SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ નથી આપતા, ક્યારેક તો મારી આવડતને ઊંધી રીતે આલેખવામાં આવે છે.”ને પરિણામે કુમાર મનમાં ખેદ પામી વિચારવા લાગ્યો “અહીં રહીને મને કશો જ લાભ નથી, પરદેશ જાઉં તો આ દેખવા ને દાઝવામાંથી બચું અને વિકાસની ભૂમિકા રચી શકું. કહ્યું છે કે – જે માણસ ઘરમાંથી નિકળી વિસ્તીર્ણ ભૂમિ પર આવ્યો નથી, મુગ્ધ કરે એવા દશ્યો અને વિસ્મયકારક બનાવો ઘર દેશ છોડ્યા વિના અનુભવાતા નથી. આ ન જોનાર કૂવાનો દેડકો કહેવાય છે. જે માણસ પરદેશ ખેડે તેને વિચિત્ર ભાષાઓ, દેશ-વિદેશના રીત-રિવાજો, વેષપરિધાનો, સંસ્કૃતિ અને માન્યતાઓ આદિ ઘણું ઘણું જાણવા મળે છે. કલ્પના પણ ન થઈ શકે એવા આશ્ચર્યો અનુભવવા મળે છે.” ઈત્યાદિ વિચારી તે જ રાત્રે એક માત્ર ખગ લઈ તેણે પોતાનું નગર છોડ્યું અને સ્વેચ્છાએ ભ્રમણ કરતો તે એક ઘોર અરણ્યમાં આવી પહોંચ્યો. મધ્યાહ્ન સમય વીતી ગયો હતો. કુમારને અસહ્ય ભૂખ અને તરસ લાગી હતી, પણ તે સાહસ અને ઉત્સાહ છોડ્યા વિના આગળ ચાલ્યો. ત્યાં એક સુંદર-દિવ્ય આકૃતિવાળા પુરુષે પ્રકટ થઈ કહ્યું મહાનુભાવ ! આમ આવ ! લે આ બે રત્નો. એક સર્વ ઉપદ્રવનો નાશ ને બીજું સર્વ ઇચ્છિતનું શીધ્ર સાધન કરનાર છે. કુમારે પૂછ્યું - પણ તમે છો કોણ?” દેવે કહ્યું – “પોતાના નગરમાં ગયા પછી કોઈ જ્ઞાની મુનિના મુખેથી મારું ચરિત્ર જાણવા મળશે.” એમ કહી દેવ અંતર્ધાન થઈ ગયો. રત્નોના પ્રભાવે આનંદ માણતો ને વિલાસ કરતો વિજયશ્રીકુમાર કુસુમપુર આવ્યો. ત્યાંના દેવશર્મા રાજાને અસહ્ય નેત્રપીડા થઈ હતી, ઘણા ઉપાયો ને વિશ્વાસપાત્ર વૈદ્યો નિષ્ફળ ગયા હતા. નગરમાં કોઈ વ્યાધિ મટાડનારની તપાસ માટે ઘોષણા કરવામાં આવી રહી હતી. તે સાંભળી કુમાર રાજમહાલયમાં આવ્યો ને રત્નના પ્રભાવે ક્ષણવારમાં રાજાને પીડામુક્ત કર્યો. આ પીડામાં રાજાને ઘણો અનુભવ અને બોધ થઈ ગયો હતો. આવડું મોટું રાજ્ય છતાં પોતે વિચિત્ર જાતની અસહ્ય દશા ભોગવી ચૂક્યા હતા. સ્વસ્થ થયા પછી કુમાર ને તેનો વ્યવહાર જોઈ રાજા ઘણા રાજી થયા. તેમણે પુણ્યશ્રી નામની પુત્રીના લગ્ન કુમાર જોડે કરી તેને રાજ્ય પણ આપ્યું. આમ પોતે સાવ નિશ્ચિત થઈ દીક્ષા લઈ વીતરાગના માર્ગે ચાલ નિકળ્યા. આગળ જતાં વિજયશ્રીકુમારના બાપાએ પણ રાજ્ય એને જ ભળાવ્યું કે પોતે દીક્ષા લઈ શ્રેય સાધ્યું. કુમારને બંને રાજ્યો મળ્યા ને તે સુખપૂર્વક તેનું સંચાલન કરવા લાગ્યો. દેવશર્મા રાજર્ષિ સાધનાપથ પર આગળ વધતા અવધિજ્ઞાની થયા. તેઓ વિચરતા કુસુમપુર નગર આવ્યા. દેશના આપતા તેમણે વિજયશ્રી રાજાને તેનો પૂર્વભવ સંભળાવતા કહ્યું ક્ષમાપુરી નગરમાં સુવ્રત નામે શેઠ રહે. તેમણે ગુરુ મહારાજના ઉપદેશથી શક્તિ પ્રમાણે ચાતુર્માસિક નિયમો લીધા. તેમના એક નોકરે “ચાતુર્માસમાં રાત્રિભોજન, મદિરા, માંસ અને મધનો ત્યાગ કર્યો. તે રાજા! તે શેઠનો નોકર મારીને તું રાજા થયો છે, ને જે સુવ્રત શેઠ હતા તેઓ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy