SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ પદ્મપુરાણમાં લખ્યું છે કે મદ્ય-માંસ ખાનાર રાત્રિભોજન કરનારના એકાદશી, ચાંદ્રાયણાદિ વ્રત, પુષ્કરતીર્થ આદિની યાત્રા, રાત્રીજાગરણાદિ વૃથા થાય છે. મહાભારતના અઢારમા પર્વમાં જણાવ્યું છે કે “હે યુધિષ્ઠિર ! તપસ્વીઓએ તો વિશેષ રાત્રિનો નિયમ પાળવો જોઈએ ને પાણી પણ પીવું ન જોઈએ. વિવેકી ગૃહસ્થ પણ તે પ્રમાણે જ વર્તવું જોઈએ. અર્થાત્ પાણી પણ રાત્રે ન પીવું જોઈએ.” મહાભારતમાં જ કહ્યું છે કે अस्तंगते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांस-समं प्रोक्तं, मार्कयण्डे-महर्षिणा ॥१॥ અર્થ – સૂર્ય અસ્ત પામ્યા પછી પાણી લોહી સમાન અને અન્ન માંસ સમાન છે. એમ માકડય ઋષિએ કહ્યું છે. વિશેષમાં જણાવાયું છે કે “રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા અને દાન કરવા નહીં અને વિશેષે કરી ભોજન તો કરવું જ નહીં તથા પદ્મપુરાણના પ્રથમ શ્લોકમાં રાત્રિભોજનને નરકના પ્રથમ દરવાજાની ઉપમા આપવામાં આવી છે. चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् ।। પરસ્ત્રી મને વૈવ, સંસ્થાનાનત્તાય ? | અર્થ :- નરક (જવા)ના ચાર દ્વાર છે, પહેલું રાત્રિભોજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું સન્ધાન એટલે બોળો નાખી બનાવેલ ઢોકળા-અથાણાદિ ખાઘો અને ચોથું દ્વાર અનંતકાય (કંદમૂળ)નું ભક્ષણ. આયુર્વેદમાં પણ જણાવ્યું છે કે “સૂર્ય અસ્ત થતાં હૃદયકમળ તથા નાભિકમળ સંકોચ પામે છે. તેથી રાત્રિભોજન કરવું નહીં. તેમાં તુચ્છ જંતુની બહુલતા હોઈ આરોગ્યને ઘણી હાનિ થાય છે.' સ્કંદપુરાણમાં રુદ્રરચિત સૂર્યસ્તુતિ સ્વરૂપ કપાલમોચનસ્તોત્રમાં લખ્યું છે કે एकभक्ताशनान्नित्य-मग्निहोत्रफलं लभेत् । अनस्तभोजनान्नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥ १ ॥ અર્થ – સદા એકવાર જમવાથી અગ્નિહોત્રયજ્ઞનું ફળ મળે છે. અને સૂર્યની સાક્ષીએ નિત્ય જમવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે. આમ અનેક લૌકિક-લોકોત્તરશાસ્ત્રોથી રાત્રિભોજન પાપાત્મક છે. સંસારના સમસ્ત દ્રવ્યગુણ-પર્યાયને જોનાર-જાણનાર શ્રી સર્વજ્ઞપરમાત્માઓએ પણ તેને ત્યજેલું એટલે કે અંતષ્ટિવાળા સર્વજ્ઞોએ જે સેવ્યું નથી, તે આપણા જેવા સ્થૂલ અને બાહ્યદષ્ટિવાળા માટે તો નિતાંત ત્યાજ્ય જ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy