SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ગુરુમહારાજે નિયમની મહત્તાનો ઉપદેશ આપતા ફરમાવ્યું કે – “સમસ્ત વિશ્વ નિયમને આધીન છે. નિયમહિન જીવન અભિશાપ છે, ઇત્યાદિ ઉપદેશ પૂર્ણ થતાં ગુરુમહારાજે વાત્સલ્યભાવે કહ્યું “વંકચૂલ ! કાંઈક નિયમ લે. જેથી અમારો થોડોક પણ સમાગમ સફળ થાય.” વંકચૂલે કહ્યું - “આપ દયાળુ છો. અમારું ભલું ઇચ્છો છો. પણ અમારી વિકટ પરિસ્થિતિ છે. જેને આપ પાપ કહો છો, અમે એને જીવિકા-જીવવાનું સાધન કહીએ છીએ. હું શું લઈ શકું? અમ હતભાગીના ભાગ્યમાં વળી નિયમ કેવા ?' સૂરિરાજે કહ્યું – “તું સહેલાઈથી પાળી શકે તેવા નિયમ બતાવું?” હા, બતાવો, મારાથી પાળી શકાય તેવા હશે તો અવશ્ય સ્વીકારીશ.” ગુરુમહારાજે તેને કહ્યું - જો તને ખાવા-પીવાનો કોઈ વિવેક નથી. બીજું કાંઈ નહિ તો (૧) અજાણ્યા ફળ ન ખાવાનો નિયમ કર. હિંસા કદી સારી નથી. કોઈને પણ મરાય નહિ છતાં (૨) કોઈના પણ ઉપર ઘા કરતાં પૂર્વે સાત-આઠ ડગલા પાછા ખસી જવું. આ નિયમ લે. સદાચાર એ જ જીવનનું તત્ત્વ છે. આચારની શક્તિ સર્વોપરિ સામર્થ્ય છે. વધારે નહિ તો (૩) રાજરાણીનો સમાગમ ન કરવો આ નિયમ લે. માંસ ખાનાર રૌરવમાં પહોંચે છે. (૪) કાગડાનું માંસ ન ખાવું. એટલો નિયમ તો કર. ‘વંકચૂલે સાંભળીને વિચાર કર્યો કે આ નિયમો ઘણાં જ સુગમ છે. આ પાળવામાં ક્યાંય અવરોધ નથી. એમ સમજી ગુરુ મહારાજ સામે હાથ જોડી ચારે નિયમ ગ્રહણ કર્યા. ગુરુજીને પ્રણામ કરી તે પાછો ફર્યો. કર્મોની વિષમતાનો વિચાર કરતા મહારાજશ્રીએ વિહાર આદર્યો. એકવાર ચોરી કરી પાછો ફરેલો વંકચૂલ સાથીઓ સાથે જંગલમાર્ગે જતો હતો. આડે રસ્તે જતાં ઘણો સમય થઈ ગયો, થાકીને બધા છાયામાં બેઠા. ભૂખ તો એવી કકડીને લાગેલી કે જે મળે તે રાંધ્યા વગર ખાઈ જાય. વંકચૂલના સાથીઓ જંગલમાં રખડી મજાના સુગંધી ને મધુરા ફળ હરખાતા હરખાતા લઈ આવ્યા. પાંદડાં પર તેના કકડા કરી ગોઠવ્યા ને પોતાના સરદાર વંકચૂલને આમંત્યો. સરદારે હાથમાં એ સુંદર મધુર ફળનો કકડો લઈ પૂછ્યું- “ફળ તો સરસ છે. આનું નામ શું છે?' ક્ષણવાર તો કોઈને કાંઈ સૂઝયું નહીં પણ પછી એકે કહ્યું – “જંગલી આંબા જેવું છે. તો કોઈએ “આના જેવું છે, ને તેના જેવું છે એમ કહ્યું - “પણ કોઈ સંદેહ વિના સાચું નામ બતાવી શક્યું નહીં. ભૂખ અસહ્ય લાગી હતી. પોતાનું ઠેકાણું દૂર હતું. સાથીઓનો સબળ આગ્રહ હતો છતાં ફળનું નામ કોઈ જાણતું ન હોઈ તે અજાણ્યું ફળ નિયમ પ્રમાણે વંકચૂલે ખાધું નહીં. બીજા બધાએ ફળ ખાધાં ને થોડી જ વારમાં તેમની નસો ખેંચાવા લાગી. પ્રતિકારનો વિચાર પણ કરવામાં આવે તે પૂર્વે તો તેઓ મૃત્યુ પામ્યા. વિષાદ અને આશ્ચર્ય પામેલો વંકચૂલ બોલી ઊઠ્યો - “ધર્મનો જય થાવ નિયમે મને બચાવ્યો. નિયમનું પ્રત્યક્ષ જ આવું ઉત્તમ ફળ દેખાય છે. ત્યાંથી તે ઉક્યો ને મોડી રાત્રે પોતાની પલ્લીમાં પહોંચ્યો. શયનખંડમાં પોતાની પત્નીને કોઈ યુવાન જોડે ભરઊંઘમાં પડેલી જોઈ, તેના શરીરમાં વિદ્વેષની કંપારી આવી ગઈ. તેણે કહ્યું નહોતું કે પોતાની પત્ની આવી હોઈ શકે! પહેલા વિચાર કર્યો કે “આ પુરુષને જ મારું પછી વિચાર્યું આવી પત્નીની હવે શી જરૂર છે? માટે બંનેને મારી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy