SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૨૩૩ ચેલ્લણપાર્શ્વનાથ તીર્થનો કલ્પ રચતા શ્રી જિનપ્રભસૂરિજીએ આ પ્રમાણે લખ્યું છે. श्री पार्श्वचेल्लणाभिख्यं, ध्यात्वा श्रीवीरमप्यथ । कल्पं श्री टीम्पुरीतीर्थ - स्याभिधास्ये यथा श्रुतम् ॥ १ ॥ पारेतजनपदान्त-श्चर्मणवत्यास्तटे महानद्याः । नानाघनवनगहना जयत्यसौ टिम्पुरोति पुरी ॥ २ ॥ અર્થ :— શ્રી ચેલ્લણ પાર્શ્વનાથ તથા તત્રસ્થ શ્રી મહાવીરસ્વામીનું ધ્યાન ધરીને શ્રી ટીપ્પુરી (ચેલ્લણપાર્શ્વનાથ) તીર્થનો કલ્પ ગુરુપરંપરામાં જેમ સાંભળ્યો છે તેમ કહીશ, પારેત નામક જનપદના મધ્યમાં ચર્મણવતી મહાનદીના કિનારે, વિવિધ-ગાઢ વનથી ગહન ટીસ્પુરી નામની નગરી જય પામે છે. (અભિધાન રાજેન્દ્રના ટ વર્ગમાં ટીસ્પુરીનું વર્ણન છે.) એકવાર વંકચૂલને અનિચ્છાએ પણ ચોરી કરવા ઉજ્જયિની જવું પડ્યું. પોતાની અદ્ભૂત ચતુરાઈથી તે મહેલમાં પેસી ગયો. રાત્રિનો પ્રહર વીતી ગયો હતો ત્યાં પલંગમાં જાગતી પડેલી રાણીએ તેને જોઈ લીધો. ઝડપથી તેની પાસે જઈ પૂછ્યું - ‘તું કોણ છે ?' તેણે કહ્યું - ‘હું ચોર છું.' રાણી બોલી – ‘આવો સુંદર યુવાન ને ચોર ? કશો વાંધો નહીં, તું ખરે જ ચોર છે. તેં તો મારું ચિત્તડું પણ ચોરી લીધું. મુંઝાવાની જરૂર નથી.' એમ કહી રાણીએ ચોરનો હાથ પકડ્યો. વંકચૂલના શરીરમાં વીજળી દોડી ગઈ, રાણીએ કહ્યું - ‘જરાય ભયનું કારણ નથી. મારી પાસે આવ.' ભાગ્યયોગે આપણો મેળ થયો છે. તું શય્યાભાગી થા. તને હું માલંમાલ કરી દઈશ. તારે ચોરી કરવાની હોય નહીં.’ એકાંત અને સુંદર પુરુષનો સાથ રાણી તો બહાવરી બની ગઇ. વંકચૂલે પૂછ્યું – ‘તમે કોણ છો ?' તેણે કહ્યું - ‘હું માળવાની મહારાણી છું.' ચોરે કહ્યું - ‘બસ, દૂર રહેજો.’ એમ કહી તે પાછો જવા લાગ્યો. રાણીએ કહ્યું - ‘એમ ! તારું આવું સાહસ ? પાછો વળ નહીં, નહિ તો ભયંકર પરિણામ આવશે.’ વંકચૂલે તેની વાત ગણકારી નહિ ને રાણીએ પોતાના હાથે જ શરીર પર નખ લગાડ્યા ને કપડા ફાડી પુકાર કર્યો કે ‘બચાવો, દોડો, ચોર જાય.’ તરત આરક્ષકો દોડી આવ્યા ને ભાગતો ચોર ઝડપાઈ ગયો. સવારે તેને બાંધી રાજા સામે ઉપસ્થિત કરવામાં આવ્યો. રાજાએ પૂછ્યું - ‘તું કોણ છે ને કેમ કરતા પકડાયો ?’ વંકચૂલે કહ્યું - ‘હું ચોર છું મહારાજ ! મારા દુર્ભાગ્યે રાણી મને જોઈ ગયા અને પકડાવી દીધો.’ તેથી વિશેષ કાંઈ જ વંકચૂલે કહ્યું નહીં. રાજા તેની વાત સાંભળી પ્રભાવિત થયા ને બોલ્યા - ‘ખરેખર તું અસામાન્ય માણસ છે, રાતની આખી ઘટના હું જાણું છું. હું રાણીવાસ આવ્યો ત્યારે તારી ને રાણીની વાત ચાલતી હતી. તે મેં પડદા પાછળથી સાંભળી છે, તારી ગંભીરતા પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે.' પછી રાજાએ તરત તેને બંધનમુક્ત કરતાં
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy