SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ અર્થ : વેદના પારગામી બ્રાહ્મણને સમગ્ર વિશ્વનું દાન કરવાથી જે પુણ્ય થાય તેના કરતાં કરોડગણું પુણ્ય, વસ્ત્રે ગળેલું પાણી વાપરનારને થાય છે. સાતગામ બાળવાથી જે પાપ થાય તે અણગળપાણીનો ઘડો રાખવા-વાપરવાથી થાય છે. માછલાં મારનારને એકવર્ષમાં જેટલું પાપ લાગે તેટલું પાપ એક દિવસમાં ગળ્યા વિના જળસંગ્રહ કરનારને લાગે છે. જે ગળેલા પાણીથી સર્વક્રિયા કરે છે તે મુનિ છે, મહાસાધુ છે, તે યોગી અને મહાવ્રતી છે. ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા પૂરા (પોરા) મીઠા પાણીમાં અને મીઠા પાણીમાં ઉત્પન્ન થયેલા પૂરા ખારા પાણીમાં મરી જાય છે. માટે તે પાણીથી પાણી કે ગરણા ભેગાં સંકુલ ક૨વા જોઈએ નહીં. પુરાણાદિમાં પણ અર્હત્ વાણી પ્રતિષ્ઠિત જાણી કુમારપાળને અતિ આનંદ થયો. તેણે તે શ્લોકની ઘણી નકલો લખાવી ગામડે ગામડે ને શહેરે શહેરે પોતાના માણસો મારફત જીવદયા માટે મોકલાવી. શ્રી કુમારપાળ મહારાજાને જીવદયા એટલી વસી ગઈ હતી કે તે માટે તેણે મોટી સંખ્યામાં ગુપ્તચર રાખ્યા હતા, જેઓ ઝીણવટથી ધ્યાન રાખતા અને લોકવ્યવહારમાં જરાક પણ હિંસા જોતા તરત ન્યાયસભામાં હિંસા કરનારને ઉપસ્થિત કરતા. એવડા મોટા રાજ્યમાં ગુપ્તચરો મોટી સંખ્યામાં પથરાયેલા હતા. એકવાર કોઈ મહેશ્વર નામના વણિકના વાળમાંથી તેની પત્નીએ જૂ કાઢી હથેળીમાં આપી. વણિકે તરત અંગૂઠાના બે નખ વચ્ચે પીસી મારી નાંખી. ગુપ્તચરે તરત તેના બંને હાથ પકડી મરી ગયેલી જૂ સાથે તેને રાજ્યસભામાં ઊભો કર્યો. રાજાએ પૂછ્યું, ‘શેઠ મોટા કુળમાં અવતરી સામાન્ય માણસ જેવી ચેષ્ટા તમે કેમ કરી ?’ શેઠે કહ્યું, ‘રાજા એ મારું લોહી પીતી હતી.' સાંભળી રાજા ક્રુદ્ધ થઈ બોલ્યા, ‘અરે કેવી દુષ્ટતા ? વાળ જૂને રહેવાનું સ્થાન છે. એક એને સ્થાનભ્રષ્ટ કરી અને પાછી મારી પણ નાખી ? ખબર છે આ અન્યાયની શી સજા મળે ? જીવહિંસાના માઠા પરિણામથી ડર ન લાગ્યો પણ મારી આજ્ઞાભંગનો ભય પણ ન લાગ્યો ?' ઈત્યાદિ ઘોર તિરસ્કાર અને રાજાની ભીષણ આકૃતિ જોઈ શેઠ સમજી ગયા કે આ હિંસાનું ફળ અહીં જ ભોગવવાનો સમય આવી ગયો છે. તે થરથરવા ને પ્રાણની ભીખ માંગવા લાગ્યો. રાજા તો અંતઃકરણથી દયાળુ હતા. તેમણે કહ્યું - ‘જાવ હવે, પછી આવું ન કરતા. આ પાપના પ્રાયશ્ચિત્તરૂપે તમારે તમારી બધી મૂડી ખર્ચી એક જિનપ્રાસાદ કરાવવો અને તેનું ‘યૂકાવિહાર’ નામ રાખવું. જેથી સહુ કોઈ જીવવધના પાપથી સાવચેત રહે.‘ મહેશ્વર શેઠે તે પ્રમાણે ક૨વું માન્ય કર્યું. શ્રી કુમારપાળ રાજા માટે કહેવાયું છે કે अमारिकरणं तस्य वर्ण्यते किमत परम् । 2 द्यूतेपि कोपि यन्नोचे मारीरित्यक्षरद्वयम् ॥ १ ॥ અર્થ :- તે કુમારપાલ ભૂપાલની અ-મારીનું અમે શું વર્ણન કરીયે ? એના રાજ્યમાં ઘૂતક્રીડા કે સોગઠીની રમતમાં પણ આ સોગઠી (કૂકી) મારી, એમ સોગઠી માટે પણ મારી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy