SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૧૫૯ મૂકવાનું કારણ પૂછતાં સત્યકીએ કહ્યું – “સ્ત્રીસંગ વખતે હું આ ખગ અને વિદ્યાઓ દૂર મૂકું છું. કેમ કે એવી અમારી મર્યાદા છે. આ દૂર હોય ત્યારે અમારી સ્થિતિ સામાન્ય માણસ જેવી હોય છે.' ઇત્યાદિ રાજા પાસે જઈ ગણિકાએ કહ્યું – “તે અવાર-નવાર મારી પાસે આવે છે. તે માત્ર મારી સાથે રમણ કરતો ને વિષયમાં અતિ આસક્ત હોય ત્યારે જ મરી શકે તેમ છે. તે માટે ઘણો જ ચાલાક અને નિપુણ માણસ જોઈએ, જે મને બચાવી તેને મારે. તેના ઘામાં હું જો આવી જાઉં તો મારું પતી જાય, છેવટે તપાસ કરતા શબ્દવેધી ઘા કરનારા માણસો મળી આવ્યા. ગણિકાની સામે તેમની પરીક્ષા આ રીતે લેવામાં આવી. કમળના પાંદડાની ઉપરા ઉપરી થપ્પી કરી કહેવામાં આવ્યું કે – “આ થપ્પીમાંથી આટલા ઉપરના પાંદડા વિંધાય ને નીચેના આટલા પાંદડા જરાય વિંધાય નહીં.” તરત એમણે ધનુષ્ય પર બાણ ચડાવી ફેંક્યું ને કહ્યા પ્રમાણે જ ઉપરના પાંદડા વિંધાયા ને નીચેના ચોખા બચ્યા. વેશ્યા આ રીત સ્વીકારી ઘરે આવી. ઉમા મહેલની અટારીમાં પૂર્વવત્ સૂતી ને સત્યકી આવ્યો. સંકેતપ્રમાણે યોદ્ધાઓ ગોઠવાયા ને ઉમા સાથે સંભોગ કરતા સત્યકી પર તેમણે બાણ મારી તેનું મરણ નિપજાવ્યું. સાથે ઉમા પણ મરાઈ ગઈ. સત્યકી મરી નરકે ગયો. સત્યકીના મિત્ર કાળસંદીપકે મિત્રનું મૃત્યુ જાણ્યું ને તેને પ્રતિશોધબદલો લેવાની ઈચ્છા થઈ. તેણે મોટી શિલાનો દેખાવ આખી અવંતીને ચૂરી નાખવા કર્યો. લોકોએ કોઈ દુષ્ટ દેવનો ઉપદ્રવ સમજી તેને ભોગ-નૈવેદ્યાદિક ધર્યાં. ત્યારે તે વિદ્યારે મિત્રનું મહત્ત્વ વધારવા સત્યકી જ બોલતો હોય તેમ કહ્યું – “મને સંભોગ સમયે મારી નાંખવામાં આવ્યો છે. જો જીવતા બચવું હોય તો મારી સંભોગાકારની મૂર્તિ બનાવી પૂજા કરો. મારા ને ઉમાના ગુણ ગાવો, તો બધું શાંત કરીશ. અન્યથા સર્વનાશ છે જ.” મૃત્યુથી ડરીને માણસ શું નથી કરતા? સર્વેએ એ વાત સ્વીકારી. તેણે બધું શાંત કર્યું તેથી “શંકરોતિ ઇતિ શંકરઃ' એ વ્યુત્પત્તિએ લોકોએ તેને શંકર નામ આપી જળધારી યોનિમાં લિંગની આકૃતિ કરાવી લોકો તેની પૂજા કરવા લાગ્યા. વિષયાધીન જીવો લંપટતાથી અનેક અનર્થ પામે છે. આવો બળવાન અને વિદ્યાશાળી સત્યકી પણ કારમી રીતે મૃત્યુ પામી નરકે ગયો. સત્યકીની માતા સુજયેષ્ઠા સાધ્વીનું ચરિત્ર આ પ્રમાણે છે. સાધ્વી સુજ્યેષ્ઠા વૈશાલીનરેશ ચેડારાણાની સાતપુત્રીમાં એકનું નામ સુજયેષ્ઠા હતું. તે ઘણી જ સુંદર હતી. તેનું ચિત્ર એક તાપસીએ શ્રેણિકરાજાને આપ્યું. રાજાએ મુગ્ધ થઈ તેને પરણવા નિર્ણય કર્યો. અને આ કાર્ય અભયકુમારને સોંપવામાં આવ્યું. અભયકુમારે વૈશાલીમાં રાજમહાલય પાસે સુગંધી પદાર્થોની દુકાન માંડી. દુકાનમાં મધ્યભાગે શ્રેણિકનું મોટું ચિત્ર ગોઠવ્યું. અભય, દેવતાની જેમ શ્રેણિકરાજાના ચિત્રનું પૂજન આદિ સહુ દેખે તેમ કરતા. સુજયેષ્ઠાની દાસીઓએ આ ચિત્રની વાત
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy