિ ને પવિત્ર આચરણવાળો છે, માત્સર્યરહિત, પ્રશાંત અને પ્રાણીમાત્રનો મિત્ર છે તથા જેનાં વચનો પ્રિય અને હિતકારી છે, જે માન-માયાથી લેપાયો નથી, તેના હૃદયમાં વાસુદેવ વસે છે. રાજા, તાત્ત્વિક દૃષ્ટિથી જોતાં એમ સાફ સાફ જણાય છે કે સર્વ જીવોનાં સાચા રક્ષક જૈનો જ છે. વળી ૫રમાર્થથી જે નિત્ય-ચિદ્રુપપણે અને જ્ઞાનાત્મપણે વ્યાપીને રહે તે વિષ્ણુ કહેવાય. વિષ્ણુ શબ્દની વ્યુત્પત્તિથી જિનેશ્વરદેવ જ વિષ્ણુ પ્રતીત થાય છે. તેમના ભક્તોની અવશ્ય મુક્તિ થાય જ એ પાકી વાત છે. આ સાંભળી સભામાં બેઠેલા પંડિતો આચાર્યશ્રીનું અદ્ભૂત જ્ઞાન અને પોતાના મતની સ્વસ્થમંડમાશૈલી જોઇ આભા જ બની ગયા. જાણે ખરેખરા જ કલિકાલસર્વજ્ઞ ! બધા જ ગ્રંથો ને તેનો મર્મ જાણનારા. આમ વિભિન્ન પ્રકારે ધર્મોપદેશ સાંભળી રાજાએ ધર્મના મર્મને જાણી અહિંસા આદિ બાર વ્રત સ્વીકાર્યાં, તેના રોમે રોમે અહિંસાની એવી પ્રતિષ્ઠા થઈ કે સમસ્ત સંસારને તેમાંથી ઉગારવાની અભિલાષા થવા લાગી. પાટણશહેરમાં તો તેમણે એવી રાજઘોષણા કરાવી કે ‘પોતાને માટે કે
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy