SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૨૨૮ ખવરાવ્યું. મને ખબર પડી ગઈ હતી છતાં ભૂખ લાગવાથી તે ખાઈ લીધું તેથી તત્કાળ શૂલરોગ થયો ને હું મૃત્યુ પામ્યો. ને તમારા બનેવી જે મહાલોભી હતા સડી ગયેલું પણ તે છોડી શકતા નહીં. લોભવશ વાસી અન્ન ખાઈ મરણ પામ્યા ને મારે ઘેર, મારી પત્નીને કૂખે ઉત્પન્ન થયા. તમે નજરે જોઈ શકો છો. અભક્ષ્યભક્ષણના મહાદોષને ! માટે હવે આજથી તમે પણ અભક્ષ્યનો ત્યાગ કરો. આ સાંભળી ગુણસુંદરે તરત નિયમ લીધો. અને નિઃસંદેહ થઈ ઘરે આવ્યો. તેણે બધી વાત માતાને કહી. પુત્ર ધર્મિષ્ઠ થતાં માતાને ઘણો જ આનંદ થયો. કહ્યું છે કે - अधमा सान्वया सूना, मध्यमा द्रविणार्जनैः । ઉત્તમા દૃતિ માતા, તેÅ: સુતમમિ ॥ ॥ અર્થ :— અધમ માતા પુત્રનો વંશ વધવાથી, મધ્યમ માતા પુત્ર ધનવાન થવાથી અને ઉત્તમ માતા પુત્રના તે તે સત્કાર્યોથી હર્ષ પામે છે. એકવાર પાછો તે જ્ઞાની ગુરુમહારાજનો સમાગમ થતા લાંબાકાળથી મનમાં ઘોળાતી વાત ગુરુમહારાજને કહેતા પૂછ્યું - ‘ભગવંત ! આપની કૃપાથી મારો સંદેહ દૂર તો થયો, પણ તરતનો જન્મેલો મારો ભાણો આવું સરસ કેમ કરી બોલી શક્યો, પાછળથી એ કદી બોલ્યો નથી !' ગુરુમહારાજે કહ્યું - ‘થાવરને જાણ થઈ ગઈ કે આ ફૂલનો રોગ મૃત્યુને નોતરશે. તારા સંદેહના નિરાકરણની તેને ચિંતા હતી જ. પૂર્વના એક વ્યંતરદેવને તેણે અંત સમયે યાદ કરી તારી વાત જણાવી.’ દેવે કહ્યું - ‘તું તારે નિશ્ચિત રહે. બધું થઈ રહેશે. અને અંતે તે કૃપણશેઠને ત્યાં જન્મ્યો ત્યારે તે વ્યંતરદેવે તે બાળકમાં પ્રવેશ કરી તારી સાથે વાત કરી હતી.' ઈત્યાદિ ગુરુમહારાજ પાસે યથાર્થ વાત જાણી ગુણસુંદર દૃઢધર્માનુરાગી થયો. શ્રાવકધર્મની આચરણા અને પછી સાધના કરી તે સ્વર્ગે ગયો. આ કથાનકના તત્ત્વને જાણી મનુષ્ય નિશ્ચય કરવો જોઈએ કે આવું ઉત્તમ શરીર, ઇંદ્રિયોની પટુતા, બુદ્ધિની પવિત્રતા પામી વાસી અને કોહેલું અન્ન ખવાય નહીં, તેના ત્યાગનો તરત નિયમ કરવો જોઈએ. ૧૨૦ અજાણ્યા ફૂલ-ફલ-પાંદડા ખાવા નહીં फलान्यज्ञातनामानि, पत्रपुष्पाण्यनेकधा । गुरु साक्ष्यात्मसोख्यार्थं, त्याज्यानि वङ्कचूलवत् ॥ १ ॥ અર્થ :— જેના નામ જાણવામાં ન હોય, તે અજાણ્યા કહેવાય. તે અજાણ્યા ફળ, પાંદડાં – અને પુષ્પો આત્માના સુખને માટે ગુરુસાક્ષીએ ત્યાગવા. જેમ વંકચૂલે ત્યાગ્યા હતા તેમ.
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy