SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ ૧૯૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ચારે જણા થોડુંક ચાલ્યા ને કોઈ ગામની સીમા આવતા બે જણા ગામ બહાર બેઠા અને બે જણા ગામમાં ખાદ્ય સામગ્રી લેવા ગયા. ગામ બહાર બેઠેલાઓએ સંપ કરી નક્કી કર્યું કે પેલા ગામમાંથી પાછા ફરે એટલે તેમને છરીથી મારી નાખવા ને સુવર્ણપુરુષ લઈ લેવો. આ તરફ ખાવાનું લેવા ગયેલા બંનેએ નક્કી કર્યું કે આ ખાદ્ય વસ્તુમાં વિષ ભેળવીને જ લઈ જઈએ. તે બંને ખાઈને મરશે અને આપણે અડધું અડધું સોનું વહેંચી લઈશું.” તેઓ હાથમાં ખાવાના પડીયા લઈને મિત્રો પાસે આવ્યા. ને પડીયા મૂકવા જયાં વાંકા વળ્યાં ત્યાં સંકેત પ્રમાણે પેલા બે જણે તેમના ગળા પર ધારદાર તલવાર ઝીંકી. જોતજોતામાં બંને મરી ગયા. તે મૃતકોને એક તરફ ખસેડી પેલા બંને આનંદિત થતાં પેલું વિષાન્ન જમવા બેઠા. સોનેરી સમણા જોતા જાય ને જમતા જાય, ત્યાં તો અચાનક તેમને તાણ આવવા લાગી. નસો ખેંચાવા લાગી ને બિચારા ખાતા ખાતા જ ખવાઈ ગયામૃત્યુ પામ્યા. પેલો સુવર્ણપુરુષ ખડખડાટ હસતો પાછો ઊભો થયો ને વડની શાખાએ લટકી ગયો. જાણે અનર્થની જ મૂર્તિ ! કોણ જાણે કેટલાય અનર્થનો એ સાક્ષી. આવી પાપઋદ્ધિથી પાપબુદ્ધિ અને પાપવૃદ્ધિ જ થાય. આ બધું સમજી વિવેકી આત્માઓએ પોતાની સંપત્તિ ધર્મકાર્યમાં નિરંતર વાપરવી. “મારી પાસે તો થોડું જ ધન છે.” ઈત્યાદિ કારણે ધર્મકાર્યમાં મંદતા કે ઢીલ કરવી નહીં. કહ્યું છે કે – देयं स्तोकादपि स्तोकं, न व्यपेक्ष्यो महोदयः । इच्छानुसारिणी शक्तिः, कदा कस्य भविष्यति ? ॥१॥ અર્થ - થોડું હોય તો તેમાંથી પણ થોડું દેવું. સુકૃતમાં આપવું. સારી સમૃદ્ધિ ભાગ્યોદય થશે ત્યારે વાપરીશું એવી અપેક્ષા રાખવી નહીં. કારણ કે ઈચ્છાનુસાર શક્તિ ક્યારે થશે? થશે કે નહિ કોણ જાણે? શક્તિ પ્રમાણે ખર્ચ કરવાની ભાવના થવી પણ કઠિન છે. ગઈ કાલ ગુજરી ગઈ છે અને આવતીકાલ પેદા થઈ નથી. કોણ જાણે કેવીય કાલ આવે. માટે કહ્યું છે કે श्वः कार्यमद्य कुर्वीत, पूर्वाणे चापराण्हिकम् । न हि प्रतीक्षते मृत्युः, कृतमस्य न वा कृतम् ॥१॥ અર્થ - કાલનું કાર્ય આજે અને પાછલા પહોરનું કામ આગલા પહોરમાં જ કરી લેવું જોઈએ કારણ કે મૃત્યુ એવું કાંઈ જોતું નથી કે આનું કાર્ય થયું કે નહીં? કેટલાક કંજૂસ જીવો ધનવ્યયના ભયથી ધર્મકાર્યમાં દ્રવ્ય વાપરી શકતા નથી તથા પરિગ્રહનું પરિમાણ પણ કરતા નથી એ જ કારણ છે કે આવા આત્માઓ મોટો રાજ્ય વૈભવ કે ચક્રવર્તી આદિની પદવી ભવાંતરમાં મેળવી શકતા નથી. પરંતુ અતિલોભના પાપે અશોકચંદ્રની જેમ નરકે જાય છે. અગણિત આત્માઓ ધનની ઇચ્છાથી પારાવાર દુઃખ પામ્યા છે.” ઈત્યાદિ ગુરુમુખે ધર્મદેશના સાંભળી ધનની વાંસળીવાળા બંને ભાઈઓ બોધ પામ્યા. તે બંનેએ ત્યાં જ પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત લીધું અને દોષ વિના વ્રત પાળી સ્વર્ગ પામ્યા.
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy