SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ અધિક સંખ્યા થતી હોય છતાં ન ગણવાં (જેમકે એ મારા ક્યાં છે. એમના મા-બાપના છે) તે અતિચાર ત્રીજો અતિચાર. હવે ક્ષેત્ર (ખેતર, બાગ, ઉપવન) એટલે ફળ-ફૂલ ધાન્ય આદિ ઉપજે તે ભૂમિ. ક્ષેત્ર, સેતુ, કેતુ અને ઉભય એમ ત્રણ પ્રકારે છે. જેને રેંટ નહેર આદિથી પાણી પવાય તે સેતુક્ષેત્ર, જેમાં વરસાદના પાણીથી અન્ન નિપજે તે કેતુક્ષેત્ર કહેવાય. અને જેમાં બંને પ્રકારના જળથી ખેતી થતી હોય તે ઉભયક્ષેત્ર કહેવાય. વાસ્તુ એટલે ઘર, હવેલી, મહેલ વગેરે તથા ગામ, નગર આદિ. તેમાં ઘર ત્રણ પ્રકારના જણાવ્યા છે. ખાત, ઉસ્કૃિત અને ખાતોતિ . ભૂમિગૃહ (ભોંયરાદિ)ને ખાત, મહેલ, માળ આદિને ઉચ્છિત તથા ભૂમિગૃહની ઉપર માળા વગેરે હોય તેવા મકાનને ખાતોચ્છિત કહેવાય. આ ક્ષેત્ર તથા વાસ્તુનો કરેલા પરિમાણથી અધિક લાભ થતા તેમને નાના મોટા કરી સંખ્યા નિયમ પ્રમાણે રાખવી. વચમાંથી વાડ કે ભીંત કાઢી નાખવી. તે ક્ષેત્રવાસ્તુ પ્રમાણાતિક્રમ કહેવાય. એ ચોથો અતિચાર. | હિરણ્ય એટલે સોનું અને રજત એટલે રૂપું. આનું પરિમાણ કર્યું હોય તેથી વધારે ભેગું થતાં સ્ત્રી-પુત્રાદિને ઘરેણા આદિ કરી આપવા ને એમ માનવું કે એ તો એમનું છે. મારું ક્યાં છે. અથવા તેમના નામે કે નિમિત્તે અલગ રાખવું. તે સુવર્ણ-રૂપ્યાતિક્રમ નામનો પરિગ્રહ પરિમાણવ્રતનો પાંચમો અતિચાર છે. આ પાંચમા વ્રતના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં. અતિચારથી વ્રત મેલા થાય છે. અહીં તાત્પર્ય એ જાણવું કે વિવેકી માણસે મુખ્યવૃત્તિથી તો જે કાંઈ ધન-ધાન્યાદિ પરિગ્રહ પહેલાથી જ પોતાની પાસે હોય તેનો પણ સંક્ષેપ કરવો. કિંતુ તેમ કરવા પોતે સમર્થ ન હોય તો પરિમાણ તો અવશ્ય કરવું. પોતાની ઇચ્છા પ્રમાણે પરિમાણ કે મર્યાદા કરવી તે દુષ્કર વાત નથી. અહીં કોઈને એમ શંકા થાય કે પોતાની પાસે તો સો રૂપિયા પણ હોય નહીં ને ઇચ્છા પરિમાણમાં હજાર, પચાસ હજાર કે લાખ વગેરે રૂપિયાના પરિમાણની મોકળાશ રાખે, તો તેથી શો લાભ થવાનો છે?' તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે “જે પરિમાણ બાંધ્યું તેથી અધિક ધનાદિની ઇચ્છા જતી કરી એ જ મોટો તાત્કાલિક લાભ છે. કારણ કે જેમ જેમ વધારે મેળવવાની ઇચ્છા થાય તેમ તેમ દુઃખની માત્રા પણ વધતી જ જાય છે. ઘરનો સુખે નિર્વાહ ચાલતો હોય છતાં જે માણસ અધિક અધિક ધન ઉપજાવવાના પ્રયત્નો કરે છે તે અનેક પ્રકારના નિરંતર ફ્લેશો સહ્યા કરે છે.” સિંદુરપ્રકરણમાં શ્રી સોમપ્રભાચાર્ય મહારાજ કહે છે કે, “લોકો વૈરાન વનમાં ભટકે છે, વિકટ દેશમાં રખડે છે, ઊંડા સાગરમાં ગોથા ખાય છે, અતિક્લેશવાળી ખેતી કરે, મોટા સાહસો કરે ને જોખમો વેઠે, કૃપણ માલિકની સેવા કરે અને ધનથી આંધળી થયેલી બુદ્ધિવાળા તેઓ ગજેન્દ્રોની ઘટાને લીધે સંચરી ન શકાય એવી રણભૂમિમાં મરી પણ જાય. આ બધી લોભની જ કુચેષ્ટા છે. પરિગ્રહ જેટલો વધારે તેટલા જ દુઃખ, ચિંતા ને ભય વ્યાપક. જો પરિગ્રહ ઓછો હોય તો દુઃખ, ચિંતા પણ ઓછા જ રહે.” સિદ્ધાંતમાં લખ્યું છે કે
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy