SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૧૭૭ ઉપર પ્રમાણે ઇતિહાસમાં ઘણા પ્રસંગો સાંપડે છે. લૌકિક ગ્રંથોમાં પણ સ્ત્રીનો સંગ ત્યાગવો યોગ્ય છે. એમ ભારપૂર્વક કહ્યું છે. જૈનદર્શનમાં તો વિશેષ પ્રકારે ઊંડાણથી તે બાબત સમજાવવામાં આવી છે. જે ધન્ય જીવો ભારપૂર્વક સ્ત્રીનો ત્યાગ કરે તે જ સાચા બ્રહ્મચારી છે. પરંતુ બાંધેલા ઘોડાની જેમ ઇચ્છા વિના બ્રહ્મચર્ય પાળે તે ખરેખર બ્રહ્મચારી કેમ કહેવાય ? કારણ કે બાંધેલો ઘોડો ઘોડી સુધી જવા સમર્થ નથી, તેથી તે દ્રવ્યથી વિષય સેવતો નથી, પણ મનમાં તો ભારોભાર વિષયવાસના ભરી પડી હોવાને લીધે વારંવાર મનમાં તો સંયોગના-ઘોડીના જ વિચારો આવતા હોય છે, તેથી તેને મહાકર્મબંધ થાય છે ને મનનું કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. અશ્વ બ્રહ્મચર્ય પર આ ઉદાહરણ કહેવામાં આવે છે. બ્રહ્મચારી ઘોડો એક રાજાને કોઈ ઉત્તમ જાતિવાન ઘોડો કોઈએ અર્પણ કર્યો. તેણે અશ્વશાળામાં એક તરફ બંધાવ્યો. એવામાં કોઈ મુનિ મહારાજ અશ્વશાળાની પાસે ચોમાસુ રહ્યા. તેઓ ઉપદેશમાં ધર્મની સમજણ અને વ્રત-નિયમના પાલનના ઉત્તમ ઉદાહરણ આપતાં. એકવાર તેમણે શીલવ્રતની ચઉભંગી સમજાવતા કહ્યું -- શીલવ્રતના દ્રવ્ય-ભાવથી ચાર ભેદ થાય છે. તેમાં દ્રવ્યથી પાળે પણ ભાવ ન હોય, વસ્તુની અપ્રાપ્તિના કારણે, ભવદેવની જેમ. (ભવદેવ સંયમી છતાં નાગિલાને વર્ષો સુધી ભૂલ્યા નહીં) તથા નિષધદેશના સ્વામી નળરાજાની જેમ. નળરાજાને દીક્ષા લીધા પછી દમયંતી સાધ્વીને જોતા જ રાગ ઉત્પન્ન થતો ને પૂર્વાવસ્થામાં વર્ષો સુધી ભોગવેલા ભોગ સ્મૃતિમાં તાજા થતા. આ જાણી મહાસતી દમયંતીએ અનશન લીધું ને દેવતા થયા. નળરાજાને પ્રતિબોધ આપ્યો. નળરાજા કાળ કરી “વૈશ્રમણ” (કુબેર) થયા. કહ્યું છે વિધિપૂર્વક ધર્મ આચરવા છતાં જો સરાગપણું રહી જાય તો એ ધર્મ મોક્ષ સાધી શકતો નથી. નળરાજર્ષિને વૃદ્ધાવસ્થામાં પણ સરાગપણું રહ્યું તેના પરિણામે તેઓ ઉત્તરદિશાના લોકપાલ કુબેર ભંડારી થયા. આ પ્રથમ ભેદ જાણવો. કોઈ જીવ દ્રવ્યથી સ્ત્રીસંગ (સ્પર્ધાદિ) કરે. પણ ભાવથી શીલવ્રત પાળે. એક જ શય્યામાં સૂનાર વિજયશેઠ અને વિજયાશેઠાણીની જેમ. તેમ જ પાણિગ્રહણ કરતી વેળા જંબૂકુમારાદિની જેમ. આ બીજો ભેદ છે. કોઈ જીવ દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારે શીલ પાળે, શ્રી મલ્લિનાથજી, નેમિનાથજી તથા રાજીમતીજી આદિની જેમ. આ ત્રીજો ભેદ જાણવો અને કેટલાક જીવો દ્રવ્યથી પણ શીલ પાળે નહિ અને ભાવથી પણ પાળે નહિ. આ ભાંગામાં સંસારી ઘણા ઘણા જીવો જાણવા. આ ચોથો ભેદ જાણવો.' આ રીતે ધર્મદેશના સાંભળી તે ઘોડાએ મનથી બ્રહ્મચર્ય સ્વીકાર્યું. એકવાર રાજાએ તે ઘોડાને સ્વસ્થ, દ્રષ્ટ-પુષ્ટ ને સુંદર જોઈ સારી નસ્લ) સંતતિ માટે ઘોડીઓના સમાગમમાં મૂક્યો. અશ્વપાલોએ તે માટે પ્રયત્નો કર્યા પણ ઘોડો જરાય ઉત્સાહિત ન
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy