SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ मज्जे महम्मि मंसम्मि, नवणीयम्मि चउत्थए । उवञ्जन्ति असंखा तव्वण्णा तत्थ जन्तुणो ॥१॥ અર્થ - મઘમાં, મધમાં, માંસ તેમજ માખણમાં તેના જેવા વર્ણવાળા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. અહીં પણ મદિરા આદિમાં મદિરા આદિના જેવા વર્ણવાળા અનંતા નિગોદરૂપ જીવો ઉત્પન્ન થાય છે, એમ જાણવું. માટે આ ચારે વિગઈ અભક્ષ્ય છે. આમાં બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ રસમાં થયા જ કરે છે. ઉપર બતાવેલી ચારે મહાવિગઈને જે ભવ્ય જીવો ત્યજે છે તે શ્રી જિનધર્મના આરાધક બની દિવ્ય ઋદ્ધિ-સિદ્ધિ ભોગવી મુક્તિ પામે છે. ૧૧૬ અભક્ષ્ય ત્યાગ बहुजीवाकुलाभक्ष्यं, भवेदुम्बरपञ्चकम् । हिमं विषं तथा त्याज्याः, करकाः सर्वमृत्तिकाः ॥ અર્થ:- અત્યંત જીવોથી વ્યાપ એવા ઉદુંબર આદિ પાંચ વૃક્ષોનાં ફળો અભક્ષ્ય છે. તેમજ બરફ, વિષ, કરા તથા સર્વ પ્રકારની માટી અભક્ષ્ય હોઈ આ સર્વ અવશ્ય ત્યાગવું. વિશેષાર્થ:- ઉદુંબર (ઉંબરડા) આદિ પાંચ પ્રકારના ફળોમાં મશાલાની (ઝીણા બીજ જેવી) આકૃતિના ઘણાં જ જીવોથી વ્યાપ્ત હોય છે, તેથી તે અભક્ષ્ય છે. તે પાંચ જાતિ આ પ્રમાણે છે. વડના, પીપરના, ઉંબરડાના, પીપળાના તથા કાકોદુંબરના ફળો આ પાંચ પ્રકારના ફળો છોડી દેવા. હિમ એટલે બરફ, તેમાં તથા કરામાં પણ અપ્લાયના અસંખ્ય જીવો હોઈ તેનો ત્યાગ કરવો. વિષ એટલે સોમલ, અફીણ આદિ વૈદક પ્રયોગોથી ઔષધોપચાર માટે તેને સંસ્કાર આપ્યો હોય છતાં તે ખાવાથી ઉદર-જઠરમાં રહેલા ઘણા જીવોનો ઘાત થાય છે. તેથી અભક્ષ્ય છે ને ખાવું જોઈએ નહીં. અહીં કોઈને શંકા થાય કે “બરફ-હિમ-કરા આદિમાં અપ્લાયના અસંખ્ય જીવો હોઈ ત્યાગ કરવા કહ્યું તો આ પ્રમાણે વિચારતાં પાણી પણ અભક્ષ્ય ગણાશે ને તેનો ત્યાગ કરવાનો
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy