SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासङ्कटे । रूद्रो येन कपालपाणिपिटके भिक्षाटनं कारितः, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥१॥ અર્થ:- જેણે બ્રહ્માંડરૂપ કુંભારશાળામાં સંસાર સર્જન અર્થે બ્રહ્માને કુંભારની જેમ નિયમિત કર્યો છે, સંસારપદાર્થરૂપ ભાજન બનાવવા જાણે કુંભાર જેવી તેની સ્થિતિ કરી છે. વિષ્ણુને દશદશ અવતાર જેવા ગહન સંકટમાં નાંખ્યા છે, શિવજીને હાથમાં માણસની ખોપરીનું વાસણ આપી જેણે ભિક્ષાટન કરાવ્યું છે, અને પ્રત્યક્ષ દેવ સૂર્ય પણ જેના પ્રતાપથી રોજ આકાશમાં ભમ્યા કરે છે તે કર્મને નમસ્કાર થાવ. દેવી મહાનંદને વિદ્યા આપી અદશ્ય થઈ ગઈ. હતાશ થઈ યોગી અન્યત્ર ગયો ને મહાનંદ ઘરે આવ્યો, પણ સંવરધારી સાધુ મહારાજની જેમ તેણે આ વાત કોઈને જણાવા દીધી નહીં. સમુદ્રની જેમ પોતે કરેલી દિશામર્યાદાનું ઉલ્લંઘન પણ કર્યું નહીં. ક્રમે કરી મહાનંદ શ્રેષ્ઠિને એક પુત્ર થયો. સુંદર ને સોહામણો તે થોડો મોટો થતાં તેને સર્પ કરડ્યો. તેણે ચારે તરફ ઘોષણા કરાવી કે બાળકનું વિષ ઉતારી આપે તેને મોં માંગ્યું ધન શેઠ આપશે.” એમાં એક પરદેશી બ્રાહ્મણે કહ્યું – “મારી પત્ની વિષપહાર વિદ્યા જાણે છે. પણ મારું નગર અહીંથી ઘણું છેટું છે, એકસો ને દસ યોજન દૂર! જો કોઈ રીતે મારી વહુને અહીં લાવવામાં આવે તો આ ફૂલ જેવું બાળક તરત સાજું થાય.' આ સાંભળી મહાનંદના પિતા ધનદત્તે કહ્યું – “દીકરા ! જલ્દી કર, તું વિદ્યાના બળથી એ બાઈને અહીં લઈ આવ.” મહાનંદે સો યોજન ઉપરાંત ન જવાની દિશા મર્યાદાની વાત જણાવી. શેઠે દરેક વ્રતમાં રહેલા આગાર (છૂટ)ની વાત સમજાવી કહ્યું – “ભાઈ ! આવા મોટા કામે જવામાં કશો જ બાધ નથી પણ મહાનંદ ન માન્યો. ત્યાંથી નીકળેલા રાજા આ વાત સાંભળી આવી ઊભા. તેમણે તેને સમજાવતાં કહ્યું – “મહાનંદ થોડું સમજો. ધર્મ કાંઈ સાવ જડ વસ્તુ નથી. આવા કોમળ ફૂલ જેવા બાળકને જીવાડવાથી વધુ શ્રેષ્ઠ કયો ધર્મ હોઈ શકે? આવા દયાના તથા તીર્થયાત્રાના કાર્યમાં તો હજાર યોજન જવામાંય કશો દોષ નથી. પણ મહાનંદે કોઈ વાત માની નહીં. એકત્રિત થયેલા લોકો પણ બોલવા લાગ્યા કે – “અરે ! આનું હૃદય તો જુવો કેવું નઠોર-કઠોર થઈ ગયું છે. આને બાળહત્યાનો પણ ભય લાગતો નથી !' મહાનંદે નમ્રતાપૂર્વક રાજાને કહ્યું – “મહારાજા ! આ દીકરો મને પ્રાણ કરતાંય વધારે વહાલો છે, પરંતુ ધર્મ તો તેના કરતાંય વધુ વહાલો છે. દેવગુરુ-આત્મસાક્ષીએ લીધેલું વ્રત છોડાય કઈ રીતે?” રાજાએ કહ્યું – “તો આ નિયમ અને ધર્મની દઢતાનો કાંઈક મહિમા હશે ને?' મહાનંદની નિશ્ચલતા જોઈ વિસ્મિત થયેલી વિદ્યાદેવીએ તરત કહ્યું – “મહાનંદ ! હાથમાં જળ લઈ પ્રભુનું સ્મરણ કરી બાળક પર છાંટો.” મહાનંદે તેમ કરતાં
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy