SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૨૦૫ આ પ્રમાણે શ્રી સીમંધરસ્વામી ભગવંતના શ્રીમુખે પોતાના પરિવારનો પૂર્વભવ સંબંધી વૃત્તાંત સાંભળી મહાનંદકુમારને ઘણો આનંદ ને ઘણો વિસ્મય થયો. પ્રભુજીને વારે વારે વંદના કરી સંદેહ રહિત થઈ ઘરે આવ્યો. માતા-પિતાને માંડીને બધી વાત કરી. તેથી તેઓએ વિરક્ત થઈ સંયમ સ્વીકાર્યું. ઉત્તમ આચરણા કરી તેઓ સ્વર્ગે ગયા. મહાનંદકુમારે પોતાના (ત્યજાયેલા) બંને સહોદર ભાઈઓને શોધી કાઢ્યા ને ધર્મથી વાસિત બનાવ્યા. ધર્મ પમાડ્યો. પ્રાંતે પોતે પણ સંયમની આરાધના કરી મહેન્દ્ર નામના ચોથા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી સિદ્ધિગતિને પામશે. આ પ્રમાણે ભવ્ય જીવોએ-જ્યાં દિશાઓની ઘણી જ મર્યાદા બાંધી શકાય છે તેવા દિશાવિરમણ વ્રતને સ્વીકારવું અને ગમે તેવા મોટા સંકટના સમયમાં પણ ધીરજપૂર્વક બુદ્ધિ અડગ રાખવી, ધનદત્ત શેઠના સુપુત્ર મહાનંદકુમારની જેમ વ્રતનું પાલન કરવું જોઈએ. ૧૧૪ - ભોગ અને ઉપભોગ-બીજું ગુણવતા. सकृत्सेवोचित्तो भोगो, ज्ञेयोऽन्नकुसुमादिकः । મુહુ વોચિતતૂપ-મો: વનાવિવઃ II અર્થ - જે વસ્તુ એકવાર સેવવાને ઉચિત હોય તેનું સેવન ભોગ કહેવાય. જેમકે અન્ન પુષ્પ આદિનું સેવન તથા જે વારંવાર સેવવાને યોગ્ય હોય તેનું સેવન તે ઉપભોગ કહેવાય. જેમ સોનું-રમણી આદિનું સેવન. વિશેષાર્થ:- આ ભોગોપભોગ નામનું બીજું વ્રત ભોગથી અને (તેના સાધનભૂત) કર્મથી એમ બે પ્રકારનું છે. તેમાં ભોગ પણ બે પ્રકારનો છે. એકવાર ખાવા. સજવા આદિથી ભોગવાય તે ભોગ કહેવાય. જેમ આહાર, પાણી, પુષ્પ, વિલેપન. આહારાદિ ખાધા પછી તે કાંઈ બીજી વાર ખાવા માટે બચતો નથી. તથા જે વારંવર ભોગવી શકાય તે ઉપભોગ કહેવાય. જેમ સોનુંઉપલક્ષણથી સર્વ ધાતુ, કાષ્ઠ આદિ તથા તેનાથી નિર્મિત સાધનો, મકાન, સ્ત્રી-પુરુષ આદિ, આ ભોગોપભોગવ્રતનું પાલન ભોગવવા યોગ્ય પદાર્થોના નિયમન-પરિમાણ કરવાથી થાય છે, કહ્યું છે કે જેમાં યથાશક્તિ ભોગોપભોગને યોગ્ય વસ્તુની સંખ્યા આદિનું પરિમાણ કરવામાં આવે તે ભોગોપભોગ નામનું બીજું ગુણવ્રત કહેવાય છે. આ સંસારમાં ભોગ-ઉપભોગની વસ્તુઓ અગણિત, અપરિમિત છે. માટે સમજુ માણસોએ તેનું પરિમાણ કરી લેવું જોઈએ. મુખ્યવૃત્તિએ-ઉત્સર્ગે તો શ્રાવક અચિત્ત (પ્રાસુક-નિર્જીવ) ભોજનપાણી કરનાર હોય, પરંતુ તેમ તેનાથી બની જ ન શકે. સચિત્ત (સજીવ) વગેરે સેવ્ય પદાર્થોનું પરિમાણ કરવા યોગ્ય વસ્તુ સંક્ષેપમાં આ પ્રકારે છે.
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy