SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૧૯૫ દિશામાં જવા માટે કરેલો નિયમ. જે ગાઉ, યોજન બે યોજનાદિથી માંડી ઉપયોગિતા પ્રમાણેની ભૂમિની મર્યાદાવાળો હોય છે, તેનું ઉલ્લંઘન કરવું. આ બીજો, ત્રીજો ને ચોથો અતિચાર. ઉપર જણાવેલા ઉર્ધ્વદિશા વગેરેના ત્રણ અતિચારો માટે આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં જણાવ્યું છે કે “ઉર્ધ્વદિશાએ ગમન કરવાનું પરિણામ કર્યું હોય અને કોઈ વાંદરો, પક્ષી કપડાં કે ઘરેણાદિ લઈ મર્યાદા બાંધેલી ભૂમિથી વધારે દૂર જાય તો નિયમનું ઉલ્લંઘન કરી ત્યાં જવું કહ્યું નહીં. પરંતુ ત્યાં નાંખેલી વસ્તુ કોઈ લાવી આપે તો લેવી કલ્પ. આવા કિસ્સાઓ આજે પણ શિખરજી આદિ જગ્યાએ સંભવિત છે. આમ બધી દિશાઓ માટે સમજી લેવું. યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે “જે પ્રમાણે નિયમ લીધો હોય તે પ્રમાણે વર્તવું. હવે પાંચમો અતિચાર સમજાવે છે-પૂર્વાદિ દિશાની મર્યાદા નક્કી કરી હોય તેમાં વધારો કરવો. જેમ અલગ અલગ દિશામાં સો સો યોજન ઉપરાંત ભૂમિમાં ન જવાનો નિયમ કર્યો. પછી કોઈ લાભાદિકનું કામ આવવાથી સો યોજનથી દૂર જવાનો પ્રસંગ ઊભો થતાં, સો યોજનથી જેટલું વધારે દૂર જવાનું હોય તેટલા યોજન બીજી દિશામાં ઘટાડી ઈષ્ટ દિશામાં ઉમેરો કરે. આમ પ્રમાણમાં વધારો-ઘટાડો કરવો એ ભંગાભંગ રૂપ પાંચમો અતિચાર છે. આ પ્રમાણે દિગ્વિરતિવ્રતના પાંચ અતિચાર જાણીને તેનું વર્જન કરવું. આ વ્રત પર કુમારપાળભૂપાલની કથા નીચે પ્રમાણે છે. કુમારપાલ ભૂપાલનો પ્રસંગ એકદા પાટણમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ બિરાજમાન હતા. કુમારપાળ રાજા પણ ઉપદેશ સાંભળવા આવતા હતા. છઠ્ઠાવ્રતનું નિરૂપણ કરતાં તેઓશ્રીએ ફરમાવ્યું - “હે નરેશ! વિવેકી આત્માએ જીવદયા માટે સદાકાલ છઠું વ્રત સ્વીકારવું જોઈએ. તેમાં પણ વરસાદની ઋતુમાં તો વિશેષે તેનો નિયમ લેવો જોઈએ. કહ્યું છે કે- દયાર્થ સર્વજીવાનાં, વર્ષાāકત્ર સંવસેતુ એટલે કે સર્વજીવોની દયાને માટે વર્ષાકાળમાં એક સ્થાનમાં વસવું જોઈએ. પહેલા શ્રી નેમનાથસ્વામીના ઉપદેશથી શ્રીકૃષ્ણ મહારાજાએ ચોમાસામાં પોતાની નગરી બહાર નહિ જવાનો નિયમ લીધો હતો. ઇત્યાદિ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજનો ઉપદેશ સાંભળી ચૌલુક્યસિંહ કુમારપાળે પણ એવો નિયમ લીધો કે “હું ચૈત્ય (દહેરાસર)ના દર્શન તેમજ ગુરુ મહારાજના વંદન કરવા સિવાય ચોમાસામાં નગરમાં પણ નહિ કરું. ગુરુમહારાજે તેની અનુમોદના કરી નિયમ કરાવ્યો. થોડા જ સમયમાં રાજાના આ કઠોર નિયમની વાત પ્રસરી ગઈ ને પ્રસિદ્ધ થઈ ગઈ. ગીઝનીના બાદશાહને જ્યારે આની ખબર પડી, ત્યારે તેને ગુજરાત સહેલાઈથી જીતી શકાશે તેવો વિશ્વાસ થઈ ગયો. તે વિલાસી યવનપતિને તો ગુજરાતની સમૃદ્ધિ જોઈતી હતી. ચોમાસુ બેસી ગયું. રાજા કુમારપાળે પોતાના ધર્મધ્યાન જપ-તપ આદર્યા. આ તરફ યવનોના
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy